તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થી બ્રેફફાસ્ટ ઑપ્શન્સ:વર્કિંગ લેડીઝને ફિટ અને હેલ્થી રાખે એવા આસાન પાંચ બ્રેકફાસ્ટ ઑપશન્સ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

બ્રેકફાસ્ટ દિવસની શરૂઆત માટે સૌથી જરૂરી છે, પરંતુ વર્કિંગ લેડીઝ ઉતાવળને કારણે નાસ્તો છોડી દે છે અને તેના કારણે લાંબા ગાળે નુકસાન થાય છે. લાંબો સમય બ્રેકફાસ્ટ ટાળવાને કારણે શરીર વધી જાય છે અને એર્નજી લેવલ ઓછું થઈ જાય છે. એનાથી થાક લાગે છે. અહીં તમને પાંચ વર્કિંગ ડેઝ માટે પાંચ બ્રેકફાસ્ટ ઑપ્શન્સ આપીએ છીએ, જે બનાવવા અને ખાવામાં ઓછો સમય લે છે.

સોમવારે કૉર્ન ફ્લેક્સ - ઘરમાં હંમેશાં કૉર્ન ફ્લેક્સ રાખવા જોઈએ. વીકેન્ડમાં હેવી ભોજન લીધું હોય તે પછી બેલેન્ક કરવા માટે સોમવારની શરૂઆત કૉર્ન ફ્લેક્સ અને દૂધથી કરો. એમાં ખજૂર, નટ્સ, ફળ વગેરે ઉમેરી શકાય છે. આ હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ.

મંગળવારે ઓટ્સની ખીચડી - ઓટ્સની ખીચડી બનાવવી આસાન છે. ઓટ્સને પહેલેથી જ સેકીને ડબ્બામાં ભરી રાખો. તેલ થોડું ગરમ કરીને વઘાર કરી લો અને ભાવતા શાક ઉમેરીને એક મિનિટ માટે પાકવા દો. હવે તેમાં ઓટ્સ ઉમેરીને સ્વાદ પ્રમાણે મીઠું મસાલા નાખો અને પાણી નાખો. બે મિનિટમાં તમારો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો તૈયાર.

બુધવારે તકમરિયાનું પુડિંગ - તકમરિયાના બિયાંમાં કેલ્શિયમ અને ન્યૂટ્રિશન્સ ભરપૂર હોય છે. રાતે બે ચમચી બિયાંને દૂધ, દહીં અથવા નારિયેળ દૂધમાં નાખી દો. સવારે તેમાં પસંદગી પ્રમાણે ફળ અને નટ્સ નાખીને પીણું તૈયાર કરી લો, જે પોષણ અને ઊર્જા આપશે.

ગુરુવારે આમલેટ અથવા ચીલા - મહિલાઓ પ્રોટીન ઇન્ટેક પર પૂરતું ધ્યાન આપતી નથી. સ્કિન, હેર અને મસલ્સ માટે પ્રોટીન બહુ જરૂરી છે. તેથી અઠવાડિયે એકવાર પ્રોટીન રિચ બ્રેકફાસ્ટ જરૂરી છે. આમલેટ ખાનારા માટે એ ઑપ્શન છે, પણ આમલેટની જગ્યાએ દાળ અને બેસનમાંથી ચીલા તૈયાર કરીને પ્રોટીન લઈ લો, જેથી તમે સ્ફૂર્તિ અનુભવો.

શુક્રવારે સ્મૂધી - એક ગ્લાસમાં કેળાં, સ્ટ્રૉબરી, ભીંજાવેલાં તકમરિયાનાં બિયાં નાખી બ્લેન્ડ કરી લો. એના ઉપર મધ ઉમેરીને આકર્ષક ગ્લાસમાં લઈ લો એટલે તમારા માટે તૈયાર હેલ્થી અને ટેસ્ટી સ્મૂધી રહેશે.

તો હવે બ્રેકફાસ્ટ મિસ કરવા માટેનું કોઈ બહાનું ચાલશે નહિ. આ બધા જ બ્રેકફાસ્ટ ઑપ્શન ફટાફટ તૈયાર થઈ જાય એવા છે, એટલે હવે ચૂકશો નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો