તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જે રીતે મનુષ્ય તથા અન્ય પ્રાણીઓએ જીવતા રહેવા માટે તથા વૃદ્ધિ માટે ભોજનની જરૂર પડે છે, એ જ રીતે છોડને પણ વૃદ્ધિ તથા ઉત્પાદન માટે પોષક તત્ત્વોની જરૂર પડે છે. આ પોષક તત્ત્વોના અભાવમાં છોડની વૃદ્ધિ અટકી જાય છે. આવા છોડને ઘરમાં બનેલું ખાતર આપો. ખાતરના ઘણા પ્રકાર હોય છે અને એને કેવી રીતે તૈયાર કરી શકાય એ અંગે જાણીએ.
કમ્પોસ્ટ ખાતર
ઘર, રસોઈ તથા બગીચાના નકામા કચરામાં કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે, જેમાં પાંદડાં, છોડના અવશેષો, ફળો, શાકભાજીની છાલ વગેરેને કમ્પોસ્ટ ખાડામાં નાખવામાં આવે છે. ત્યાર બાદ ખાડો પૂરી દેવામાં આવે છે. આ સડીને ખાતરમાં રૂપાંતરિત થાય છે.
છાણિયું ખાતર
ગાય-ભેંસ, બકરીઓ, ઘોડા, મરઘી વગેરેનાં છાણમાંથી ખાતર બનાવવામાં આવે છે. આમાં નાઈટ્રોજન ભરપૂર માત્રામાં હોય છે.
પાંદડાનું ખાતર અથવા લીફ મોલ્ડ
વસંતઋતુમાં આસપાસનાં વૃક્ષોમાંથી પાંદડાં ખરવા લાગે છે. આ પાંદડાને ભેગાં કરીને ખાતર બનાવવામાં આવે છે. આ ખાતરમાં પોષક તત્ત્વો ભરપૂર હોય છે.
હાડકાંનો ભૂકો
આમાં ચારથી પાંચ ટકા નાઈટ્રોજન તથા 20-25 ટકા ફાસ્ફોરસ હોય છે. આ નાજુક તથા ધીમેથી ઊગતા છોડ માટે આ ભૂકો સારો સાબિત થાય છે.
સરસવનો ખોળ
250 ગ્રામ સરસવનો ખોળને 2 લિટર પાણીમાં મિક્સ કરો. પાંચ દિવસ બાદ આ મિશ્રણને ફૂલછોડનાં મૂળમાં નાખો.
ખાતર પણ જરૂરી
ખાતરનો ઉપયોગ માટીમાં સુધારો તથા ઉત્પાદકતામાં વધારો લાવવા માટે કરવામાં આવે છે, જેમાં છોડનાં અનેક પ્રકારનાં પોષક તત્ત્વો સામેલ હોય છે. નાઈટ્રોજન, ફાસ્ફોરસ તથા પોટિશયમ. આનાથી છોડની સારી વૃદ્ધિ થાય છે.
નાઈટ્રોજન ખાતર
છોડના લીલા ભાગની વૃદ્ધિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, જેમ કે યુરિયા ખાતર.
ફાસ્ફોરસ ખાતર
મૂળના વિકાસ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, ગુણવત્તા સુધારવા માટે તથા પરિપક્વતામાં મદદરૂપ થાય છે, જેમ કે સુપરફાસ્ફેટ.
પોટાશ
પોટેશિયમ સલ્ફેટ, મ્યૂરેટ તથા પોટાશ જેવાં ખાતર પાકના વિકાસ માટે જરૂરી છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.