તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ડોર પ્લાન્ટ્સની દેખરેખ:ઇન્ડોર પ્લાન્ટ્સમાં પાણી નાખતાં પહેલાં માટીની તપાસ કરો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો તમારા ઇન્ડોર પ્લાન્ટ્સની માટીની ઉપરનું પડ સફેદ થઈ ગયું છે, તો તમે વધુપડતું પાણી નાખ્યું છે
  • પ્લાન્ટ્સની માટી ભૂરી અથવા સૂકી છે તો પાણી ઓછું છે

ઇન્ડોર પ્લાન્ટ્સની દેખરેખ પણ એટલી જ કરવી પડે છે, જેટલી બહારના છોડની કરવાની હોય છે. ઇન્ડોર પ્લાન્ટ્સમાં પાણી નાખતાં પહેલાં તમારે પ્લાન્ટ્સની માટીની તપાસ કરીને જોવું જોઈએ કે એમાં કેટલું પાણી નાખવાનું છે.

માટીના પ્રમાણમાં જ પાણી આપોઃ પોતાના ઇન્ડોર પ્લાન્ટ્સમાં પાણી આપતાં પહેલાં એ વાત ધ્યાનમાં લો કે એમાં કેટલું પાણી નાખવું જોઈએ. ઇન્ડોર પ્લાન્ટ્સ માટે કોઈ નિયમ નથી, આથી તમે તમારી માટીની તપાસ કરી શકો છો. આ રીતે પ્લાન્ટ્સની માટીની તપાસ કરો.

  • જો તમારા ઇન્ડોર પ્લાન્ટ્સની માટીની ઉપરનું પડ સફેદ થઈ ગયું છે, તો તમે વધુપડતું પાણી નાખ્યું છે.
  • જો પ્લાન્ટ્સની માટી ભૂરી અથવા સૂકી છે તો પાણી ઓછું છે.
  • તમારા પ્લાન્ટ્સની માટીને આંગળીથી દબાવીને જુઓ. જો થોડીક ભીની લાગે તો પાણી ના નાખશો. એ પણ ધ્યાન આપો કે જો કુંડાની નીચે પાણી ભરાયેલું છે, તો એને કાઢી નાખો. આનાથી છોડ ખરાબ થઈ શકે છે.
  • વધુ પાણી નાખવાથી છોડનાં પાંદડાંનો વિકાસ થતો નથી અને રંગ બદલાઈ જાય છે. ઓછું પાણી હોય તો પાંદડાં સૂકાઈ જાય છે.
  • એ વાતનું ધ્યાન રાખો કે છોડમાં જે પાણી નાખો એનું તાપમાન સામાન્ય હોવું જોઈએ. સવારનું તાજું પાણી સારું રહેશે. પર્યાપ્ત માત્રામાં પાણી રેડવાથી છોડનો યોગ્ય રીતે વિકાસ થાય છે.
અન્ય સમાચારો પણ છે...