તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાકભાજી દ્વારા શાકભાજી ઉગાડો:કોઈ મહેનત વગર તમારા બગીચામાં ઉગાડો આ શાકભાજી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકુરિત શાકભાજીથી પોતાના બગીચામાં શાકભાજી ઉગાડી શકાય છે

ઘરમાં ઉગાડેલી શાકભાજીનો સ્વાદ અને તેની ગુણવત્તા કોને પસંદ નથી, પરંતુ શું તમે જાણો છો કે શાકભાજીથી જ તમે ઘરમાં શાકભાજી ઉગાડી શકો છો. તો આવો જાણીએ કેટલીક એવી શાકભાજી વિશે જેને તમે કોઈ મહેનત વગર પોતાના બગીચામાં ઉગાડી શકો છો.

બટાટાં: જો બટાટાં વધારે સમય સુધી ઉપયોગમાં ન લેવામાં આવે તો તે અંકુરિત થવા લાગે છે. તેવામાં સામાન્ય રીતે આપણે એને ફેંકી દઈએ છીએ, પરંતુ આ જ બટાટાંથી તમે નવાં બટાટાં ઉગાડી શકો છો. એના માટે અંકુરિત થયેલાં બટાટાંને 3-4 ટુકડામાં કાપી લો, પરંતુ આ વાતનું ખાસ ઘ્યાન રાખો કે આ ટુકડામાં મિનિમમ એક અંકુરણ હોય. હવે આ ટુકડાઓને છાયડામાં સૂકવી દો જેથી એ કાળા અને કઠણ થઈ જાય. આવું એટલા માટે કરવાનું હોય છે જેથી એને જમીનમાં રાખવામાં આવે તો એ ગળી ન જાય અને એમાં કીડા ન પડે.

ત્યાર બાદ બટાટાંના આ ટુકડાને પોતાના બગીચામાં જમીનની 5થી 8 સેન્ટિમીટરની ઊંડાઈમાં અંકુરણ ઉપરની તરફ રહે તેવી રીતે વાવી દો. આ ટુકડા ઉપર માત્ર 2થી 3 ઈંચ સુધી જ માટી નાખો. ત્યાર બાદ ઉપર તેનાં પાન ફૂટવા લાગે ત્યારે તેના ઉપર થોડી માટી નાખો. ત્યાર બાદ 60થી 70 દિવસ પછી માટી ખોદો તો એમાંથી નવાં બટાટાં મળશે.

ફુદીનો: ફુદીનાનો છોડ ઓછો ફેલાય છે. એને સરળતાથી કુંડામાં ઉગાડી શકાય છે. તમે જ્યારે ફુદીનો ઘરે લાવો તો એના પાંદડાં નીકાળી તેની ડાખળી કુંડામાં વાવી દો. 7થી 8 ડાખળી એકસાથે વાવી લો. જેથી કોઈ એકના મૂળ ફૂટવા લાગે. એનાથી નવો છોડ તૈયાર થઈ જશે.

ડુંગળી: જ્યારે તમારા ઘરે ડુંગળીમાં ગાંઠો અંકુરિત થવા લાગે તો એને કુંડા અથવા બગીચામાં વાવી દો. અઠવાડિયામાં મિનિમમ 1 વખત પાણી આપો. ડુંગળીની ગાંઠ બનતાં પહેલાં એનાં પાંદડાંનો ઉપયોગ તમે શાક બનાવવા કરી શકો છો. તેમાં વિટામિન A, C અને B, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને થાયમિન ભરપૂર માત્રામાં હોય છે. ડુંગળીનાં પાંદડાં સ્પ્રિંગ અનિયન નામથી ઓળખાય છે. એનું શાક સ્વાદે ખૂબ સરસ લાગે છે.

અળવી: એને તમારા ઘરના બગીચામાં વાવી શકો છો. એના માટે કંદને કુંડામાં વાવી દો. ત્યાર બાદ નવા છોડ ઊગે તો મોટાં પાંદડાંને તોડી લો. આ પાંદડાંમાંથી તમે ભજિયાં અથવા શાક બનાવી શકો છો. તેમાં વિટામિન્સ (વિટામિન A,C,E,B-6), ખનીજ, ફોલેટ, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. અળવીમાં બટાટાં કરતાં 3 ગણું વધારે ફાઈબર હોય છે. ઘરના બગીચામાં શાકભાજી ઉગાડવા માટે બિનઉપયોગી પ્લાસ્ટિકની ડોલ, ટબ, ડબ્બા, જૂનું ટાયર અથવા ખાલી ડ્રમનો ઉપયોગ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...