તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોમ ડેકોર:બાલ્કનીને આ રીતે છોડોથી સજાવો, ઓછી જગ્યામાં સુંદર લાગશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

અપાર્ટમેન્ટની બાલ્કની ગાર્ડનિંગ માટે ઘણી જ નાની જગ્યા છે. જો ફૂલછોડનો શોખ હોય તો તમે બાલ્કનીમાં વિવિધ છોડ તથા રંગબેરંગી ફૂલો લગાવી શકો છો. મોડર્ન રીતથી બાલ્કનીને ડેકોરેટ કરી શકાય છે.

ફ્લોરિંગ પર ઘાસ પાથરો
બારીક અથવા લીલું ઘાસ દેખાતી હોય એવી મેટ બાલ્કનીની ફર્શ પર પાથરી શકો છો. આનાથી ગાર્ડન જેવો લુક મળશે. બાલ્કની પણ આકર્ષક લાગશે. આ સાથે જ ફૂલો તથા સજાવટના છોડને રેલિંગથી નીચે લાઈનમાં રાખો.

શેલ્ફ પર ફૂલછોડ મૂકો
બાલ્કનીની બંને દીવાલ પર ફૂલછોડ મૂકી શકો છો. દીવાલ પર લાકડાની શેલ્ફ લગાવીને આ કુંડા મૂકી શકાય છે. જો શેલ્ફ લગાવવી શક્ય ના હોય તો અલગથી શેલ્ફ દીવાલ બનાવો અથવા ફૂલછોડ લટકાવી પણ શકો છો.

હેગિંગ ગાર્ડન
છોડને અનેક રીતે બાલ્કનીમાં સજાવી શકાય છે. બાલ્કનીની રેલિંગ પર કુંડાં લટકાવી શકાય છે. આ માટે અલગથી કુંડાં આવે છે. આ ઉપરાંત બાલ્કનીની સીલિંગ પર પણ વેલ લગાડી શકો છો.

ટેબલ પર મૂકો
બાલ્કનીના ખૂણામાં અથવા તો બાલ્કની મોટી હોય તો વચ્ચે એક મોટું ટેબલ મૂકો. આ ટેબલ પર ચાર-પાંચ કુંડાં મૂકો. આ ઉપરાંત કુંડાં માટે સ્ટેન્ડ પણ રાખી શકો છો. આનાથી બાલ્કની સાફ રહેશે અને એકદમ ભરચક લાગશે નહીં.

માઇક્રો પ્લાન્ટ્સનો ઉપયોગ પણ કરી શકો
જો બાલ્કની નાની હોય તો એર પ્લાન્ટ, એલોવેરા, મની પ્લાન્ટ, મધર ઓફ પર્લ જેવા માઈક્રો પ્લાન્ટ્સનો ઉપયોગ કરી શકાય. નાનાં નાનાં કુંડાંમાં આ છોડ વાવી શકાય. આની દેખરેખ રાખવી પણ ઘણી જ સરળ છે.

અન્ય સમાચારો પણ છે...