તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Women
 • Fashion
 • Summer Clothes; Summer Outfit Ideas Updated | What Type Of Clothes Should You Wear In Summer? Cotton Linen Fabric To Chiffon Fabric

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીમાં પસંદ કરો આ ફૅબ્રિક:ગરમીમાં તડકો કરે હેરાન અને પરસેવાથી અકળામણ થાય ત્યારે આ ફૅબ્રિક પહેરો અને રહો કૂલ!

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શિયાળાની ઠંડી વિદાય લઈ રહી છે અને ગરમી ધીમે ધીમે શરૂ થઈ રહી છે. વસંત ઋતુ પછી આવશે ઉનાળો અને ગરમી એટલી વધશે કે તડકા અને પરસેવાથી લોકો જાણે બેહાલ થઈ જશે. સૌથી મોટી તકલીફ એ થશે કે પહેરવા માટે કપડાં કયાં પસંદ કરવાં? મોટા ભાગના લોકો હળવાં ને પાતળાં ફૅબ્રિક પહેરવાનું પસંદ કરે છે. અમે તમને જણાવીશું કે ઉનાળામાં કયાં કયાં ફૅબ્રિકનાં કપડાં પહેરવાં જોઈએ જેથી તડકો પણ હેરાન ન કરે અને પરસેવાથી અકળામણ પણ ન થાય.

સુતરાઉ
ગરમીની ઋતુમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે સુતરાઉ કાપડ. આ કાપડ ખૂબ પાતળું અને પરસેવો શોષી લેનારું છે એટલે ઉનાળામાં લોકો આ કાપડ વધુ પસંદ કરે છે. સુતરાઉ કાપડનાં શર્ટ, કુરતા, સાડી, સૂટ પહેરવાનું આ મોસમમાં યોગ્ય રહેશે.

શોમ્બ્રે
શોમ્બ્રે ડેનિમ જેવું લાગતું ફૅબ્રિક છે. ગરમીમાં તમને કૂલ લુક આપશે. એ સાથે જ પહેર્યા પછી તમને ગરમીથી પણ રાહત મળશે. શોમ્બ્રેનું કાપડ અત્યંત હળવું હોય છે. ઉનાળામાં આ ફૅબ્રિકનાં શર્ટ, કુરતા, સ્કર્ટ અને પૅન્ટ ટ્રાય કરી શકો.

લિનન
લિનન ફૅબ્રિક ઉનાળામાં પહેરવામાં માટે સોથી ઠંડું હોય છે. તે શરીર પરથી પરસેવો શોષીને શરીરને ઠંડું રાખે છે. જોકે આ ફૅબ્રિકમાં કરચલી બહુ જલદી પડી જાય છે પણ તેને હેંગર પર લટકાવી પાણી છાંટી દો તો બરાબર થઈ જાય છે. ગરમીમાં આ ફૅબ્રિકનાં શર્ટ, કુરતા, સૂટ, સાડી અને ટી-શર્ટ પહેરી જુઓ. કમ્ફર્ટની સાથોસાથ તમારા દેખાવમાં ચાર ચાંદ લગાવી દેશે.

રેયૉન
રેયૉનને મિક્સ ફ્રેબિક પણ કહે છે. સુતરાઉ, સિલ્ક, લિનન અને કેટલાક ઊનના ફૅબ્રિકને મિક્સ કરીને બનાવવામાં આવે છે. રેયૉન આમ સિલ્ક જેવું જ લાગે, જોકે સિલ્ક કરતાં થોડું હલકું અને પાતળું હોય છે. રેયૉન ફૅબ્રિક ગરમીના દિવસો માટે પર્ફેક્ટ છે. ઉનાળામાં આ કાપડથી બનેલા લાઇટવેઇટ ફૅબ્રિકનાં ડ્રેસ અને ટી-શર્ટ પહેરી શકાય છે.

શિફોન
શિફોનનું કાપડ ખૂબ હલકું અને પાતળું હોય છે. ખાસ કરીને મહિલાઓને આની સાડી પહેરવી ખૂબ ગમે છે. આ કપડું એટલું હલકું હોય છે કે તેને ક્યાંય પણ પહેરી શકાય છે. એટલે જ ગરમીના દિવસમાં આ કાપડ પહેરવું યોગ્ય છે. તમે આ કાપડમાંથી બનેલા સલવારસૂટ પણ પહેરી શકો છો અને સ્ટાઇલિશ લુક માટે જૅકેટ (શ્રગ) પણ પહેરી શકો છો જે બજારમાં આસાનીથી મળી રહે છે.

જ્યોર્જેટ
શિફોન જેવું જ લાગતું આ કાપડ મહિલાઓ માટે એકદમ પરફેક્ટ છે. ઉનાળામાં આ કાપડની બનેલી સાડીઓ, સલવાર સૂટ, કુરતા, ડ્રેસ, શર્ટ પહેરી શકાય છે. આ કાપડ પણ શિફોનની જેમ વજનમાં એકદમ હલકું હોય છે. આ કાપડથી બનેલાં વસ્ત્રો ઉનાળામાં પહેરવાથી સુંદર પણ લાગશે અને આરામદાયક પણ રહેશે.

ખાદી
ગરમી હોય કે ઠંડી, ખાદી બંને ઋતુમાં પહેરવા માટે પરફેક્ટ છે. ઉનાળામાં ખાદી પરસેવો શોષી લે છે અને શરીરને ઠંડક આપે છે. પહેલાં ખાદીના ફક્ત કુરતા મળતા હતા પણ હવે તો તેમાંથી સાડીઓ, સૂટ, કુર્તા, શર્ટ, સ્કર્ટ પણ બજારમાં ઉપલબ્ધ છે.

હોઝિયરી
હોઝિયરી કાપડમાંથી બનેલાં વસ્ત્રો ગરમીના દિવસો માટે યોગ્ય રહે છે. આ કાપડ મિક્સ ફૅબ્રિકમાંથી બને છે. હલકુંફૂલકું ને પાતળું હોવાથી ઉનાળામાં લોકો તે પહેરવાનું પસંદ કરે છે. હોઝિયરીથી બનેલા ટી-શર્ટ, સ્ટાઇલિશ ટૉપ ખૂબ પસંદ કરે છે. હવે તો હોઝિયરીના કુરતા પણ બજારમાં મળી રહ્યા છે.

પોલિસ્ટર
સ્પોર્ટસવેર માટે આ કાપડ ખૂબ સારું રહે છે. ગરમીમાં પરસેવો ખૂબ થાય છે અને આ કાપડ વોટર રેઝિસ્ટન્ટ હોય છે. આ કાપડની સૌથી સારી બાબત એ છે કે તેમાં કરચલી નથી પડતી અને તેને કોઈ પણ રીતે રાખી શકો છો. પોલિસ્ટર કાપડમાંથી બનેલાં કપડાં વર્કઆઉટ વેર કે સ્વિમવેર તરીકે વધુ યોગ્ય રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો