તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Women
 • Fashion
 • This Time In The Wedding Season, Wear Different Sari Sarees, Learn Draping Style, Look Different From Everyone.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાડી પહેરવાની વિવિધ સ્ટાઇલ:આ વખતે વેડિંગ સીઝનમાં સાડીને અલગ અલગ અંદાજમાં પહેરવાની, ડ્રેપિંગ સ્ટાઇલ શીખો, બધાથી દેખાઓ નોખા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાડી પહેરવાનો શોખ દરેક છોકરીને નાનપણથી હોય છે. જ્યારે પણ પરંપરાગત પોષાકની વાત આવે ત્યારે સોથી પહેલા બધાનાં દિમાગમાં સાડી જ આવે. સાડી પરંપરાગત રીતે પહેરવામાં સૌથી મોટો પડકાર છે, એમાં ગ્લેમરસ લાગવું. અમે અહીં તમને જણાવીશું સાડી પહેરવાની નોખી નોખી પદ્ધતિ, જેનાથી તમે સાડીને અલગ રીતે પહેરીને તમારો લુક સ્ટાઇલિશ બનાવી શકો છો. અને બધાથી જુદા તરી આવશો!

પતંગિયા સ્ટાઇલ સાડી ડ્રેપિંગ
તમે જો પાતળા અને સુડોળ હો તો પતંગિયા સ્ટાઇલ સાડી ડ્રેપિંગ તમને ખૂબ શોભશે. તમે કોઈપણ પ્રકારની સાડી પહેરશો, આ લુકમાં તમે ખૂબ સુંદર લાગશો. આ સ્ટાઇલ પસંદ કરતી વખતે થોડી ભરતકામ કરેલી સાડી પસંદ કરશો તો વધુ સરસ.

મુમતાઝ સ્ટાઇલ
મુમતાઝ સ્ટાઇલ સાડી 70ના દાયકાથી ચાલી આવે છે. આ સ્ટાઇલનું નામ અભિનેત્રી મુમતાઝના નામ પરથી રાખવામાં આવ્યું છે. સાડીની આ સ્ટાઇલ ફરી એક વખત ચલણમાં છે. આ પેટર્ન સૌથી પહેલા મુમતાઝે ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ ગીતમાં પહેરી હતી. તેના પછી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા પણ આ સ્ટાઇલની સાડી પહેરી ચૂકી છે.

ધોતી સ્ટાઇલ
ધોતી સ્ટાઇલ સાડી પણ આ વખતે ચલણમાં છે. એ પહેરવામાં સહેલી અને આરામદાયક હોય છે. ધોતી સ્ટાઇલ સાડી ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ પહેરી ચૂકી છે. આ સાડીને તમે ક્રૉપ ટૉપ સાથે પણ પહેરી શકો છો. એ તમારા સ્ટાઇલ સ્ટેટમેન્ટ પર ચાર ચાંદ લગાવી દેશે.

લહેંગા સાડી
આ સ્ટાઇલની સાડી પહેરવાનું આમ તો બહુ કૉમન છે પણ ઘણા પ્રસંગે આ સ્ટાઇલ ખૂબ સુંદર લાગે છે. લગ્નના ફંક્શનમાં કે કોઈ તહેવાર પર પણ આ પ્રકારની સાડી પહેરી શકો છો. આના માટે તમારે કોન્ટ્રેન્સ્ટમાં ચણિયો, ચોલી અને એક સાડીની જરૂર પડશે, જેનાથી અડધી સાડીનો લુક મળી શકે છે.

ટ્રેન્ડી બ્લાઉઝ સાથે પહેરો સાડી
સાડીને અલગ લુક આપવા માટે એની સાથે ટ્રેન્ડી બ્લાઉઝ પહેરી શકો છો. પારંપરિક કાર્યક્રમોમાં આ રીતે સાડી પહેરવાનો એક સારો વિકલ્પ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો