તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Women
  • Fashion
  • Wedding Dresses For Women And Girls; Sabyasachi Bridal Lehenga | Latest Celebrity Stylish Lehenga Bridal Collection

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિઝાઈનર લહેંગાનું સસ્તું માર્કેટ:સબ્યસાચી, મનીષ મલ્હોત્રા જેવા ડિઝાઇનર્સના અસલી લહેંગા અને રેપ્લિકાને ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. અડધી કિંમતથી પણ ઓછી કિંમતમાં થઈ રહ્યું છે વેચાણ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેડિંગ સીઝન હવે શરૂ જ થવાની છે જેના માટે લોકો મહિનાઓથી તૈયારી કરવામાં લાગી ગયા છે. લગ્નની સીઝનમાં સૌપ્રથમ અને મોટું કામ છે દુલ્હન માટે પર્ફેક્ટ લહેંગા સેટ ખરીદવો. ડિઝાઈનર લહેંગા પસંદ કરવાવાળાઓની નજર દેશના સૌથી પૉપ્યુલર ડિઝાઈનર સબ્યસાચી, મનીષ મલ્હોત્રા, નીતા લુલ્લા અને અમિત અગ્રવાલના કલેક્શન પર જરૂર હોય છે, જોકે તેમના હાઈ રેટ ઘણા લોકોની ઈચ્છા પૂર્ણ નથી કરી શકતા. જો આપ પણ અન્યોની જેમ પ્રખ્યાત ડિઝાઈનરનાં લહેંગા અને કપડાં પસંદ કરો છો, પરંતુ આપનું બજેટ ઓછું છે તો ખુશ થઈ જાઓ, કારણ કે આપ તેને અડધાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. કેવી રીતે? આવો, અમે આપને જણાવીએ છીએ કેવી રીતે અને ક્યાંથીઃ-

નવી સડક, દિલ્હી
જૂની દિલ્હીમાં સ્થિત નવી સડક બજાર લહેંગાનું એક મોટું માર્કેટ છે. અહીં દુલ્હનના લહેંગાની ખાસ્સી વરાઇટી ઉપલબ્ધ છે. માર્કેટ એક્સપ્લોર કરવાથી ખબર પડે છે કે અહીં દેશના પૉપ્યુલર ડિઝાઈનર્સના લહેંગાના રેપ્લિકા પણ ઘણી સસ્તી કિંમતમાં મળી જાય છે, આ જ આઉટફિટ ડિઝાઈનરની સાઈટ પર 1થી 20 લાખ રૂપિયા કિંમતમાં મળે છે, જે અહીં માત્ર 5થી 50 હજારની રેંજમાં સહેલાઈથી મળશે. અસલી લહેંગા અને તેમાં માત્ર ક્વોલિટી, ફેબ્રિક અને ડિઝાઈનરનો ફેર છે. જોકે જોવામાં એ પૂર્ણ રીતે ઓરિજિનલ જ લાગે છે. જો આપ દિલ્હીમાં નવા છો તો નવી સડક પહોંચવા માટે ચાંદની ચૉક મેટ્રો સ્ટેશન ઊતરો, અહીંથી નવી સડક પહોંચવા માટે માત્ર 10 રૂપિયામાં ઈ-રિક્ષા મળશે. મેટ્રો સ્ટેશનથી માર્કેટ સુધી ચાલીને જતાં માત્ર 13 મિનિટ લાગે છે, જો આપ ઈચ્છો તો ચાલીને પણ આ અંતર પાર કરી શકો છો.

ચાંદની ચૉક, જૂની દિલ્હી
દિલ્હીની વચ્ચોવચ સ્થિત ચાંદની ચૉક માર્કેટનું નામ આપે અનેક ફિલ્મો અને ગીતોમાં જરૂર સાંભળ્યું હશે. આ માર્કેટ જ્વેલરી, લહેંગા અને સાડીઓનું હોલસેલ માર્કેટ છે. અહીં પ્રત્યેક સામાન માટે જુદી જુદી ગલીઓ બનેલી છે. અહીં પહોંચવા માટે આપે ચાંદની ચૉક મેટ્રો સ્ટેશને ઊતરવું પડશે, જ્યાંથી આપને ઈ-રિક્ષાની સગવડ મળી જશે. આ સાથે આપ ઈચ્છો તો ચાલીને પણ આટલું અંતર પાટી શકો છો. જામા મસ્જિદના ગેટ નંબર 3થી ગુરુદ્વારાવાળી ગલીનો રસ્તો પકડશો તો આપને ટ્રેડિશનલ ડ્રેસીસની મોટી રેંજ મળી જશે. અહીં આપને બૉલિવૂડ સેલેબ્સના પહેરેલા લહેંગા અને સાડીઓ જોવા મળશે, જોકે આ બધી ફર્સ્ટ કૉપી છે. સાડીઓ અને લહેંગાની સાથે એ પહેરેલા સેલેબ્સની તસવીર પણ પેકેટની સાથે આપને જોવા મળશે. આ ટ્રેડિશનલ કપડાંની રેંજ માત્ર 1000 રૂપિયાથી શરૂ થાય છે.

પાર્ક સ્ટ્રીટ, કોલકાતા
કોલકાતાના માર્કેટમાં આવેલી પાર્ક સ્ટ્રીટ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન વિયર માટે પ્રખ્યાત છે. આ માર્કેટ પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની નજીક આવેલું છે, જેથી એ શોધવાનું ઘણું સરળ બની જાય છે. અહીં મોટાથી માંડીને અનેક નાના-મોટા ડિઝાઈનર સ્ટુડિયો આવેલાં છે, જ્યાં આપને ડિઝાઈનર લહેંગાની ખૂબ બધી વરાઇટી મળી જશે. અહીં દુકાન પ્રમાણે જ કપડાંની પ્રાઈઝ ઓછી કે વધુ રાખવામાં આવેલી છે. આ માર્કેટમાં આપને રેપ્લિકા સિવાય પણ અનેક ઉત્તમ ડિઝાઈન જેવા મળશે.

સત્યનારાયણ પાર્ક, બારા બજાર, કોલકાતા
કોલકાતાનું બારાબજાર એક હોલસેલ માર્કેટ છે, જ્યાં ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ્સ, કપડાં અને મસાલા થોકમાં વેચવામાં આવે છે. અહીંથી લહેંગાનું શોપિંગ કરવા માટે આપે સત્યનારાયણ એસી માર્કેટની સામેની લાઈનમાં જવું પડશે. આ આખી જગ્યામાં અનેક શોરૂમ છે, જ્યાં સસ્તા અને ડિઝાઈનર લહેંગા ખૂબ સહેલાઈથી મળશે.

કોલાબા, મુંબઈ
મુંબઈનું કોલાબા માર્કેટ ટૂરિસ્ટ્સ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં લોકલ ખરીદનારાઓની પણ ખૂબ ભીડ જોવા મળે છે, જેનું મોટું કારણ છે અહીંની વરાઇટી અને ઓછી કિંમત. કોલાબા, મુંબઈનું સૌથી સસ્તું માર્કેટ છે, જ્યાં ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ડ્રેસીસ તેમજ ડિઝાઈનર લહેંગા અન્ય માર્કેટ કરતાં અડધી કિંમતમાં ખરીદી શકાય છે.

ઓનલાઈન શૉપિંગ

જો સમય ઓછો હોય અથવા કોઈ કારણથી આપ મુંબઈ, દિલ્હી અને કોલકાતા ટ્રાવેલ ન કરી શકતા હો તો નીતા લુલ્લા, મનીષ મલ્હોત્રા, સબ્યસાચી અને અમિત અગ્રવાલના લહેંગાના રેપ્લિકા ઓનલાઈન પણ ખરીદી શકશો. ગૂગલમાં સર્ચ કરતા જ આપને તેની કિંમત અને ડિઝાઈન જોવા મળશે, પરંતુ ભલામણ છે કે આપ કોઈ ટ્રસ્ટેડ સાઈટ (અમેઝોન, ફ્લિપકાર્ટ, મિંત્રા, ફોરએવર-21 જેવી સાઈટ) પરથી જ ખરીદી કરો, નહીં તો ઘણી વાર અજાણી ઓનલાઈન સાઈટ પરથી ખરીદી કરનારાઓની પાસે હલ્કી ક્વોલિટીનાં કપડાં પણ પહોંચી ચૂક્યાં હોય છે. અહીં આપને 2500થી 10 હજાર સુધીમાં ઉત્તમ લહેંગા મળશે. એ સાથે આપે શિપિંગ ચાર્જ અલાયદો આપવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો