તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Women
 • Fashion
 • Wedding Dresses For Women And Girls; Sabyasachi Bridal Lehenga | Latest Celebrity Stylish Lehenga Bridal Collection

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોસ્તના લગ્નમાં ગ્લેમરસ દેખાઓ:મિત્રના લગ્નમાં ગ્લેમરસ લાગવું છે, તો અપનાવો આ ટિપ્સ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લગ્ન કોઈના પણ હોય, સગાવહાલાના કે પછી મિત્રના, બધાને સ્ટાઇલિશ દેખાવું ગમે જ. આ માટે લોકો ખર્ચો પણ સારોએવો કરે છે. એમાં પણ છોકરીઓ તો શોપિંગ કરવામાં કશું બાકી ન રાખે. મેક-અપ, કપડાં, પગરખાં, હેરસ્ટાઇલ જેવું બીજું કેટલુંય. અમે તમને જણાવીશું તમે મિત્ર કે કોઈ નજીકના સગાના લગ્નમાં શું ખાસ અને સ્ટાઇલિશ પહેરી શકો, જેથી તમે ખૂબસૂરત દેખાઓ.

અનારકલી સૂટ
અનારકલી સૂટ હંમેશાંથી ટ્રેન્ડમાં રહ્યો છે. લગ્નની પાર્ટીમાં આ સૂટ સરસ પણ લાગે છે, કેમ કે અત્યંત સુંદર ડિઝાઇન, હેવી એમ્બ્રોઇડરી, પેસ્ટલ શેડથી માંડીને ઘેરા સુંદર રંગોમાંથી કંઈ પણ યુનિક પસંદ કરી શકો છો. ફ્લોર લેંથ અનારકલી સૂટ હમણાં ખાસ્સા ચાલે છે. કરીના, કિયારા જેવી અભિનેત્રીઓ પણ ફંક્શન્સમાં આવા ડ્રેસ પહેરીને મહાલતી હોય છો. તમે ઇચ્છો તો થોડી આધુનિક ડિઝાઇનના અનારકલી પણ પહેરી શકો છો જેમાં જ્યોર્જેટ કે શિફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આજકાલ રફલવાળા દુપટ્ટા સાથેના અનારકલી સૂટ પણ આવે છે જે બહુ જ ક્લાસિક લુક આપે છે. એ બજારોમાં પણ સહેલાઈથી મળી રહે છે અથવા તો ઑનલાઇન પણ ઑર્ડર કરી શકાય છે.

ફ્યુઝન ગાઉન
વેડિંગ રિસેપ્શન કે સગાઈ માટે ફ્યુઝન ગાઉન શ્રેષ્ઠ વિકલ્પ છે. દીપિકા પાદુકોણના રિસેપ્શનમાં કેટલાય સેલિબ્રિટી પરંપરાગત વસ્ત્રોના બદલે ફેન્સી ગાઉનમાં આવ્યા હતા. તમે ફ્યુઝન ગાઉન કોઈપણ રંગ, કાપડ કે ડિઝાઇન સાથે બનાવડાવી શકો છો. આના લીધે તમારું સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ અનોખું લાગશે. ઑનલાઇન ડિઝાઇન જોઈને પણ તમે કોઈ દરજી પાસે બનાવડાવી શકો છો જે તમારા બજેટમાં પણ ફિટ થાય.

નિયોન ચણિયાચોલી
નિયોન રંગ ઘણા દિવસોથી ટ્રેન્ડમાં છે. સોનમ કપૂરથી માંડીને આલિયા ભટ્ટ પણ ચણિયાચોલી પહેરી ચૂકી છે. નિયોન રંગોનો ઉપયોગ ઘણી સેલિબ્રિટીઓને કરતા આપણે જોઈએ છીએ. આ રંગ ટ્રેડિશનલ લુકને થોડો મોડર્ન ટચ આપે છે. તમે આખો સેટ નિયોન ન પહેરવા માગતા હો તો ફક્ત ચણિયો કે ફક્ત ચોલીને નિયોન રંગની બનાવી શકો છો.

જેકેટ પહેરો ને દેખાઓ સ્ટાઇલિશ
નવો ટ્રેન્ડ ધીમે ધીમે તેનું સ્થાન જમાવી રહ્યો છે. બજારમાં ભાતભાતનાં જૅકેટ્સ જોવા મળવા લાગ્યાં છે. પરંપરાગત વસ્ત્રોની સાથે હવે જૅકેટ્સ પણ ખૂબ સુંદર લાગે છે. ચણિયાચોલી સેટ સાથે જૅકેટ, સલવાર સૂટ સાથે જૅકેટ, સાડી સાથે કે શરારા સાથે પણ જૅકેટ પહેરી શકાય છે. સાધારણ સૂટ પર હેવી એમ્બ્રોઇડરીવાળું જૅકેટ પહેરો કે જયપુરી જૅકેટ પણ તેની સાથે અત્યંત ખૂબસૂરત લાગશે.

લાંબી ચોલીની ફૅશન
આજકાલ લાંબી ચોલી પહેરવાની ફૅશન છે. તેને કુર્તી સાથે, ટ્રેડિશનલ ચણિયા સાથે કે પછી સાડી સાથે પણ પહેરી શકો છો. સંગીત, મહેંદી, રિસેપ્શન કોઈ પણ ફંક્શનમાં પહેરી શકાય છે. તમે ચાહો તો ચોલીને લાંબી બનાવવા માટે નેટના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં કેટલાય રંગ, કેટલાય પ્રકારની એમ્બ્રોઇડરી, કેટલીય ડિઝાઇન પસંદ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો