તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઑફિસ લુક આઇડિયા:દીપિકાથી લઈને પ્રિયંકા ચોપડા સુધી, આ બૉલિવૂડ એક્ટ્રેસીસથી લઈને ઑફિસના ફોર્મલ લુકની પ્રેરણા

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

લૉકડાઉન પછી હવે સમગ્ર દેશમાં 50 ટકા વર્કર્સ સાથે બધી પ્રાઈવેટ ઑફિસો ચાલુ થઈ ચૂકી છે. ઘરમાં ઝૂમ કૉલ અને ડિજિટલ મીટિંગમાં આરામદાયક કપડાં પહેરીને બેસી રહ્યા પછી દરેકને સવાલ થાય છે કે છેવટે ઓફિસ શરૂ થાય ત્યારે આપણી સ્ટાઈલ કેવી રીતે મેઇન્ટેન કરીશું? જો આપ પણ એમાંના જ એક હો તો આ પૉપ્યુલર એક્ટ્રેસના લુકનો આઇડિયા જરૂર લેજો.

બ્લેઝર અને પેન્ટ
તમાશા ફિલ્મમાં વર્કિંગ વુમન તારાનું પાત્ર ભજવનારી દીપિકા પાદુકોણે પોતાના ફોર્મલ સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ઑફિસ ગર્લ્સને પાગલ બનાવી દીધી હતી. ફિલ્મમાં દીપિકાએ બ્લેક બ્લેઝર અને લાઇનિંગ પેન્ટ સાથે વ્હાઈટ વી નેક શર્ટ પેયર કર્યાં હતાં. આ લુકની સાથે એક્ટ્રેસે વાળની પોનીટેલ બનાવી હતી. દીપિકા સિવાય આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર અને શિલ્પા શેટ્ટીએ પણ આ લુકને અજમાવી જોયો છે. આ લુકને વધુ સુંદર બનાવવા માટે આપ સ્ટેટમેન્ટ જ્વેલરી પણ એડ કરી શકો છો.

કમ્પ્લીટ વ્હાઈટ ફૉર્મલ લુક
ઑફિસ જનારાઓની પહેલી પસંદ હંમેશાંથી જ વ્હાઈટ કલર રહ્યો છે, જેને સહેલાઈથી અન્ય કોઈપણ રંગ સાથે પેયર કરી શકાય છે. કેટલાક બૉલિવૂડ સેલેબ્સ એવા પણ છે જેમણે કમ્પ્લીટ વ્હાઈટ લુક અપનાવ્યો છે. પ્રિયંકા ચોપડાએ આ લુક માટે ડીપ નેક નેટ ટૉપ સાથે વ્હાઇટ ફૉર્મલ બ્લેઝર પહેર્યું છે. આ સાથે એક્ટ્રેસે વ્હાઈટ ફ્લેયર્ડ પેન્ટ પહેર્યું છે, જે આ લુકને અત્યંત યુનિક બનાવી રહ્યું છે. વ્હાઈટ બેલ્ટ અને ખુલ્લા વાળ પણ આ લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. પ્રિયંકા સિવાય દીપિકા પાદુકોણ, કરીના કપૂર અને પરિણીતી ચોપડા પણ આ લુકમાં નજર આવી ચૂકી છે.

શર્ટ એન્ડ સ્કર્ટ
એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટે સફેદ રંગની પ્રિન્ટેડ શર્ટ સાથે વ્હાઈટ ની-લેન્ગ્થ સ્કર્ટ પેયર કર્યું હતું, જેમાં તે અત્યંત સુંદર નજર આવી હતી. આ લુક અપનાવતાં સ્કર્ટની લેન્ગ્થ આપ આપના કમ્ફર્ટ અનુસાર નિર્ધારિત કરી શકો છો. એ સાથે જ આપ શર્ટ અને સ્કર્ટ સાથે મોટા ડિઝાઈનર બેલ્ટથી પણ લુકમાં ચાર ચાંદ લગાવી શકો છો. બાંધેલા વાળ, સ્ટેટમેન્ટ જ્વેલરી અથવા સ્ટોન જ્વેલરી પણ લુકને વધુ સુંદર બનાવશે.

શર્ટ એન્ડ હાઈ વેસ્ટ પેન્ટ
હાઈ વેસ્ટ પેન્ટ આજકાલ ટ્રેન્ડમાં છે. આપ ઈચ્છો તો બૉલિવૂડ એક્ટ્રેસની જેમ હાઈ વેસ્ટ જીન્સ અથવા પેન્ટ સાથે ફૉર્મલ શર્ટ પેયર કરી શકો છો. જ્યોર્જેટ શર્ટ અને ફ્લોરલ શર્ટ સાથે ફૉર્મલ ફ્લેયર્ડ પેન્ટ પણ ખૂબ સૂટ કરે છે.

ફૉર્મલ ડ્રેસીસ અથવા મિડી
​​​​​​​
ઑફિસ લુકને બહેતર બનાવવા માટે આપ મિડીનો ઉપયોગ કરી શકો છો. આ આપને અનેક પ્રકારની પ્રિન્ટ અને સ્ટાઈલમાં સહેલાઈથી ઑનલાઇન શૉપિંગ પોર્ટલમાં મળી શકશે. આપ ઈચ્છો તો પોતાની પસંદગી પ્રમાણે એનું ફેબ્રિક પણ નિર્ધારિત કરી શકો છો. લૉન્ગ શર્ટને બેલ્ટ સાથે પહેરીને ઑફિસ વિયરનો લુક આપીને પણ આપ અત્યંત ફૉર્મલ, યુનિક અને સ્ટાઇલિશ નજર આવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો