તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Women
 • Fashion
 • Women's Summer Style Ideas Hindi Update | Latest Fashion Tips For Summer Dressing And Color Print Pattern Trend For Women

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમર ફૅશન ટિપ્સ:ગરમીના દિવસોમાં અપનાવો આ ફૅશન ટિપ્સ, યોગ્ય પ્રિન્ટ્સ અને કલર પસંદ કરશો તો લાગશો કૂલ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ફૅશન પણ ઋતુ પ્રમાણે સમયે સમયે બદલાયા કરે છે. ઉનાળાની ઋતુના આગમનની છડી પોકારાઈ રહી છે તો ફૅશનમાં એ પ્રમાણે ફેરફાર થવા લાગ્યો છે. ખાસ કરીને છોકરીઓ માટે દરેક ઋતુ ખાસ હોય છે. અમે તમને જણાવીએ છીએ કેટલીક ફૅશન ટિપ્સ, વધતી-ઓછી ગરમી પ્રમાણે શું પહેરશો અને કેવાં કપડાં પસંદ કરશો.

સફેદ રંગની પસંદગી કરો સૌથી પહેલી
ઉનાળાની ઋતુમાં તમારા વૉર્ડરૉબમાં સફેદ રંગનાં આઉટફિટ્સ ચોક્કસ રાખો. આ ઋતુમાં સફેદ રંગનો અંદાજ જ અલગ હોય છે અને ધોમધખતા તડકામાં આ રંગ આંખને ઠંડક આપે છે. સફેદ રંગના શૉર્ટ ડ્રેસ, લખનવી સૂટ, મૅક્સી ડ્રેસ, અનારકલી, સાડી, શર્ટ, પેન્સિલ સ્કર્ટ, ટ્રાઉઝર વગેરે તમે જરૂરથી ટ્રાય કરી શકો છો.

પ્રિન્ટ પસંદ કરવામાં રાખો ખાસ ધ્યાન
ગરમીમાં ફ્લોરલ પ્રિન્ટ વધુ પસંદ કરવામાં આવે છે. આમ તો વરસાદની ઋતુમાં પણ ફૂલોની પ્રિન્ટવાળાં વસ્ત્રો પસંદ કરવામાં આવે છે પણ ઉનાળામાં આછા રંગનાં ફૂલોની પ્રિન્ટ કૂલ લુક આપે છે. ફ્લોરલ સિવાય ચેક્સ, સ્ટ્રાઇપ્સ, જ્યોમેટ્રિક પ્રિન્ટ પણ અજમાવી શકો છો.

ધ્યાન રાખો, ડ્રેસ આરામદાયક હોય
ઉનાળામાં પરસેવો ખૂબ થાય છે તેથી બને ત્યાં સુધી ચુસ્ત અને ટાઇટ ફિટિંગવાળાં વસ્ત્રો ન પહેરવાં જોઈએ. આરામદાયક કપડાં પહેરવાથી તમને રાહત મળશે. શૉર્ટ ડ્રેસ, મૅક્સી ડ્રેસ, કૉટન ટી-શર્ટ, પ્લાઝો, લૉંગ કુરતી, પ્લિટેડ સ્કર્ટ, વ્હાઇટ શર્ટ કે લિનન જૅકેટ, એસિમેટ્રિકલ ટૉપ, કૉટન સાડી જેવાં વસ્ત્રો ઉનાળામાં પહેરવા માટે ઉત્તમ છે.

ઇવનિંગ પાર્ટી માટે પસંદ કરો ડ્રેસ
પાર્ટી માટે તો મોટા ભાગે કાળો રંગ જ પસંદ કરવામાં આવે છે પણ ગરમીના દિવસોમાં તમે કંઈક અલગ, કંઈક નવું પણ ટ્રાય કરી શકો છો. તમે ગોલ્ડ કે સિલ્વર રંગનાં વસ્ત્રો પણ પહેરી શકો છો. ઇવનિંગ પાર્ટીમાં શિફોન, જ્યોર્જેટ, રૉ સિલ્કના વન શૉલ્ડર, ઑફ શૉલ્ડરવાળા શૉર્ટ ડ્રેસ કે મૅક્સી ડ્રેસ પણ પહેરી શકો છો.

વેડિંગ લુક માટે આટલું ધ્યાન રાખો
ઉનાળામાં લગ્ન હોય તો ભારે સાડી-સેલાં અને ઘેરા રંગનાં વસ્ત્રો પહેરવાં મોટી મુસીબત બની જાય છે. એટલે ગોલ્ડ અને સિલ્વર સાથે ઑલિવ ગ્રીન, પિંક, પીચ જેવા પેસ્ટલ કલર પણ પહેરી શકો છો. આ રંગોનાં અનારકલી ડ્રેસ, ચણિયાચોલી, ટ્રેડિશનલ ગાઉન કે સાડી પહેરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો