તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Women
 • Fashion
 • Best Women's Workwear Ideas Office Wear Dresses Update | Stylish Office Outfits Women Workwear; Short Kurtis To Blazers Or Jackets

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટાઈલિશ ઓફિસ લુક:કોરોના મહામારીના સમયમાં પણ ઑફિસમાં સ્ટાઇલિશ લુક માટે પસંદ કરો આવાં વસ્ત્રો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગયું આખું વર્ષ કોરોનાના કારણે લૉકડાઉન અને પછી વધારે સમય ઘરમાં જ રહીને કામ કરવામાં ગયું. પણ ધીમે ધીમે બધી ઑફિસ ખૂલવા લાગી છે, લોકો ફરી કામ પર લાગી રહ્યા છે ત્યારે ઑફિસમાં કામ કરતી યુવતીઓ માટે એક મુશ્કેલી ઊભી થઈ છે. ઑફિસમાં સ્ટાઇલિશ દેખાવા માટે શું કરવું? કોરોના હજી સાવ ખતમ નથી થયો એટલે માસ્ક પહેરવો અને બીજી પણ સાવચેતીઓ રાખવા સાથે સ્ટાઇલિશ લુક અપનાવવાનો. આ માટે તમે એવાં વસ્ત્રો પસંદ કરો જે તમને આપે સ્ટાઇલિશ, કમ્ફર્ટેબલ અને ક્લાસિક લુક!

ફૉર્મલ ટ્યૂબ સ્કર્ટ:
કેટલાય દિવસો પછી ઑફિસ જવાનું થાય એટલે મૂંઝવણ થાય એ સ્વાભાવિક છે. આટલો સમય ઘરમાં ટી-શર્ટ અને લૉઅર્સ કે આરામદાયક કપડામાં જ કામ કરી રહ્યાં હતાં. હવે ઑફિસ ખૂલી ગઈ છે તો શું પહેરીએ જેથી કમ્ફર્ટેબલ રહીએ? તો ફોર્મલ ટ્યૂબ સ્કર્ટ સારામાં સારો વિકલ્પ રહેશે. આવા સ્કર્ટમાં તમે કમ્ફર્ટેબલ પણ રહેશો અને સ્ટાઇલિશ પણ દેખાશો!

કુર્તી:
તમે જો ફેશનેબલ સાથે ડિસન્ટ-શિષ્ટ લાગવા ઇચ્છો છો તો સૌથી સારો વિકલ્પ છે કુર્તી. કુર્તી તમે જીન્સ કે લેગિંગ સાથે પણ પહેરી શકો છો. ઋતુ અનુસાર સુતરાઉ કે હોઝિયરી કાપડની કુર્તી પણ પહેરી શકો છો. જે તમને સ્ટાઇલિશ દેખાવા સાથે ડિસન્ટ લુક આપશે.

પૅન્ટ્સ:
ઑફિસમાં કમ્ફર્ટેબલ પૅન્ટ્સ પહેરવાનો આઇડિયા પણ સારો છે. પૅન્ટ્સને તમે ફૉર્મલ શર્ટ કે સ્ટાઇલિશ ટૉપ સાથે પહેરી શકો છો. પૅન્ટ્સ કમ્ફર્ટેબલ હોવા સાથે ઑફિસ-ગોઇંગ લુક પણ આપશે.

શૉર્ટ ડ્રેસીઝ
શૉર્ટ ડ્રેસ પહેરવાનું મોટા ભાગની છોકરીઓને પસંદ હોય છે. ઑફિસમાં આવા ડ્રેસ સાથે તમે પોતાને સ્ટાઇલિશ લુક આપી શકો છો. જોકે એમાં ધ્યાન એ રાખવાનું કે ડ્રેસનો કલર સોબર પસંદ કરવાનો. ઑફિસમાં ડાર્ક કલર પહેરીને જવો યોગ્ય નહીં લાગે. લાઇટ અને સોબર કલર પસંદ કરીને સોબર અને સ્ટાઇલિશ લુક મેળવો!

બ્લેઝર કે જૅકેટ
ઑફિસમાં મીટિંગ્સમાં ખાસ કરીને બ્લેઝર કે જૅકેટ પહેરવાનું પસંદ કરવામાં આવે છે. પરંતુ મિટિંગમાં જ બ્લેઝર કે જૅકેટ પહેરવું એવું જરૂરી નથી, તમે રોજ પહેરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. બ્લેઝર સિવાય લોંગ શ્રગ પણ આરામદાયક લાગશે અને કૂલ લુક આપશે. જીન્સ સાથે પહેરો કે સ્કર્ટ સાથે, બહુ જ ક્લાસિક લાગશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો