તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરિયર ઇન બ્યૂટિશિયન:બદલાતા ફેશન ટ્રેન્ડની સાથે બ્યૂટી પ્રોફેશનલ્સની ડિમાન્ડ વધી રહી છે, પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી કરિયર બનાવી શકો છો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

રોજ બદલાતા ફ્રેશન ટ્રેન્ડ દરમિયાન દરેકની ઈચ્છા પોતાને વધુ સારા બનાવવાની હોય છે. પોતાની સ્કિનને જુવાન અને સુંદર બનાવવા માટે હાલ બ્યૂટી પ્રોફેશનલની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે. કોસ્મેટોલોજી કે બ્યૂટિશિયનમાં ફીલ્ડમાં કરિયર બનાવવા માટે તમે પોતાની ઈચ્છા જ નહિ, પણ સારી એવી કમાણી પણ કરી શકો છો. કોસ્મેટોલોજી હેઠળ તમે બ્યૂટી, મેકઅપ અને હેર એક્સપર્ટ બની શકો છો.

કઈ સ્કિલ જરૂરી છે?

 • બ્યૂટી એક્સપર્ટને સુંદરતા સાથે જોડાયેલી તકલીફો, કારણ અને સોલ્યુશનનું નોલેજ હોવું જોઈએ.
 • આ ઉપરાંત સ્કિન ટાઈપ્સની સમજ પણ જરૂરી છે.
 • માર્કેટમાં હાજર કોસ્મેટિક પ્રોડક્ટ્સ વિશે જાણકારી પણ હોવી જોઈએ.

યોગ્યતા

 • આ ફીલ્ડ માટે કોઈપણ પ્રકારની શૈક્ષણિક યોગ્યતાની જરૂર નથી, પણ ધોરણ 10 કે 12 સુધીનું ભણતર લાભદાયી બની શકે છે.
 • બ્યૂટિશિયન બનવા માટે બ્યૂટીપાર્લરનો કોર્સ કરવો જરૂરી છે
 • આ ફીલ્ડની ખાસ વાત એ છે કે એના માટે ઉંમરની કોઈ લિમિટ નથી.

ભવિષ્યની તક
આ ફીલ્ડમાં એક્સપર્ટ થઈ ગયા પછી અને ટ્રેનિંગ લીધા બાદ બ્યૂટી ફીલ્ડમાં અનેક જોબની તકો છે. બ્યૂટી કોમ્પેક્ટ કોર્સ કર્યા પછી કોસ્મેટિક ક્લિનિક કે બ્યૂટીપાર્લર ખોલી શકો છો. જો તમારામાં મેનેજમેન્ટ સ્કિલ્સ સારી છે તો તમે બ્યૂટી મેનેજર પણ બની શકો છો. આ રીતે સેલિબ્રિટી મેકઅપમાં ટ્રેનિંગ લઈને ફેશન વર્લ્ડમાં ઓળખ બનાવી શકો છો.

નોકરીની તક
બ્યૂટિશિયનનું કામ માત્ર બ્યૂટીપાર્લર સુધી જ સીમિત નથી. આ કોર્સ કર્યા પછી પણ તમારી પાસે નોકરીના અલગ-અલગ અવસર છે:

 • સલૂન
 • ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી
 • ફિટનેસ ક્લિનિક
 • હોટલ અને હેલ્થ રિસોર્ટ્સ
 • મોડલિંગ એજન્સી
 • કોસ્મેટોલોજિસ્ટ
 • હેર સ્ટાઈલિસ્ટ
 • ડર્મેટોલોજિસ્ટ
 • વેડિંગ સ્ટાઈલિસ્ટ
 • નેલ-ટેક્નિશિયન
 • સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ
 • સેલ્ફ એમ્પ્લોયમેન્ટ

ટોપ રિક્રૂટમેન્ટ કંપની

 • B Blunt
 • ગીતાંજલિ
 • મોન્સૂન
 • ઝાવેદ હબીબ હેર એન્ડ બ્યૂટી સલૂન
 • ટોની એન્ડ ગાય
 • એફિનિટી
 • લેક્મે (Lakme)
 • લુક્સ (Looks)
 • લોરિયલ (L’oreal)
 • શહનાઝ હુસૈન

જોબ રિસ્પોન્સિબિલિટી
મેકઅપ આર્ટિસ્ટ-મેકઅપ આર્ટિસ્ટ, મેકઅપ કરવામાં માહેર હોય છે. એક મેકઅપ આર્ટિસ્ટ અલગ-અલગ ટેક્નિક, જેમ કે પ્રોથેસ્ટિક, હાઈ ફેશન, એરબ્રશિંગ, હાઇ ડેફિનેશન અને લાઈટ બ્લેડિંગમાં એક્સપર્ટ હોય છે.

હેર સ્ટાઈલિસ્ટ- હેર સ્ટાઈલિસ્ટ ઘણા પ્રકારનાં કામમાં સામેલ હોય છે. એમાં હેર કલરિંગ, કટિંગ, બ્લો ડ્રાઇંગ, સ્ટાઈલિંગ વગેરે સામેલ છે. તે ક્લાયન્ટ્સને જરૂર પ્રમાણે સલાહ પણ આપે છે.

કોસ્મેટોલોજિસ્ટ- કોસ્મેટોલોજિસ્ટ ચહેરા પર સારવાર કરવામાં એક્સપર્ટ છે અને સ્કિન ટાઈપને આધારે સ્કિન રિલેટેડ પ્રોબ્લમ્સ માટે અલગ-અલગ ટ્રીટમેન્ટની સલાહ આપે છે.

નેલ કેર આર્ટિસ્ટ- નેલ કેર આર્ટિસ્ટ ક્લાયન્ટને નેલ સર્વિસ અને ટ્રીટમેન્ટ આપે છે. તેમાં મેનિક્યોર અને પેડિક્યોર સામેલ છે અને આર્ટિફિશિયલ નેલ લગાવવાની પ્રક્રિયા સામેલ છે.

સેલરી
બ્યૂટિશિયનનો કોર્સ કર્યા પછી તમે શરૂઆતના દર મહિને 15 હજાર રૂપિયાથી 20 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જેમ-જેમ તમારો અનુભવ વધશે એમ એમ કમાણી પણ વધતી જશે. આ ફીલ્ડમાં એક્સપર્ટ થવા પર તમે 40 હજારથી 50 હજાર રૂપિયાની કમાણી આરામથી કરી શકશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો