તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્કરિંગમાં કરિયર:ગ્લેમરની દુનિયામાં નામ અને ફેમ મેળવવા એન્કરિંગ ઉત્તમ કરિયર ઑપ્શન બની શકે છે

7 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજના યુવાનોમાં ગ્લેમર વર્લ્ડ તરફ આકર્ષણ વધ્યું છે. ખાસ કરીને યુવતીઓ એવા પ્રોફેશનમાં કરિયર બનાવવા માગે છે, જ્યાં નેમ, ફેમ અને મની ત્રણેય મળે. એન્કરિંગ એવી જ કરિયર છે, જેમાં આગવી ઓળખ ઊભી કરવાની તક મળે છે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર અને છટાદાર છો તો આ ફીલ્ડમાં કરિયર બનાવી શકો છો. ચાલો, જોઈએ કેવી રીતે એન્કરિંગમાં કરિયર બનાવી શકાયઃ

કેવી સ્કિલ જરૂરી

 • સારી કમ્યુનિકેશન સ્કિલ
 • કેમેરા ફ્રેન્ડલી હોવું જોઈએ
 • અચકાયા વિના બોલવાનો આગવો અંદાજ
 • હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાનું સારું જ્ઞાન
 • આકર્ષક વ્યક્તિત્વ
 • આત્મવિશ્વાસ
 • સ્ક્રિપ્ટ રાઇટિંગ

એલિજિબિલિટી

 • ગ્રેજ્યુએશન પછી કોઈ પણ કૉલેજ, યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી જર્નલિઝમ, કમ્યુનિકેશન અને બ્રૉડકાસ્ટિંગનો કોર્સ કરી શકો છો.
 • 12 ધોરણ પછી પણ ડિપ્લોમા કોર્સ કરી શકો છો.
 • એન્કરિંગમાં સૌથી વધુ જરૂરી અનુભવ હોય છે.

ફ્યુચર ઓપૉર્ચ્યુનિટી
નવી નવી સેટેલાઇટ ચેનલ્સ ખૂલી રહી છે અને વિવિધ શૉ અને ઇવેન્ટ્સ પણ વધી રહ્યા છે. તેથી એન્કર્સની માગ વધતી રહે છે. ઘણા સફળ એન્કર એવા પણ છે જે કોઈ શૉના કે ઇવેન્ટના એન્કરિંગ માટે સારીએવી ફી લે છે. એન્કર તરીકે તમે રેડિયો, ટીવી, શૉ અને ઇવેન્ટ્સમાં કામ કરી શકો છો.

એમ્પ્લોયમેન્ટ ઓપૉર્ચ્યુનિટી

 • ન્યૂઝ ચેનલમાં એન્કરિંગ કરી શકો છો.
 • રિયાલિટી શૉ સહિતના ટીવી શૉમાં એન્કર અને શૉ હોસ્ટ બની શકો છો.
 • ક્રાઇમ પેટ્રોલ, દંગલ, સાવધાન ઇન્ડિયા જેવા કાર્યક્રમોમાં પણ ટીવી એન્કરિંગ કરી શકો છો.
 • બૉલિવૂડમાં એક્ટિંગ કરિયર પણ બનાવી શકો
 • વૉઇસ-ઓવર આર્ટિસ્ટ બની શકો છો.
 • આરજે અને વીજે તરીકે કરિયર બનાવી શકો.
 • તમારી પોતાની યુટ્યૂબ ચેનલ ચલાવી શકો છો.

સેલરી
ટીવી ન્યૂઝ એન્કરને સારો પગાર મળતો હોય છે. શરૂઆમાં 25થી 30 હજાર મહિને મેળવી શકો. અનુભવ પછી લાખો રૂપિયાની સેલરી મેળવી શકો છે. આ ફીલ્ડમાં પૈસાની કોઈ કમી નથી, પણ તમારી પાસે ટેલન્ટ હોવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...