તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરેલું નુસખા:હોર્મોનને કારણે પીઠ પર પણ ખીલ થાય છે, શું છે એનો ઉપાય?

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

એક્ને અથવા ખીલ સામાન્ય સમસ્યા છે. ખરાબ લાઈફસ્ટાઈલ, ભોજનમાં ધ્યાન ના રાખવું, વધુ પડતો સ્ટ્રેસ, પ્રદૂષણ, હોર્મોનની અનિયમિતતાને કારણે એક્ને થતા હોય છે. સામાન્ય રીતે ચહેરા તથા પીઠ પર લાલ, કાળા તથા સફેદ દાણા થતા હોય છે. ખીલ સુંદરતાને ઝાંખી પાડે છે. અનેકવાર ખીલના ડાઘા પણ રહી જતા હોય છે. જો તમે પણ ખીલ તથા ડાઘાથી છુટકારો મેળવવા માગતા હોવ તો ઘરેલું ઉપાયથી તમને રાહત મળી શકે છે.

જ્યારે સીબમ તથા ઓઈલ ગ્લેન્ડથી વધારે નેચરલ ઓઈલ નીકળે અને તે ડેડ સ્કિન સાથે મળીને સ્કિન પોર્સને બંધ કરે ત્યારે ખીલ થાય છે. આ ઉપરાંત ભોજનની ખોટી રીતે, એક્સર્સાઈઝ, વેક્સિંગને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

કેવી રીતે ડાઘા અને એક્નેથી છૂટકારો મેળવશો?

એલોવેરા જેલ જાદુઈ સામગ્રી છે. તેમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે તે ત્વચાની દરેક સમસ્યા દૂર કરી સ્કિન ચમકાવે છે અને ઠંડક મળે છે.

બેકિંગ સોડામાં એન્ટિ ઈન્ફલેમેટરી ગુણ હોય છે અને તે સ્કિન પોર્સને સાફ કરે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી ડાઘા દૂર થશે.

હળદર એક સ્ટ્રોન્ગ એન્ટિસેપ્ટિક અને એન્ટિ માઈક્રોબિયલ એજન્ટ છે. તેને નારિયેળ તેલ સાથે ભેળવી પેસ્ટ લગાવવાથી સ્કિન પોર્સ સાફ થશે અને ડ્રાયનેસ દૂર થશે.

ઓટમીલ એન્ટિ ઈન્ફ્લેમેટરી છે, તે એક્સ્ટ્રા નેચરલ ઓઈલ ઓબ્ઝર્વ કરી સ્કિન પોર્સ સાફ કરે છે.

આ વાતોનું ધ્યાન રાખો:

 • એક્સર્સાઈઝ પછી તરત સ્નાન ન કરો.
 • સ્કિન પ્રોડક્ટ્સ ચકાસી તેનો ઉપયોગ કરો.
 • ખીલનો સ્પર્શ ન કરો અને તેને ખંજવાળો નહિ. તેના નિશાન ફેલાઈ શકે છે.
 • તડકામાં બહાર જતી વખતે સ્કિન કવર કરો.
 • પોતાની ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરો.
 • SPF યુક્ત મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો