તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટિપ્સ ટુ ટેક કેર ઓફ કલર ડેમેજ્ડ હેર:હેર કલરિંગથી ખરાબ થઈ શકે છે વાળ, રફ થયેલાં વાળનાં શાઈનિંગ માટે અપનાવો આ ટિપ્સ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાળમાં કોમળતા અને ભેજ જાળવી રાખવા માટે સમયાંતરે હેર સ્પા કરાવો
  • વાળને તીવ્ર સૂર્ય પ્રકાશ અને ધૂળથી બચાવો

લેટેસ્ટ હેર કલર અને સ્ટાયલિંગનો ઉત્સાહ લોકોમાં ઘણી ઝડપથી જોવા મળી રહ્યો છે. દરેક વર્ગના લોકો પોતાની પસંદ અને હાલના ટ્રેન્ડ પ્રમાણે, હેર કટ અને હેર કલરથી પોતાના હેર સ્ટાઈલ કરાવી રહ્યા છે. માર્કેટમાં ઘણા પ્રકારની હેર ડાઈ અને સલૂનમાં રહેલા એક્સપર્ટ્સ તમારા ફેસ, વાળ અને પસંદ પ્રમાણે તમને નવો લુક આપે છે, પરંતુ કેટલાક સમય સુધી સારા દેખાતા આ કલર ધીમે ધીમે પોતાની શાઈન ખોઈ નાખે છે અને વાળને નુક્સાન કરે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પીડિત છો તો આવો જાણીએ હેર કલરથી થતાં નુક્સાન અને તેનાથી બચવાની કેટલીક રીત વિશે...

કલર કેમિકલ્સથી વાળમાં ઘણી સમસ્યા થાય છે
માર્કેટમાં રહેલા હેર કલરથી લઈને સલૂન પ્રોફેશનલ હેર કેરમાં સામાન્ય રીતે એમોનિયા, પેરાબેન, લેડ એસિટેટ, PPD (P-ફિનાઈલેનેડાઈમાઈન), હાઈડ્રોજન પેરોક્સાઈડ, પેરાસલ્ફેટ વગેરે કેમિકલ્સ હોય છે જે અનેક રીતે વાળને નુક્સાન કરે છે.

હેર કલરની આડઅસરો દૂર કરવા માટે આ ટિપ્સ અપનાવો:
1. સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો

અન્ય શેમ્પૂની સરખામણીએ સલ્ફેટ ફ્રી શેમ્પૂ વાળમાં ભેજ અને કોમળતા જાળવી રાખે છે. પ્લાન્ટ ડેરિવેટિવથી બનાવેલા શેમ્પૂથી હેર કલર જરાક પણ ફેડ નથી થતો. તેનાથી વાળ ઉતરવાની અને શુષ્ક થવાની સમસ્યા રહેતી નથી અને કલર્ડ વાળની શાઈન લાંબા સમય સુધી રહે છે.

2. લીવ ઈન કન્ડિશનર લગાવો
કન્ડિશનરને શુષ્ક વાળનો બેસ્ટ ફ્રેન્ડ મનાય છે. પોતાના કલર્ડ વાળની શાઈન જાળવી રાખવા માટે શેમ્પૂ પછી કન્ડિશનરનો ઉપયોગ કરવાનું ન ભૂલો. કન્ડિશનરમાં રહેલું સિલિકોન, બટર અને પ્લાન્ટ ઓઈલ વાળને સૂર્ય પ્રકાશ અને ધૂળથી થતાં નુક્સાનથી બચાવે છે. સાથે જ તેમને સિલ્કી અને સ્મૂથ બનાવે છે.

3. પ્રોટીનયુક્ત હેર માસ્કનો ઉપયોગ કરો
કલર કેમિકલ્સના સાઈડ ઈફેક્ટ્સ પર હેર માસ્ક મલમનું કામ કરે છે. તમે એક ઈંડું અને 2 ચમચી મેયોનીઝને મેળવી એક પેસ્ટ તૈયાર કરો. તેને વાળમાં લગાવી 20 મિનિટ રહેવા દો. ત્યારબાદ શેમ્પૂથી ધોઈ દો. આ સિવાય દહીં, એલોવેરા, અવાકાડો ઓઈલ વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

4. નારિયેળ તેલથી માલિશ કરો
નારિયેળ તેલ ડ્રાય સ્કેલ્પ અને સ્કેલ્પ ઈરિટેશન સામે રાહત આપે છે. નારિયેળ તેલ હેર ક્યુટિકલ્સને સીલ કરી મોઈશ્ચર લોક કરે છે. તેનાથી બાળ શુષ્ક થતાં બચે છે અને વાળ ઉતરવાની સમસ્યા દૂર થવામાં મદદ મળે છે. સાથે જ હેર કલરની શાઈન લાંબા સમય સુધી રહે છે.

5. સમયાંતરે હેર સ્પા કરાવતા રહો
વાળમાં કોમળતા અને ભેજ જાળવી રાખવા માટે સમયાંતરે હેર સ્પા કરાવો. કલર્ડ વાળ માટે ખાસ હેર સ્પા ટ્રીટમેન્ટ અવેલેબલ છે. તેનાથી વાળ સુવાળા રહે છે અને કલર પણ સુરક્ષિત રહે છે.

આ વાતોનું ધ્યાન રાખો:
1. કલર કરાવ્યા પછી 72 કલાક સુધી વાળ ન ધુઓ.
2. અઠવાડિયાંમાં માત્ર 2-3 વખત વાળ ધુઓ.
3. વાળને તીવ્ર સૂર્ય પ્રકાશ અને ધૂળથી બચાવો.
4. કલર કરાવ્યા પછી કેટલાક સમય સુધી હેર હીટિંગ ટ્રીટમેન્ટ જેમ કે સ્ટ્રેટનિંગ અથવા બ્લો ડ્રાય ન લો.
5. બ્રેકેજ રોકવા માટે સમયાંતરે વાળનું ટ્રીમિંગ કરાવો.
6. હળવા ગરમ તેલથી માલિશ જરૂર કરો.
7. વધારે પડતાં વાળ ઉતરે અથવા સફેદ થાય તો તરત એક્સપર્ટની સલાહ લો.

અન્ય સમાચારો પણ છે...