તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્ક:રક્ષણની સાથે લુકનું પણ ધ્યાન રાખો, પાર્ટી હોય તો જ્વેલરી માસ્ક અને લગ્નમાં જવાનું હોય તો બાંધણી પ્રિન્ટનાં માસ્ક પહેરો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાઈરસથી બચવા માટે હાલ માસ્ક પહેરવું જરૂરી થઈ ગયું છે. આજકાલ લોકો ડિઝાઈનર ડ્રેસને મેચિંગ સ્ટાઈલિશ માસ્ક બનાવડાવી રહ્યાં છે. આ માસ્ક ઘણાં સ્ટાલિશ અને ફેશનેબલ દેખાય છે. જાણીએ લેટેસ્ટ માસ્કની વરાઇટી વિશે..

હોમ મેડ માસ્ક

હોમ મેડ માસ્ક કોટન ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે. હોમ મેડ હોવાને લીધે એનાથી કોરોનાવાયરસથી પણ રક્ષણ મળે છે. આ માસ્ક ટીશર્ટ, ટોપ વગેરેમાંથી બનાવવામાં આવે છે. એની કિંમત અન્ય માસ્કની સરખામણીએ ઘણી ઓછી હોય છે.

બાંધણી પ્રિન્ટ માસ્ક

બાંધણી પ્રિન્ટની શરૂઆત ગુજરાત રાજ્યમાં રહેતા ખત્રીઓએ કરી હતી. બાંધણી બનાવવા માટે કપડાં પર નાના-નાના ગોળા બનાવીને અલગ-અલગ ડિઝાઇનમાં બાંધવામાં આવે છે અને પછી રંગબેરંગી કલરથી રંગવામાં આવે છે. આજકાલ આ પ્રિન્ટનાં માસ્ક લોકોને ઘણાં ગમી રહ્યાં છે. એ સરળતાથી આપણી આજુબાજુની દુકાનોમાંથી મળી જાય છે.

પાર્ટીવેર માસ્ક

નેટ અને મોતીથી સજાયેલા આ માસ્ક પાર્ટી અને ક્લ્બમાં વાપરવામાં આવે છે. આ માસ્ક ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને જગ્યાએ મળે છે. માર્કેટમાં એની પ્રારંભિક કિંમત 300 રૂપિયા છે.

જ્વેલરીબેઝ્ડ માસ્ક

એક ડિઝાઈનર કહે છે, અમે હેવી ડ્રેસમાં જે ઓરિજિનલ અને અન્ય પ્રકારની સ્ટોન જ્વેલરીનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે માસ્ક પણ તૈયાર કરીએ છીએ. ડ્રેસ માટે જે ફેબ્રિક વાપરીએ છીએ, માસ્કમાં પણ એ જ વાપરીએ છીએ.

વેડિંગ માસ્ક

લગ્નની તૈયારી કરી રહેલી બ્રાઇડ્સને એક ખાસ વસ્તુ પર પણ ધ્યાન આપવું પડી રહ્યું છે અને એ છે માસ્ક. આજકાલ વેડિંગમાં આવાં માસ્કે ધૂમ મચાવી છે. એને તમે ડ્રેસ પ્રમાણે સિવડાવી શકો છો. માર્કેટમાં એની પ્રારંભિક કિંમત 400 રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...