તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Welcome 2021
 • What Is The Need Of Proof When It Comes To Faith ... To Save The Husband, The Wife Did 51 Lessons Of Sunderkand Every Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસ્સા જિંદગીના અને જિંદગી બચાવવાના:વાત શ્રદ્ધાની હોય ત્યાં પુરાવાની શી જરૂર... પતિને બચાવવા પત્નીએ રોજ સુંદરકાંડના 51 પાઠ કર્યા

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: તેજલ શુક્લ
 • કૉપી લિંક

વાત શ્રદ્ધાની હોય ત્યાં પુરાવાની શી જરૂર તે ઉક્તિ કોરોના કાળમાં સાર્થક નીવડી છે. કોરોનાને કારણે અતિગંભીર સ્ટેજ પર પહોંચી ગયેલા પતિને બચાવવા માટે પત્નીઓ દ્વારા વિવિધ માનતાઓ રાખવામાં આવી હતી, જેમાં એક કિસ્સામાં તો રોજના 51 સુંદરકાંડના પાઠ કરવાની ટેક રાખી હતી, જ્યારે અન્ય એક કિસ્સામાં પતિ 112 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા ત્યાં સુધી પત્નીએ મહામૃત્યુંજયના જાપ કર્યા હતા.

દેવેન્દ્રભાઇ પરમાર અને તેમના પત્ની
દેવેન્દ્રભાઇ પરમાર અને તેમના પત્ની

પતિ 112 દિવસ સુધી દાખલ હતા ત્યાં સુધી મહામૃત્યુંજયના જાપ કર્યા
ધોળકામાં રહેતા દેવેન્દ્રભાઇ પરમારને કોરોના પોઝિટિવ આવતા સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સતત 112 દિવસ સુધી તેઓ સોલા સિવિલમાં રહ્યા હતા. આ દરમિયાન તેમનાં પત્ની ઇન્દુબેન પરમારે મહામૃત્યુંજય મંત્રોના જાપ અને અગિયારસ કરી હતી. પત્ની ઇન્દુબેન પરમારે જણાવ્યું હતું કે, તે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે તેમના પતિ ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ હતા. તેમને કોરોના થતાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસની તકલીફ વધી ગઇ હતી અને ઓક્સિજન પણ ઓછો થઇ ગયો હતો. અનેક દવાઓ છતાં સ્થિતિ બગડતી જતી હતી. થોડા દિવસોમાં જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તે વાતની જાણ થતાં ઇન્દુબેને સતત મહામૃત્યુંજય મંત્રો શરૂ કર્યા અને અગિયારસ પણ શરૂ કરી હતી.જ્યારે તેમના જમાઇએ 9 દિવસના નકોરડા ઉપવાસ કર્યા હતા. દેવેન્દ્રભાઇ ઘરે આવી ગયા છતાં તેમને હજુ પણ શ્વાસ લેવામાં તકલીફ છે. જોકે જોખમમાંથી બહાર આવી ગયા છે. પરિવારની શ્રદ્ધા તથા તેમના મનોબળે તેમને કોરોના સામેની લડાઈમાં મદદ કરી.

માનતા મુજબ દિવસમાં 51 પાઠ પૂરા ન થાય તો રડવું આવી જતું હતું
દ ર્શનાબેન પંડ્યાના પતિને જુલાઇમાં કોરોના થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા હતા. તેઓ 27 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા. આ સ્થિતિમાં સહેજ પણ ડગ્યા વગર દર્શનાબેને નિયમિતપણે રોજના 51 સુંદરકાંડના પાઠ કર્યા હતા. વહેલી સવારે 4 વાગે ઊઠીને હનુમાનજી પાસે સરસવનો દીવો કરીને પહેલાં ત્રણ પાઠ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચા-પાણી પણ પીતાં નહોતાં. 3 પાઠ પછી તેમનાં બાળકોને ઓનલાઇન ભણવા બેસાડીને ફરી પાછા સુંદરકાંડ કરવા બેસી જતાં. વચ્ચે વચ્ચે ઘરકામ કરીને ફરી પાછા સુંદરકાંડ કરવા બેસી જતાં. તેમણે કહ્યું કે,શરૂઆતમાં હોસ્પિટલમાંથી રોજ પતિની તબિયત અંગેના ફોન આવતા અને ફાળ પડતી હતી. રોજેરોજ રડવા અને ચિંતા કરવાથી પરિસ્થિતિમાં કોઈ ફરક નહીં પડે તેવી જાતે જ હૈયાધારણ આપીને હનુમાનજીને જવાબદારી સોંપી દીધી હતી.ત્યાર પછી રોજ 51 સુંદરકાંડનો નિયમ બનાવ્યો હતો. ક્યારેક પાઠ પૂરા ન થાય તો રડવું પણ અાવતું. સુંદરકાંડના પાઠ લાંબા સમય કરવાથી શરીરમાં ધ્રુજારી પણ આવતી. આજે પણ તેમના હાથ ધ્રૂજે છે અને જીભ થોથવાય છે. અંતે 65મા દિવસે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, બિપીનભાઇ હવે કોરોના નેગેટિવ થઈ ગયા છે.

દીકરીએ પણ પિતા માટે અંબાજીની માનતા રાખી હતી
બિપીન પંડ્યાની દીકરીના લવમેરેજ કરવા માટે ઘરના તમામ લોકોનો વિરોધ હતો. માત્ર બિપીન પંડ્યાએ દીકરીને વચન આપ્યું હતું કે, તેના લગ્ન મનપસંદ યુવક સાથે કરાવી આપશે. તેવામાં પિતાને મરણપથારીએ જોતાં પલકે પણ પિતાને સાજા થવાની બાધા રાખી હતી. પલકે પિતા સાજા થઇને ઘરે આવશે તો અંબાજી જવાની બાધા રાખી હતી.

આફતમાં અવસર : બદલાતાં સમય સાથે બિઝનેસ બદલી ટર્નઓવર વધાર્યું

સૌરીન પરીખ, પશુપતિ ગ્રૂપ
સૌરીન પરીખ, પશુપતિ ગ્રૂપ

800 કરોડના ટેક્સટાઇલ ગ્રૂપે ફાર્મા યુનિટ સ્થાપ્યું, જાન્યુ.થી પ્રોડક્શન
કડીનું પ શુપતિ ગ્રૂપ 1997થી ટેક્સટાઇલના કામકાજ સાથે સંકળાયેલું છે, પણ હવે તેણે ફાર્મા ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે. આ ગ્રૂપ ગાંસડીથી લઈને ફેબ્રિક સુધીનું કામ કરી રહી છે. 800 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા પશુપતિ ગ્રૂપે ફાર્મામાં બ્રાન્ડિંગ અને ફ્યુચરને ધ્યાનમાં રાખીને 100 દિવસમાં જ ફાર્માનું એક આખું માર્કેટિંગ ડિવિઝન ઊભું કરી દીધું અને મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું. દેશભરમાં આ કંપની પોતાની બ્રાન્ચ ધરાવે છે. આ પૈકી 100 દિવસમાં રોજના 10 કલાકની મહેનતથી ભારતનાં છ રાજ્યમાં પોતાની ઓફિસ શરૂ કરી દીધી છે. પશુપતિ ગ્રૂપના એમડી સૌરીન પરીખ જણાવે છે કે, ટેક્સટાઇલ બાદ યુનિઝા ફાર્માસ્યુટિકલ નામથી ફાર્મા ક્ષેત્રે પણ અમે કાર્ય શરૂ કર્યું છે. આ ફાર્મા યુનિટની સ્થાપના કડી ખાતે કરવામાં આવી છે, જેમાં જાન્યુઆરીથી ઉત્પાદન શરૂ પણ કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 500 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવાની ફાર્મા યનિટની તૈયારી છે. આ ફાર્મા યુનિટમાં વિદેશથી આયાત કરેલી અત્યાધુનિક મશીનરી અને ટેક્નોલોજીના ઉપયોગથી પ્રોડક્શન કરાશે.

રાહુલ શાહ, એમડી, LP ગ્રૂપ
રાહુલ શાહ, એમડી, LP ગ્રૂપ

રેગ્યુલર બિઝનેસથી અલગ પીપીઈ, માસ્ક બનાવી કરોડોનો બિઝનેસ કર્યો
શ હેરમાં ટેક્સટાઇલ ક્ષેત્રની અગ્રણી એલ. પી. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ શાહનો નવરંગપુરા સ્ટેડિયમ રોડ પર હોમ ફર્નિશિંગનો રિટેલ સ્ટોર આવેલો છે. આ ઉપરાંત ટેક્સટાઇલ ક્ષેત્રે બાવળા ખાતે તેમનો મોટો પ્લાન્ટ પણ આવેલો છે. કોરોના કાળમાં પોતાના રેગ્યુલર બિઝનેસથી અલગ પીપીઈ કિટ, માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ બનાવીને તેની દેશવિદેશમાં નિકાસ કરીને કરોડોનો બિઝનેસ કર્યો. હાલમાં તેમણે માસ્ક અને પીપીઈ કિટના 200 કન્ટેનરની અમેરિકા અને યુરોપમાં રૂ. 36 કરોડની નિકાસ કરી છે. તેમની કાસા કોપનહેગનની બ્રાન્ડ રૂ. 100 કરોડને આંબી ગઈ. બદલાતા સમય સાથે પોતે પણ બદલાવું તે ફિલોસોફીમાં દ્દઢપણે માનતા રાહુલ શાહે માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર થયું તે પછી ઉત્પાદન અને બિઝનેસ સ્ટ્રેટેજીસમાં એવા ફેરફાર કર્યા કે, રાજ્યની તમામ ફેક્ટરીઓ લોકડાઉન દરમિયાન બંધ હતી છતાં ત્યારે એલ.પી. ગ્રૂપની ફેક્ટરીઓ ફુલ કેપેસિટીમાં માસ્ક અને પીપીઈ કિટ બનાવવાનું કામ કરતી હતી. રિટેલ કાઉન્ટર તેમનાં પત્ની શિત્તલબેન ખુદ સંભાળતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો