તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020માં દેશમાં ટોપ 10 એચીવમેન્ટ:વેક્સિન બનાવવામાં નંબર 1 અને PPE કિટ બનાવવામાં નંબર 2, વધારે પ્રોટીનવાળા ઘઉંથી કુપોષણ કરશે ખતમ

4 મહિનો પહેલાલેખક: અંકિત ગુપ્તા
 • કૉપી લિંક
 • ગર્વ કરો, કેમકે સ્વદેશી વેક્સિનના પરિણામ અસરદાર, જાન્યુઆરી સુધીમાં મળી શકે છે વેક્સિન.
 • ખુશ થઈ જાવ, કેમકે હોકી ટીમના કેપ્ટન રાની રામપાલે દેશનું નામ રોશન કર્યું.
 • રાહતનો અનુભવ કરો, કેમકે 30 વર્ષમાં બાળ મૃત્યુદર 1.25 કરોડથી ઘટીને 52 લાખ થઈ ગઈ.

2020માં માત્ર કોરોનાએ દેશમાં રેકોર્ડ નથી બનાવ્યો, PM નરેન્દ્ર મોદી, વેક્સિન અને PPE કિટએ પણ ઈતિહાસ રચ્યો છે. મહામારીની શરૂઆતના મહિનામાં ચીન પછી સૌથી વધુ PPE કિટ બનાવીને ભારતે વિશ્વને ચોંકાવી દીધું. સાથે જ સ્વાઈન ફ્લૂ, નિમોનિયા અને કોરોનાની સ્વદેશી વેક્સિન બનાવીને વિશ્વને જણાવી દીધું કે ભારત મહામારી વચ્ચે પણ ઈતિહાસ લખવા માટે તૈયાર છે. આ સાથે જ PM મોદી દેશમાં સૌથી લાંબા સમય સુધી PM રહેનારા બિન-કોંગ્રેસ વડાપ્રધાન બની ગયા.

આટલું જ નહીં, હોકી ટીમના કેપ્ટન રાની રામપાલ પહેલી એવી ભારતીય બની, જેને વર્લ્ડ ગેમ્સ એથેલીટ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો. તો બીજી તરફ દેશમાં બાળકોના મોતનું ભારણ પણ ઘટ્યું અને સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે બ્રિટનની મહારાણીના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા.

જાણો, 2020ની તે ઉપલબ્ધિઓ જે ભારતના નામે રહી અને વિશ્વભરમાં તેની ચર્ચા પણ થઈ...

1. બ્રિટન અને ફ્રાંસને પાછળ છોડીને ભારત દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા

 • ફેબ્રુઆરી 2020માં આવેલા 'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ'ના રિપોર્ટ મુજબ, બ્રિટન અને ફ્રાંસને પાછળ છોડીને ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું. ભારતની GDP 2.94 ટ્રિલિયન ડોલર રહી. બ્રિટનમાં આ આંક્ડો 2.83 ટ્રિલિયન ડોલર અને ફ્રાંસમાં 2.71 ટ્રિલિયન ડોલર હતો. ભારતની અર્થવ્યવસ્થામાં સર્વિસ સેક્ટર સૌથી મોટી છે. જેની ભાગીદારી 60% છે.
 • 149 વર્ષથી અમેરિકા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ અમેરિકા 149 વર્ષથી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પર કાયમ છે. બીજા નંબરે ચીન અને ત્રીજા સ્થાને જાપાન જ્યારે ચોથા નંબરે જર્મની છે.

2. વેક્સિનના નામે 3 રેકોર્ડ: ક્લાસિકલ સ્વાઈન ફીવર, નિમોનિયા અને કોરોનાની સ્વદેશી રસી બનાવવામાં આવી

 • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર્સ રિસર્ચે ફેબ્રુઆરીમાં ક્લાસિકલ સ્વાઈન ફીવરની નવી રસી વિકસિત કરી. જે સસ્તી અને અસરદાર પુરવાર થઈ. આ ભુંડ(પીગ)માં થનારી બીમારી છે. જુલાઈમાં ભારતીય વૈજ્ઞાનિકોએ નિમોનિયાની વેક્સિન તૈયાર કરી અને ડ્રગ કંટ્રોલર પાસેથી મંજૂરી પણ મળી. ત્રીજી સૌથી જરૂરી, કોરોનાની વેક્સિન (કોવેક્સિન) ભારત બાયોટેકે તૈયાર કરી.
 • આ રસી એટલા માટે જરૂરીઃ ક્લાસિકલ સ્વાઈન ફીવરના કારણે દર વર્ષે દેશને 400 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. 2019થી ભુંડની આબાદી ઘટી છે. વિશ્વભરમાં નિમોનિયાના જેટલા કેસ સામે આવે છે, તેમાંથી 23% ભારતમાં હોય છે. જેમાંથી 14%થી 30% કેસમાં મોત થઈ જાય છે. દેશમાં કોરોનાના દરરોજ હજારો કેસ હજુ પણ સામે આવી રહ્યાં છે.

3. કુપોષણનું કલંક મિટાવવા ભારતીય વૈજ્ઞાનિકોએ સર્વાધિક પ્રોટીનવાળા ઘઉંની જાત તૈયાર કરી

 • ભારત સરકારના અગરકર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ARI), પુણેના વૈજ્ઞાનિકોએ માર્ચમાં ઘઉંની ખાસ જાત વિકસિત કરી. જેમાં 14.7% વધુ પ્રોટીન છે. આ જાતનું નામ MCM 4028 છે. આ સેમી ડ્વાર્ફ જાત છે. તેનો પાક 102 દિવસમાં તૈયાર થાય છે. કુપોષણને ખતમ કરવા માટે ઘઉંની આ જાતને યુનિસેફે 'વિઝન 2022' કાર્યક્રમ અંતર્ગત ડેવલપ કરાઈ છે.
 • દેશની 14% વસ્તીને પુરતું પોષણ નથી મળતું: 'વિઝન 2022' પ્રોગ્રામ અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં કુપોષણ ખતમ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગ્લોબર હંગર ઈન્ડેક્સ 2020 મુજબ, ભારતની 14% વસ્તી અલ્પ-પોષિત છે. આ કારણે બાળકોમાં ખામીનો દર 37.4% છે.

4. ભારતના 3 રેકોર્ડઃ ચીન પછી સૌથી વધુ PPE કિટ બનાવી, વેક્સિનના ડોઝ પણ બનશે

 • ભારત, ચીન પછી સૌથી વધુ PPE કિટ બનાવનારો દેશ બની ગયો છે. મહામારીની શરૂઆતના 2 મહિનામાં આ રેકોર્ડ બન્યો. માર્ચથી ડિસેમ્બર સુધી દેશમાં 6 કરોડ PPE કિટ અને 15 કરોડ N-95 માસ્ક બન્યા છે. ભારત અત્યાર સુધીમાં 2 કરોડ PPE કિટ અને 4 કરોડ માસ્ક એક્સપોર્ટ પણ કરી ચુક્યું છે. દેશમાં કોરોના જીનોમ સૌથી પહેલાં ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા.
 • હૈદરાબાદની સીરમ ઈન્સ્ટિટ્યૂટની પાસે દુનિયામાં સૌથી વધુ વેક્સિન તૈયાર કરવાની ક્ષમતા છે. દેશમાં સ્વદેશી વેક્સિન 'કોવેક્સિન' ઉપરાંત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની 'કોવીશીલ્ડ', નોવોવેક્સની NVX-CoV2373 અને રશિયાના ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્પુતનિક-V વેક્સિન પણ ભારતમાં તૈયાર થશે.
 • જાન્યુઆરીથી થશે વેક્સિનેશનઃ ભારતમાં કોરોનાની ત્રણ વેક્સિન માટે ઈમરજન્સી એપ્રુવલ માગવામાં આવ્યું છે. જેમાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને અમેરિકી કંપની ફાઈઝરની BNT162b2 વેક્સિન સામેલ છે. આ અંગે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની એક બેઠક પણ મળી ચુકી છે. કંપનીઓ પાસેથી કેટલાંક વધુ ડેટા માગવામાં આવ્યા છે. ભારત સરકારનો દાવો છે કે જાન્યુઆરીમાં વેક્સિનેશન શરૂ થઈ જશે.

5. મોતનું ભારણ ઘટ્યું, 30 વર્ષમાં બાળ મૃત્યુદર 1.25 કરોડથી ઘટીને 52 લાખ થયું

 • સપ્ટેમ્બરમાં જાહેર સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ, 1990થી લઈને 2019 વચ્ચે ભારતમાં બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. 1990માં મોતના આંકડા 1.25 કરોડ હતા, જે 2019માં ઘટીને 52 લાખ થયા છે. વિશ્વમાં જે બાળકોના મોત થયા તેમાંથી એક તૃતિયાંશ ભારત અને નાઈઝીરિયાના હતા. 30 વર્ષમાં બાળકોના મોતના આંકડમાં દર વર્ષે 4.5%નો ઘટાડો નોંધાયો છે.
 • સમયથી પહેલાં ડિલીવરી અને કુપોષણ મોતનું કારણઃ 'ઈન્ડિયા સ્ટેટ લેવલ ડિસીઝ બર્ડન ઈનિશિએટિવ'ના રિપોર્ટ મુજબ, દેશમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 68% બાળકોના મોતનું કારણ માતા અને નવજાતનું કુપોષિત હોવાનું છે. 83% બાળકોના મોતનું કારણ જન્મ સમયે ઓછું વજન અને સમય પહેલાં ડિલીવરી થવી પણ છે.

6. PM મોદી સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર પહેલાં બિન-કોંગ્રેસ PM બન્યા, અટલજીનો રેકોર્ડ તોડ્યો

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓગસ્ટે બે રેકોર્ડ બનાવ્યાં, પહેલો, દેશમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર પહેલાં બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા. બીજો, અટલજી પોતાના ત્રણેય કાર્યકાળમાં કુલ 2,272 દિવસ વડાપ્રધાન રહ્યાં, PM મોદીએ તેમનો રેકોર્ડ પણ તોડ્યો.
 • મોદીથી આગળ મનમોહન, ઈન્દિરા અને નેહરુઃ સૌથી લાંબા સમય સુધી PM રહેવાના મામલે નેહરુ (16 વર્ષ 9 મહિના અને 12 દિવસ) પછી બીજા નંબરે ઈન્દિરા ગાંધી છે. ઈન્દિરા ગાંધી બે વખતમાં કુલ 15 વર્ષ 11 મહિના 17 દિવસ સુધી વડાંપ્રધાન રહ્યાં. ત્રીજા નંબરે મનમોહન સિંહ છે. મનમોહન સિંહ સતત 10 વર્ષ ચાર દિવસ સુધી વડાપ્રધાન રહ્યાં. PM મોદી પોતાનો કાર્યકાળ પુરો કરશે ત્યારે મનમોહન સિંહનો રેકોર્ડ તોડી દેશે.

7. ચંદ્રયાન-2એ ચંદ્રમાના ખાડાની તસવીર લીધી, જેને ઈસરોએ વિક્રમ સારાભાઈનું નામ આપ્યું

 • ચંદ્રયાન-2એ ઓગસ્ટમાં ચંદ્રમાના ખાડાની તસવીર ખેંચી. જેનું નામ ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક વિક્રમ સારાભાઈના નામે રાખવામાં આવ્યું. આ વર્ષ તેમનો જન્મ શતાબ્દી વર્ષ મનાવવામાં આવ્યો છે. ચંદ્રયાન-2એ ચાંદની કક્ષામાં એક વર્ષ પૂર્ણ કર્યું. યાન ચંદ્રના 4400થી વધુ ચક્કર લગાવી ચુક્યા છે. જેને 22 જુલાઈ 2019નાં રોજ છોડવામાં આવ્યું હતું. અને 20 ઓગસ્ટે ચંદ્રમાની કક્ષામાં પહોંચ્યું હતું.
 • 7 વર્ષ સુધી ચંદ્રના ચક્કર મારી શકે તેટલું ઈંધણઃ ઈસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-2માં એટલું ઈંધણ છે કે તે 7 વર્ષ સુધી ચંદ્રમાનું ચક્કર મારી શકે છે. તેના ઓર્બિટરમાં હાઈટેક કેમેરા લગાડવામાં આવ્યા હોવાથી ચંદ્ર પરથી જાણકારી એકઠી કરીને મોકલી શકે છે. મિશનનું લક્ષ્ય ચંદ્રની નીચલ સપાટી પર પાણીની હાજરી છે કે નહીં તેની ભાળ મેળવવાનું છે.

8. જનરલ બિપિન રાવત બન્યા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

 • જનરલ બિપિન રાવતે 1 જાન્યુઆરીએ દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)નું પદ સંભાળ્યું. આ પહેલાં તેઓ ભૂમિદળના પ્રમુખ હતા. તેમનો હોદ્દો 4 સ્ટાર જનરલનો છે. જનરલ બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958નાં રોજ થયો હતો, હાલ તેઓ 61 વર્ષના છે. 2023માં 65 વર્ષના થશે. આ દ્રષ્ટીએ તેમની પાસે CDSના પદ પર બની રહેવા માટે ઓછામાં ઓછા 3 વર્ષનો સમય છે.
 • સામ માણેક શૉને CDS બનાવવા માગતા હતી ઈન્દિરાઃ આર્મીમાં કેએમ કરિયપ્પા અને સામ માણેક શૉને ફીલ્ડ માર્શલનો રેન્ક આપવામાં આવ્યો હતો. 1971ના યુદ્ધ પછી તત્કાલીન PM ઈન્દિરા ગાંધી માણેક શૉને CDS બનાવવા માગતા હતા. ત્યારે વાયુસેના-નૌસેનાના પ્રમુખોએ વાંધો વ્યક્ત કર્યો હતો. તેમની દલીલ હતી કે તેનાથી વાયુસેના અને નૌસેનાનું કદ ઘટી જશે.

9. હોક ટીમ કેપ્ટન રાની રામપાલ બની વર્લ્ડ ગેમ્સ એથલિટ ઓફ ધ યર, આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય

 • ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાનીને જાન્યુઆરીમાં વર્લ્ડ ગેમ્સ એથલિટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો. હરિયાણાની રાની આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય છે. આ એવોર્ડ માટે લોકો વોટ કરે છે. કુલ 7 લાખ 5 હજાર 610 વોટમાંથી તેને 1 લાખ 99 હજાર 477 વોટ મળ્યા. યૂક્રેનની કરાટે ખેલાડી સ્ટેનિસલાવ હોરુના બીજા નંબરે અને કેનેડાની પાવરલિફ્ટર રિયા સ્ટિન ત્રીજા સ્થાને રહી.
 • ખેલ રત્ન અને પદ્મશ્રી એવોર્ડ મેળવનાર રાની 240થી વધારે મેચ રમી ચૂકી છે: 1980 સમર ઓલિપિક્સના 36 વર્ષ પછી 2016માં ઓલિપિક્સ માટે ભારતે ક્વાલિફાઈ કર્યું. તેનો સંપૂર્ણ શ્રેય એ લોગને જાય છે જે રાનીએ કર્યો હતો. તેના નેતૃત્વમાં ભારત ત્રીજી વાર ઓલિપિક્સમાં ક્વાલિફાઈ થયું.

10. ભારતીય વકીલ હરીશ સાલ્વે બ્રિટનની મહારાણીના સલાહકાર બન્યા

 • ઈંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વેને જાન્યુઆરીમાં પોતાના સલાહકાર તરિકે નિમ્યા છે. બ્રિટનના ન્યાય મંત્રાલયે 13 જાન્યુઆરી 2020ના વિશેષ સલાહકારોના લિસ્ટમાં તેનું નામ સામેલ કર્યું. મહારાણી એલિઝાબેથ દર વર્ષે કોમનવેલ્થ દેશોમાંથી સીનિયર એડવોકેટને પસંદ કરે છે. હરીશ સાલ્વે પણ તેનો ભાગ છે.
 • વિશ્વના સૌથી મોંઘા વકીલને પીયાનો વગાડવાનો શોખઃ હરીશ સાલ્વેનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરમાં 1956માં થયો. પિતા નરેન્દ્ર સાલ્વે કોંગ્રેસ નેતા હતા. હરિશ વિશ્વના સૌથી મોંઘા વકીલો પૈકી એક છે. તેમને પીયાનો વગાડવાનો શોખ છે. ગત વર્ષે તેઓએ કુલભૂષણ જાધવનો કેસ સંભાળ્યો હતો. આ ઉપરાંત મુકેશ અંબાણી, સલમાન ખાન, વોડાફોન અને ઈટાલીની સરકાર તેના ક્લાયન્ટ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો