તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસ્સા જિંદગીના અને જિંદગી બચાવવાના:કોરોનામાં મૃત્યુ પામનારને ધર્મ- ગુરુઓની શ્રદ્ધાંજલિ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મોરારિબાપુની ફાઇલ તસવીર - Divya Bhaskar
મોરારિબાપુની ફાઇલ તસવીર

શ્રદ્ધાંજલિ - કોરોનામાં મૃત્યુ પામનારને ધર્મ- ગુરુઓની શ્રદ્ધાંજલિ
શહેરમાં કોરોનાથી 2200થી વધુ મૃત્યુ પામનારા નાગરિકો, વોરિયર્સ માટે વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓએ શ્રદ્ધાંજલિ પાઠવી.

દિવંગતોના પરિવારોને આત્મબળ, મળે, વિશ્વ પૂર્વવત્ થાય તેવી પ્રાર્થના - મહંત સ્વામી મહારાજ, બીએપીએસ
જેમણે પ્રાણ ગુમાવ્યા છે એ તમામને હાર્દિક શ્રદ્ધાંજલિ. એ સૌના આત્માની સદગતિ માટે ભગવાન સ્વામિનારાયણ, સર્વે અવતારો, સર્વે મહાપુરુષોનાં ચરણે પ્રાર્થના કરું છું. દિવંગતોના પરિવારને આત્મબળ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરું છું.

પરમાત્મા તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી અમારી પ્રાર્થના - હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., જૈનાચાર્ય
વિકરાળ વાઇરસનો ભોગ બનેલા આવા કરોડો લોકોની આત્મા પીડા અને મોત જોઈ કોઈ કંપી જાય તે સ્વભાવિક છે. પરમાત્મા દિવંગતોના આત્માને પરમ શાંતિ આપે. તેઓ જ્યાં પણ હોય ત્યાં શાંતિ અનુભવે એ જ અમારી પ્રાર્થના.

કોરોના સામે જાગૃતિ જ મૃત્યુ પામનાર વોરિયર્સને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે - મોરારિ બાપુ, કથાકાર
કોરોના વોરિયર્સ, જેઓ મૃત્યુને ભેટ્યા છે તેમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ ફળશે કે જ્યારે આપણે કોરાના અંગે જાગૃતિ લાવીશું, આપણે સૌ માસ્કનો વધુમાં વધુ ઉપયોગ કરીશું. તેમના પરિવારજનોને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના.

કોરોનાના મૃતકોના આત્માને અલ્લાહ શાંતિ આપે તેવી દુઆ - મુફ્તી મહંમદ અરસદ કુરેશી, જમિયત-એ-ઉલમા, અમદા.
કોરોનાથી બચી ગયેલા લોકો જાગૃતિ દાખવશે તો જ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના આત્માની શાંતિ માટે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. અલ્લાહ તેમની આત્માને શાંતિ આપે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો