તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શબવાહિની સેવા:‘આજ તો સમય છે દેશ અને માનવજાત માટે કામ આવવાનો’

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભુજ પાલિકાની અગ્નિશમન શાખાના શબવાહિનીના કર્મીઓની કાબિલેતારીફ કામગીરી - Divya Bhaskar
ભુજ પાલિકાની અગ્નિશમન શાખાના શબવાહિનીના કર્મીઓની કાબિલેતારીફ કામગીરી
 • કોરોનાના પ્રથમ મૃતકની લાશ અંતિમધામે પહોંચાડીને કચેરીમાં જ 15 દિવસ થવું પડ્યું ક્વોરન્ટાઇન
 • પ્રારંભમાં મૃતકના સ્વજનો નજીક નહોતા ફરકતા પણ સમય જતા લોકોમાં પરિવર્તન આવ્યું

કોરોનાની સારવાર દરમિયાન મોત થયા બાદ મૃતકની લાશની અંતિમવિધિ કરવા સમયે સગા સંબંધી પણ સંક્રમણના ભયથી હાજર રહેતા ધ્રૂજતા હોય ત્યારે શબવાહિનીના ડ્રાઈવર અને હેલ્પ પળનાય વિલંબ વિના લાશને અંતિમધામ પહોંચાડી દેતા હોય છે. ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડ હસ્તક શબવાહિની પણ છે, જેમાં શાખા વડા અનિલ મારૂ, ડ્રાઈવર સાવન ગોસ્વામી, હેલ્પર પિયુષ સોલંકી અને મામદ જત એપ્રિલ માસથી કોરોનાની સારવાર દરમિયાન મોત થનારાની લાશને અંતિમધામ પહોંચાડવાની સેવા અવિરત આપી રહ્યા છે. એમની માનસિક સ્થિતિ જાણવા કોશિષ કરી તો એકસૂરે બોલ્યા હતા કે, ‘આજ તો સમય છે દેશ અને માનવજાતને કામ આવવાનો.’

ફાયર બ્રિગેડના વડા અનિલ મારૂએ પ્રથમ ઘટના વિશે જણાવ્યું કે, એપ્રિલ માસમાં ભુજ શહેરના જોડિયા માધાપર ગામમાં સોની પરિવારના વૃદ્ધનું રાત્રે કોરોનાની સારવાર દરમિયાન મોત થયું, જેથી મૃતકની લાશને ખારીનદીમાં અંતિમવિધિ માટે લઈ જવા અમને કહેવાયું ત્યારે ડ્રાઈવર સાવન ગોસ્વામી, હેલ્પર મામદ જતને લઈ તાત્કાલિક સ્થળ ઉપર ધસી ગયા હતા. જ્યાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. કશ્યપ બૂચ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર ઉપરાંત 2 પી.એસ.આઈ. પણ હાજર હતા. અધિકારીઓને સ્થળ ઉપર જોઈ હિંમતમાં ઓર વધારો થયો. અમને પી.પી.ઈ. કિટ પહેરાવાઈ અને લાશની અંતિમવિધિ માટે ખારીનદી સ્મશાનઘાટ પહોંચી કાર્યવાહી સંપન્ન કરી હતી.

જે કાર્યવાહીમાં ડ્રાઈવર સાવન ગોસ્વામી અને હેલ્પર મામદ જત સીધા જોડાયા હતા, જેથી તેમને તાત્કાલિક કચેરીમાં જ 15 દિવસ સુધી ક્વોરોન્ટાઈન કરી દેવાયા. પોલીસ સ્ટાફ દ્વારા બંને સમયે ટિફિન પહોંચાડવામાં આવતું હતું. ક્યારેક સ્ટાફવાળા લઈ આવતા હતા. ક્યારેક આર.એસ.એસ. અને અન્ય સામાજિક સ્વૈચ્છીક સંસ્થાઓ જમવાનું પહોંચાડી જતી હતી. એ સમય માનસિક તણાવનો હતો. કેમ કે, પ્રારંભમાં મૃતકના પરિવારના સભ્યો જ નજીક નહોતા ફરકતા. જોકે, આરોગ્ય કર્મચારીઓ પણ એમને દૂર જ રાખતા હતા.

બીજી તરફ અમારુંય ઘર પરિવાર છે એટલે ઘરના સભ્યોને સંક્રમણ થશે તો એની ચિંતા સતત સતાવતી રહેતી હતી. વળી અડોસપડોસને ખબર પડશે તો અંતર વધારી દેશે એવો ભય પણ સતાવતો હતો. બીજા સ્ટાફવાળા પણ અંતર રાખવા લાગ્યા હતા. પરંતુ, અંદરથી અવાજ આવતો કે, આજ તો સમય છે દેશ અને માનવજાતને કામ આવવાનો. પછી તો જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ મૃતક કોરોનાના દર્દીના પરિવારમાં હિંમત આવતી ગઈ અને મૃતકના પરિવારની એકાદ વ્યક્તિ અંતિમ સંસ્કાર સમયે હાજર રહેવા લાગી. એવો જ સૂર ડ્રાઈવર સાવન ગોસ્વામી, હેલ્પર પિયુષ સોલંકી, મામદ જતે વ્યક્ત કરતા કહ્યું કે, પ્રથમ ઘટના વખતે તો લોકો અમારાથી દૂર ભાગતા હતા. પરંતુ, ધીરેધીરે લોકોની માનસિકતામાં પરિવર્તન જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો