તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસ્સા જિંદગીના અને જિંદગી બચાવવાના:આ લોકોએ જીવી જાણ્યું; કોરોનામાં આ હસ્તીઓ આપણે ગુમાવી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાળકો માટે છાત્રાલયો શરૂ કરી, ગામડે ગામડે જઈ આરોગ્ય ક્ષેત્રે સેવાયજ્ઞ કર્યા- પી. પી. સ્વામી, આચાર્ય, મણિનગર સ્વામિ.ગાદી સંસ્થાન
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી કોરોનાને કારણે 15 જુલાઈએ બ્રહ્મલીન થયા હતા. 1979માં 28 ફેબ્રુઆરીએ મુક્તજીવન સ્વામીબાપાએ તેમને આચાર્ય પદે પ્રસ્થાપિત કર્યા હતા. ગામડાંનાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે અમદાવાદ, ભુજ, વડોદરા જેવા શહેરોમાં છાત્રાલય બનાવી. ગાદી સંસ્થાન દ્વારા ગામેગામ યોજાતા નાના-મોટા સમૈયામાં રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ, નિઃશુલ્ક દવાનું વિતરણ કરી જીવનભર સેવાયજ્ઞ પ્રજ્જવલિત રાખ્યો.

એન. જી. ગ્રૂપ થકી શહેરમાં પહેલી વાર બંગ્લોઝની સોસાયટીની સ્કીમ લાવ્યા - એન. જી. પટેલ, નામાંકિત બિલ્ડર
નરસિંહભાઈ ગણપતભાઈ પટેલનું મેમાં કોરોનાને કારણે નિધન થયું. તેઓ એન. જી. ગ્રૂપ થકી શહેરમાં પહેલી બંગ્લોઝની સોસાયટીની સ્કીમ લાવ્યા હતા. તેમના ગ્રૂપે સેટેલાઇટમાં ઘણા હાઈરાઇઝ બિલ્ડિંગો બનાવ્યાં છે. એન. જી. પટેલે કર્ણાવતી, રાજપથના પ્રેસિડેન્ટનો હોદ્દો અનેક વાર સંભાળ્યો હતો. એન. જી. પટેલે કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબના પ્રેસિડેન્ટનો હોદ્દો અનેક વાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેઓ બિલ્ડર એસોસિએશનના પ્રથમ પ્રમુખપદે પણ રહી ચૂક્યા હતા.

શહેરના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું, વિરોધી પક્ષે પણ સ્વીકારવું પડ્યું - બદરુદ્દીન શેખ, કોર્પોરેટર, કોંગ્રેસ
કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બદરુદ્દીન શેખનું 68 વર્ષની વયે કોરોનાથી મૃત્યુ થયંુ હતું. પ્રદેશ કોંગ્રેસમાં પ્રવક્તા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા હતા. કેન્દ્રે તેમને અજમેર ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના અધ્યક્ષ પણ બનાવ્યા હતા. તેઓ 2010માં મ્યુનિ. વિપક્ષી નેતા હતા. શહેરના વિકાસમાં તેમનું યોગદાન મહત્ત્વનું છે અને તેથી જ તેમની સ્મૃતિમાં મ્યુનિ. ભાજપે બહેરામપુરાના પાર્ટી પ્લોટને ‘શ્રી બદરુદ્દીન ગુલામુદ્દીન શેખ’ નામકરણ કર્યું હતું. શેખ તેમના સેવાકાર્યોને લીધે લોકપ્રિય હતા.

‘ચૂંટણી પછી નેતા દેખાતા નથી’ આ વાત કોર્પોરેટર ગયાપ્રસાદે ખોટી સાબિત કરી - ગયાપ્રસાદ કનોજિયા, કોર્પોરેટર, ભાજપ
હાટકેશ્વર-ભાઈપુરાના રહીશોને કોરોના મહામારીમાં સતત મદદ કરનારા કોર્પોરેટર ગયાપ્રસાદનું કોરોનાથી જ નિધન થયું. કપડાં પ્રેસ કરવાની નાનકડી દુકાન ધરાવતા ગયાપ્રસાદ આ વિસ્તારમાં 30 વર્ષથી સમાજ સેવા કરતા હતા. બે વાર ભાજપમાંથી ચૂંટાયા. સોસાયટી-ચાલીઓમાં પાણી, ગટરનાં કનેક્શનો અપાવ્યાં તથા ત્યાં આરસીસી, બ્લોક્સ નખાવડાવી વિસ્તારને સુંદર બનાવવા પ્રયાસ કર્યો. કોર્પોરેટર હતા ત્યારે પણ સવારે ત્રણથી ચાર કલાક લોકો વચ્ચે રહી સમસ્યાઓ સાંભળતા હતા.

જસ્ટિસ ઉધવાણી હંમેશાં કોર્ટમાં જુનિયર વકીલોને પ્રોત્સાહિત કરતા હતા - જી.આર.ઉધવાણી, જજ, ગુજરાત હાઈકોર્ટ
હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું 5 ડિસેમ્બરે કોરોનાથી નિધન થયું. કાપડના વેપારી પરિવારમાં જન્મ્યા, પણ વ્યવસાય વકીલાતનો શરૂ કર્યો. સ્પેશિયલ કોર્ટ (પોટા)ના એડિ. જજ, હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ રહી ચૂક્યા હતા. 2012માં હાઈકોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. તેમણે ગોધરા કાંડનો મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. મૃદુભાષી અને શિસ્તના આગ્રહી જસ્ટિસ ઉધવાણી જુનિયર વકીલોને પ્રોત્સાહિત કરતા અને જરૂરિયાતમંદોને ન્યાય મળે તે માટે સરળતાથી પક્ષકારોને સમજી શકતા હતા.

અમદાવાદને હેરિટેજ સિટીનો શિરપાવ અપાવવામાં નાયરની ભૂમિકા મહત્ત્વની - પી. કે. નાયર, ડેપ્યુટી મેનેજર, હેરિટેજ વિભાગ
શહેરની હેરિટેજ સાઇટો પ્રત્યે પોતાના પ્રેમને કારણે નિવૃત્તિ પછી પણ મ્યુનિ.માં હેરિટેજ વિભાગની મહત્ત્વની જવાબદારી સંભાળતાં પી.કે. વાસુદેવન નાયરનું 23 નવેમ્બરે કોરોનાથી નિધન થયું. હેરિટેજ વિભાગના ડેપ્યુટી મેનેજર નાયરે શહેરના તમામ દરવાજાના જીર્ણોદ્ધાર, પોળનાં મકાનો, ભદ્ર પ્લાઝા સહિતના મોન્યુમેન્ટ્સના રિસ્ટોરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. નિવૃત્તિ બાદ 2007માં અમદાવાદ હેરિટેજ સેલમાં જોડાયા હતા. તેમના કાર્યકાળમાં શહેરને હેરિટેજ સિટીનો શિરપાવ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો