તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Welcome 2021
 • The Coroner's Wife Was Comforted By Her Husband By Contacting Her On Her Mobile For An Hour And A Half At Night

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કોરોનાગ્રસ્ત પત્નીને પતિએ રાત્રે દોઢ કલાક સુધી મોબાઇલથી સંપર્ક કરી સાંત્વના આપી

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકામાં સત્તાપક્ષના બેનર હેઠળ ચૂંટાયેલા ઉષા મીઠવાણીને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતાં જ તેના પરીવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રિપોર્ટ આવ્યા બાદ તેમને હરીઓમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે જ તેમને જે સ્થળ પર સુવિધા આપવામાં આવી હતી તે પ્રથમ માળ પર અન્ય કોઇ ન હોઇ એકલવાયું લાગતા ભયથી પણ ફફડતા હતા. આથી ઉષાબેને તેમના પતિને જાણ કરી હતી. દરમિયાન પત્નીનો ફોન આવતાં જ પતિ નંદુ મીઠવાણીના જણાવ્યા મુજબ તેઓએ રાત્રે અંદાજે એક કલાકથી દોઢ કલાક સુધી લગભગ બે વાગ્યા સુધી તેમના પત્નીને મોબાઇલ થકી સંપર્ક ચાલુ રાખીને સાંત્વના આપી અને પરિવારની હુંફની ભાવનાની વાત કરી હતી. જેને લઇને કોરોના સામે હિંમત રાખીને આ મહિલાએ પ્રથમ દિવસથી નિશ્ચય કરી લીધો અને ત્યાર બાદ કોરોનાને હરાવીને ઝંપ્યા હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો