તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Welcome 2021
 • Realized The Value Of Life, Health And Savings. Many People In Navsari Who Did Not Take Care Of Their Body Till Now Are Now Giving More Importance To Health.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020 શું શીખવી ગયું?:જિંદગી, સ્વાસ્થ્ય અને બચતનું મૂલ્ય સમજાયું. નવસારીમાં અત્યાર સુધી જેમણે શરીરની કાળજી ન હતી લીધી તેવા અનેક લોકો હવે હેલ્થને સાૈથી વધુ મહત્વ આપતા થયા છે

નવસારી3 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિદાય લઇ રહેલુ વર્ષ 2020 કોરોના કાળના કારણે સમગ્ર વિશ્વ માટે કપરૂં સાબિત થયું, પરંતુ સાથોસાથ અનેક બોધપાઠ આપતું ગયું છે. અત્યાર સુધી નવસારી સહિત ગુજરાતભરમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જોઇએ તેટલા જાગૃત ન હતા, પોતાની પાછળ પરિવારનું શું થશે તે માટે જિંદગીનું મૂલ્ય પૂર્ણ રીતે આંકતા ન હતા. અચાનક રોજગારી છીનવાઇ જાય તો શું થશે તેવી ભવિષ્યની ચિંતા પણ કરતા ન હતા,

પરંતુ કોરોના કાળે લોકોને જિંદગીનું મૂલ્ય સમજાવી દીધું છે. જેના પરિણામ સ્વરૂપ અગાઉના વર્ષો કરતા આ વર્ષે 50 ટકા વધુ લોકોએ જીવન વીમા કવચ લીધુ છે. એ જ રીતે સ્વાસ્થ્ય પ્રત્યે પણ લોકોએ જાગૃતિ દાખવી ગત વર્ષ કરતા બમણા મેડિક્લેમ લીધા છે. અનલોકમાં જ્યારે જીમ બંધ હતા ત્યારે નવસારીમાં સોસાયટી સોસાયટીએ અને ફ્લેટે ફ્લેટે વિનામૂલ્યે યોગ ક્લાસ શરૂ થઇ ગયા છે. સવારે માર્ગો પર મોર્નિંગ વોકર્સ અને સાઇકલિસ્ટોની ભીડ દેખાઇ રહી છે. તેનાથી પણ વધુ સુધારો ચટાકેદાર જંકફૂડ ખાવાના શોખીન નવસારી વાસીઓએ ઇમ્યુનીટી વધારે તેવુ ઘરનું ભોજ લેવાનું શરૂ કરી દીધું છે.

જીમ બંધ હતા ત્યારે શહેરમાં 44 યોગા ક્લાસ વિનામૂલ્યે શરૂ થયા

કોરોના મહામારીને કારણે દુનિયા યોગની જરૂરિયાતને પહેલાંથી ગંભીરતાથી મહેસૂસ કરી રહી છે. જો આપણી ઇમ્યુનિટી મજબૂત હશે તો આ બીમારીને હરાવવામાં બહુ મદદ મળશે. આ વિચાર લોકોના મનમાં ઘર કરી ગયો. નવસારીમાં ઘરે ઘરે લોકોએ યોગ કરીને તન અને મનને મજબૂત બનાવ્યું. માત્ર કોરોના જ નહીં પણ અનેક રોગો સામે યોગ ખૂબ જ ઉપયોગી થયો છે. લોકોએ ફેંફસા સ્વસ્થ રાખવા પ્રાણાયમ શરૂ કર્યા.

લોકો બહાર નીકળવામાં થોડી પણ બેદરકારી ના રહે તે માટે ઘરે રહીને સવાર સાંજ પ્રાણાયમ શરૂ કર્યાં છે. ગુજરાત યોગ બોર્ડ તરફથી કોરોનામાં લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવા માટે નવસારીમાં વોર્ડ પ્રમાણે ટીમ બનાવીને 1000થી પણ વધુ લોકો જોડાયા છે. આ સિવાય લોકોએ ટીવી, યુટ્યુબ અને યોગાના વીડિયો જોઇને પણ લોકોએ યોગ કર્યા. ઓનલાઇન યોગાનો ટ્રેન્ડ પણ ઘણો પ્રચલિચ થયો છે. લોકોએ હજારોની સંખ્યામાં ઓનલાઇન જોડાઇને પોતાના સ્વાસ્થ્ય મજબૂત બનાવીને કોરોના સામે લડવાની ક્ષમતા ઉભી કરી.

જીવન વીમા અને મેડિક્લેમની પોલીસી 50 ટકા વધુ ઉતારાઇ
કોવિડ-19 ના કહેરના કારણે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમ તરફ વળ્યા છે. હેલ્થ ઈન્સ્યોરન્સ અને મેડિક્લેઈમની નવી પોલીસ ઉતારવામાં 5૦ ટકાનો વધારો થયો છે. કોરાનાના ડરથી હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમ કંપનીઓની પણ તિજોરીઓ ભરાઇ ગઇ છે. કોરોનામાં અનેક કંપનીઓએ મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સની નવી પોલીસી લોન્ચ કરી જે લોકોને ખૂબ જ ઉપયોગી બની છે. જે લોકોને વીમા કંપનીના પ્રિમિયમ મોટા લાગતા હતા તેમના માટે સ્પેશિયલ કોરોના કવચ પોલિસી લોન્ચ કરાઇ. કોરોના દર્દીઓની જરૂરિયાતોને ધ્યાને રાખી આ એક ફાયદાકારક પોલિસી તરીકે ઉભરી આવી છે. કોરોના કાળમુખી બનીને લોકોના પ્રિય પરિજનોને તો છીનવી ગયો,

પણ જેમની પાસે વીમા કવચ હતું તેમના પરિવારને આ કપરા સમયમાં વીમાએ પીઠબળ પુરૂ પાડ્યું છે. આવા આર્થિક સંકડામણના સમયમાં જો તેમને કઇ થઇ જાય તો પરિવારને ગુજરાન ચલાવવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીને પડે તે માટે પણ લોકોએ વીમો ઉતરાવ્યો. આ ઉપરાંત કોરોનાના લાંબા લચક બીલને પહોંચી વળવા લોકોએ 4 કે 6 મહિનાનો કોરોના કવચ ઉતરાવ્યો. આ વિમો લોકોમાં ખૂબ જ પ્રચલિત થયો અને આ કોરોના કવચ પોલિસી લોકો માટે આર્થિક રીતે કરોડરજ્જુ સમાન પુરવાર થઇ.

સવારે તમામ માર્ગો પર મોર્નિંગ વોકર્સ અને સાઇકલિસ્ટો દેખાય છે

કોરોના કાળમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે. દરરોજ નિયમિત કસરત માટે સાઇકલીંગને ઉત્તમ વિકલ્પ બનાવ્યો છે. તેમાં પણ કોરોનાના લીધે લોકો સવારના કે સાંજના સમયે સાઇકલીંગ માટે સાયકલ લઇ જતા. અમુક લોકો તો બાઇક કે કારનો ઉપયોગ ટાળવા દુકાને કે ઓફિસે સાઇકલ લઇને જતા થયા છે. લોકડાઉનમાં લોકોએ પોતાના ઘરના પાર્કિંગમાં કે ટેરેસ પર ચાલીને શરીરને સ્વસ્થ રાખ્યુ છે.

દિવાળી બાદ શિયાળાની ઠંડી શરૂ થતા જ લોકોએ માસ્ક પહેરીને પાર્ક, દુધિયા તળાય, લુન્સીકૂઇ જેવી જગ્યાએ જોગિંગ, રનિંગ અને કસરત કરવા જઇ રહ્યાં છે. લોકડાઉનમાં ચાલવાની સાથે સાઇકલનો પણ ક્રેઝ વધ્યો છે. બાળકોની શાળા બંધ હોવાને કારણે માતા-પિતા સવારે બાળકોની સાઇકલ પર સવાર-સાંજ ચક્કર મારવા નીકળી જતા હોય છે. કોરોના ભલે જીવલેણ હોય પણ તેણે લોકોને શારીરિક રીતે ફિટ રહેવાનું મહત્વ સમજાવી દીધું છે. કોરોનાએ સાઇકલ યુગ ફરીથી લાવી દીધો છે.

ઇમ્યુનિટી વધારવા બહારનું જંક ફૂડ ત્યજી ઘરનું સાત્વિક ભોજન લેતા થયા
ઇમ્યુનીટી વધે તે માટે આયુર્વેદિક ઉકાળા તથા હોમીયોપેથીક દવાનું સરકારે ઠેરઠેર વિતરકપ કર્યુ હતું. હજાર લાખો લોકોએ અનેક દિવસ ઇમ્યુનિટી વધારતા ઉકાળા પીધા હતા. હોમીયોપેથીક દવાનું વિતરણ પણ ધન્વન્તરી રથ મારફત કરવામાં આવ્યું હતું. હળદરવાળું દૂધ પીવાનું ઘણાએ શરૂ કર્યુ હતું. ઇમ્યુનિટી વધારવા માટે ઘણાચ લોકોએ શરીર ઉપર ઢાળ આપી જીમમાં જવાનું, કસરત વિગેરે કરવાનું પણ શરૂ કર્યુ હતું. હૂંફાળુ-અજમાવાળુ પાણીનું વરાળ લેવાનું પણ કોવીડ સમયમાં શરૂ થયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, ઇમ્યુનિટી વધારવા માટે કામચલાઉ જ ઉપાય કરવામાં આવે તે પૂરતુ નથી.

ઇમ્યુનિટી વધારે તેવા પ્રયોગો અને પગલાંને લોકો કાયમ જીવનનો ભાગ પોતાના શરીરી ઉપયોગિતા પ્રમાણે બનાવે તે પણ જરૂરી છે. હોટલ, રેસ્ટોરન્ટો અને લારીઓ બંધ થતા બહારનું ખાનારાઓને ઘરનું ભોજન લેવાની આદત પડી. કોરોનાના કારણે અઠવાડિયામાં 2 થી 3 વાર બહાર ખાતા લોકોને હવે બધું બંધ થવાના કારણે ઘરનું જ ખાવાની નોબત આવી ગઈ છે. જંક ફૂડ ખાઈને પોતાનું સ્વાસ્થ્ય બગાડવાના સ્થાને ઘરે જ બનેલા સાદગીપૂર્ણ ભોજનથી લોકોને ઘરના ખાવાની કદર થવા લાગી છે. સાથોસાથ ગૃહિણીઓએ પણ આળસ ખંખેરી નીતનવી વાનગીઓ બનાવી રસોડા ધમધમતા રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો