તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Welcome 2021
  • New Year's Party Ban In Bengaluru, Night Curfew In Mumbai, Shimla And Manali Turned The Tide On Preparations For The Celebrations

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં નવા વર્ષની તૈયારી:બેંગ્લુરુમાં નવા વર્ષની પાર્ટી પર પ્રતિબંધ, મુંબઈ, શિમલા અને મનાલીમાં નાઈટ કર્ફ્યૂએ ઉજવણીની તૈયારી પર પાણી ફેરવ્યું

2 મહિનો પહેલા
  • મુશ્કેલીઃ મોટાભાગના મોટા શહેરોમાં રાત્રીના સમયે બહાર નિકળવા પર પ્રતિબંધ, ઘરોમાં જ થશે સેલિબ્રેશન
  • મોંઘવારીઃ નિયંત્રણો ન હોવાથી ગોવામાં નવા વર્ષની સેલિબ્રેશન પડશે મોંઘુ

દેશમાં આ વખતે નવા વર્ષની ઉજવણી એટલી સરળ નહીં હોય. નવા વર્ષની ભવ્ય ઉજવણી માટે પ્રસિદ્ધ મુંબઈ, બેંગ્લુરુ, મૈસૂર અને પુડ્ડચેરીમાં અગાઉ જેવી તસવીર જોવા મળશે નહીં. સૌથી ઓછા નિયંત્રણો કે અંકૂશ ગોવામાં છે, જોકે અહીં મોંઘવારી વચ્ચે નવા વર્ષની ઉજવણી એટલી સરળ નહીં હોય.

તો ચાલો જાણીએ દેશભરના એવા શહેરો વિશે કે જે નવા વર્ષની ઉજવણી માટે પ્રસિદ્ધ છે, ત્યાની સ્થિતિ કેવી છે અને નવા વર્ષની ઉજવણી કેવી રીતે થાય છે તેનો સંપૂર્ણ અહેવાલ....

મૈસૂરઃ આતિશબાજીથી પ્રકાશિત થતો મૈસૂર પેલેસ આ વર્ષે સૂનો રહેશે

મૈસૂર પેલેસને જોવા પ્રત્યેક વર્ષે આશરે 60 લાખ પર્યટકો આવે છે. વિન્ટર ફેસ્ટીવલથી ઝગમગાતો આ પેલેસ આ વખતે શાંત છે. નાઈટ કર્ફ્યૂને લીધે અહીં ન્યૂ યર સેલિબ્રેશન નહીં થાય.

  • કર્ણાટકના મૈસૂર પેલેસમાં આ વર્ષે 24 ડિસેમ્બરથી વિન્ટર ફેસ્ટીવલનું આગમન થઈ જતુ હોય છે. આતિશબાજી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. જોકે આ વર્ષે વહિવટીતંત્રએ વિન્ટર ફેસ્ટીવલ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે. મૈસૂર હોટલ ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ સી.નારાયણ ગોડાના મતે મૈસૂરની કોઈ પણ મોટી હોટલ આ વર્ષે ન્યુ યર પાર્ટીની તૈયારી કરી રહી નથી. કર્ણાટકમાં 23 ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યુ લાગુ છે, જે 2 જાન્યુઆરી સુધી જળવાઈ રહેશે.

ગોવાઃ અહીં કડક નિયંત્રણો નથી, ન્યુ યર નિમતે 10 જેટલી ભવ્ય પાર્ટીનું આયોજન

ગોવામાં ન્યુ યર પાર્ટીનો માહોલ જોવાલાયક રહેશે. અહીં પ્રત્યેક વર્ષ 31 ડિસેમ્બરના રોજ 25 થી 30 જેટલી ભવ્ય પાર્ટીનું આયોજન થાય છે. અહીં આ વર્ષ 10 મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવશે.

  • નવા વર્ષની ગોવામાં ઉજવણી થઈ શકે છે, કારણ કે અહીં વહિવટીતંત્ર તરફથી કડક નિયંત્રણો નથી. ગોવામાં 31 ડિસેમ્બરના રોજ 10 મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રત્યેક વર્ષ અહીં 30 મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.મહામારીમાં કોઈ પણ નિયંત્રણ વગર નવા વર્ષની ઉજવણી કરવા માટે ગોવા આ વર્ષે વધારે સારું ડેસ્ટીનેશન છે.
  • પુણેની ટ્રાવેલ એજન્સી શ્રી વિનાયક હોલીડેઝના ઓનર સંતોષ ગુપ્તાના મતે નવા વર્ષ માટે ગોવા, મહાબળેશ્વર અને લોનાવલા માટે જતી કેબમાં 40 ટકા વધારો થયો છે. ટ્રાવેલ કંપની ગો આઈબીબોના તાજેતરના સરવેમાં કહેવામાં આવ્યુ છે કે 60 ટકા ભારતીય બીચ અથવા હિલ્સવાળા પર્યટન સ્થળ પર નવા વર્ષની ઉજવણી કરવા ઈચ્છે છે.

શિમલા-મનાલીઃ પાર્ટી વગર સેલિબ્રેટ કરવાનું રહેશે ન્યૂયર, નાઈટ કર્ફ્યૂમાં એક કલાકની છૂટછાટ
આ શિમલાનો માલ રોડ છે. અહીં દર વર્ષે ક્રિસમસ અને ન્યૂયરના સેલિબ્રેશનનો ભવ્ય નજારો જોવા મળે છે, પરંતુ આ વર્ષે નાઈટ કર્ફ્યૂના કારણે સન્નાટો રહેશે.

  • હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કાંગડા અને કુલ્લામાં 5 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો ટાઈમિંગ હતો, પરંતુ ક્રિસમસ પહેલાં તેમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. હવે કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી લાગે છે. અહીં દરેક પ્રકારની પબ્લિક ગેધરિંગ પર મનાઈ છે. જો તમે ન્યૂયર સેલિબ્રેટ કરવા શિમલા કે મનાલી જઈ રહ્યાં છો તો પહાડો વચ્ચે શાંતિનો સમય તો પસાર કરી શકશો, પરંતુ ન્યૂયર પાર્ટીનો જશ્ન નહીં મનાવી શકો.

મુંબઈઃ માયાનગરીમાં નાઈટ કર્ફ્યૂ વચ્ચે થશે નવા વર્ષની શરૂઆત
મુંબઈમાં 5 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. ગેટવે ઓફ ઈન્ડિયાની આજુબાજુ થનારી ઈવેન્ટ પણ આ વર્ષે નહીં થાય.

  • મુંબઈમાં નવા વર્ષની શરૂઆત નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. બૃહદમુંબઈ મહાનગર પાલિકા, એટલે કે BMCએ અહીં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ, હોટલ, બાર અને ફુડ કોર્ટ બંધ રાખવાના આદેશ આપ્યાં છે. બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન સામે આવ્યાં બાદ 21 ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યૂ લગાડવામાં આવ્યું છે, જે જાન્યુઆરી 5 સુધી લાગુ રહેશે. રાત્રે 8 વાગ્યાની પહેલાં એક જગ્યાએ વધુમાં વધુ 50 લોકો એકઠાં થઈ શકે છે.
  • પુણેમાં પણ નવા વર્ષની ગ્રાંડ પાર્ટીઝ ખાસ જોવા નહીં મળે. પુણેના એસોસિએશન ઓફ કલબ્સના અધ્યક્ષે જણાવ્યું કે 31 ડિસેમ્બરે તમામ ક્લબ સંચાલક સોશિયલ ડિસ્ટન્સિંગને જોતા મોટી પાર્ટી ઓર્ગેનાઈઝ કરવાનું ટાળી રહ્યાં છે.

બેંગલુરુઃ ન્યૂયરના જશ્ન પર પ્રતિબંધ, રાત્રે ઘરની બહાર પણ નહીં નીકળી શકાય
આ બેંગલુરુની ચર્ચ સ્ટ્રીટ છે. દર વર્ષે 31 ડિસેમ્બરની રાત્રે અહીં લોકોની ભીડ હોય છે. નાઈટ કર્ફ્યૂના કારણે આ વર્ષે અહીં ન્યૂયર સેલિબ્રેશન નહીં થાય (ફાઈલ ફોટો)

  • એમજી રોડ, બ્રિગેડ રોડ અને ચર્ચ સ્ટ્રીટમાં થનારા સેલિબ્રેશન બેંગલુરુના ન્યૂયરની ઓળખ છે. આ વર્ષે કોરોનાકાળમાં આ ત્રણેય જગ્યાઓ સૂમસામ રહેશે. બેંગલુરુ મહાનગર પાલિકાના કમિશનર મંજૂનાથ પ્રસાદે જણાવ્યું કે આ વર્ષે પબ અને રેસ્ટોરન્ટમાં થનારા તમામ ન્યૂયર સેલિબ્રેશન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. કર્ણાટક સરકાર પણ રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂયર પાર્ટીઝ પર રોક લગાડવા માટે ગાઈડલાઈડ જાહેર કરી ચુકી છે. અહીં 23 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. માત્ર જરૂરી પ્રોગ્રામ જ થઈ શકશે, જેમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

પુડ્ડુચેરીઃ નિયમોમાં થશે પાર્ટીઓ, ખુલ્લી જગ્યાઓ પર જ થશે જશ્ન
માત્ર નવું વર્ષ જ નહીં, જાન્યુઆરીમાં થનારા બીજા ફેસ્ટિવલ્સ પણ પ્રતિબંધ વચ્ચે ઉજવવામાં આવશે. ન્યૂ પાર્ટીઝ બીચના કાંઠે ખુલ્લામાં ઓર્ગેનાઈઝ કરવામાં આવશે. આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી રહેશે.

  • પુડ્ડુચેરીના બીચ રોડ પર થનારી ન્યૂયર પાર્ટી લોકલ્સની સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓનું ધ્યાન પણ ખેંચે છે. બીચ પાર્ટીઓ માટે પ્રશાસને નવી ગાઈડલાઈન લાગુ કરી છે. તમામ બીચ પાર્ટીઝના ઓર્ગેનાઈઝર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે જશ્નમાં સામેલ થનારા ગેસ્ટ્સની સંખ્યા ઓછામાં ઓછી રાખે. પાર્ટી ખુલ્લી જગ્યાઓ પર ઓર્ગેનાઈઝ કરવામાં આવશે.
  • અહીં ઓપન પાર્ટીમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત છે. મુખ્યમંત્રી વી. નારાયણસ્વામીનું કહેવું છે કે માત્ર નવું વર્ષ જ નહીં, સેની પેયરચી અને પોંગલ જેવા તહેવારો પણ કડક પ્રતિબંધ વચ્ચે ઉજવવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો