નોસ્ટ્રાડમસની 2021ની ભવિષ્યવાણી:પૃથ્વી પર મહાપ્રલય આવશે, માણસ જોમ્બી બનશે; તેમણે 2020ને મહામારીનું વર્ષ ગણાવ્યું હતું, જે સાચુ પડ્યું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતિકાત્મક ફોટો

ફ્રાંસના મહાન ભવિષ્યવેતા માઈકલ ડે નોસ્ટ્રાડમસની ભવિષ્યવાણી જેમ-જેમ વર્ષો પસાર થતા જાય છે તેમ સાચી સાબિત થઈ રહી છે. અત્યાર સુધીમાં નોસ્ટ્રાડેમસે પોતાના પુસ્તકમાં જે પણ ભવિષ્યવાણી લખી છે તે પૈકી 70 ટકા સાચી સાબિત થઈ છે. સેંકડો વર્ષો પહેલા નોસ્ટ્રાડમસે લેસ પ્રોફેસીસ નામના એક પુસ્તક મારફતે ભવિષ્યવાણી કરી હતી. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ વર્ષ 1555માં પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકમાં કુલ 6338 ભવિષ્યવાણી છે, જે પૈકી મોટાભાગની સાચી સાબિત થઈ છે.

વર્ષ 2021માં જોમ્બી બનશે માનવીઃ રશિયાનો એક વૈજ્ઞાનિક એવા બાયોલોજીકલ હથિયાર અને વાઈરસ વિકસાવશે જે માનવીને જોમ્બી બનાવી દેશે. આ રીતે માનવ પ્રજાતિનો સર્વનાશ થઈ જશે. બાયોલોજીકલ હથિયાર અત્યારે સમગ્ર વિશ્વ માટે જોખમી બની ગયા છે. કોરોના વાઈરસને લીધે જે નુકસાન થઈ રહ્યું છે તેનું ઉદાહરણ આપી સામે જ છે. નિષ્ણાતોનું માનવું છે કે કોરોના વાઈરસ ચીનની લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે અને ભારે નુકસાનનું હથિયાર બની ગયું છે. નોસ્ટ્રાડમસના મતે આ વખતે રશિયામાં વિકસિત કરવામાં આવેલ એક નવો વાઈરસ માનવીના સર્વનાશનું કારણ બનશે.

વર્ષ 2021માં પૃથ્વી પર મહાપ્રલય- નોસ્ટ્રાડમસના મતે દુષ્કાળ, ભૂકંપ, વિવિધ પ્રકારની બીમારીઓ તથા મહામારી વિશ્વના અંતના પ્રથમ સંકેત હશે. વર્ષ 2020માં કોરોના વાઈરસની મહામારી તેની શરૂઆત માની શકાય છે. વર્ષ 2021માં એક એવી ઘટના બનશે કે જેનો સામનો વિશ્વએ અગાઉ ક્યારેય કર્યો નહીં હોય. વિશ્વની વસ્તીનો એક મોટો હિસ્સો આ તબાહીથી બચી શકશે નહીં. 2021માં સુર્યની તબાહી પૃથ્વી પર નુકસાનનું કારણ બની શકે છે. જળવાયુ પરિવર્તનથી યુદ્ધ તથા ટકરાવ જેવી સ્થિતિનું સર્જન થશે. સંશાધનો માટે વિશ્વમાં ઝઘડા શરૂ થશે અને લોકો અન્યત્ર જવા મજબૂર બનશે.

વર્ષ 2021માં પૃથ્વી સાથે ધુમકેતુ ટકરાશે-નોસ્ટ્રાડમસે પૃથ્વી સાથે ધુમકેતુ ટકરાશે તેવી વાત પણ કરી છે, જે ભૂકંપ તથા અનેક પ્રકારની કુદરતી આપદાનું કારણ બનશે. પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કર્યા બાદ આ ઉલ્કાપાત મોટા પ્રમાણમાં ઉર્જા પેદા કરશે. આકાશમાં આ નજારો 'ગ્રેટ ફાયર' જેવો હશે.

આશ્ચર્યની વાતે એ છે કે NASAના વૈજ્ઞાનિકો અગાઉ એક મોટો ધુમકેતુ પૃથ્વી સાથે અથડાય તેવી દહેશત વ્યક્ત કરી ચુક્યા છે. વૈજ્ઞાનિકોના મતે 2009 KF1 નામનો એક એસ્ટેરોયડ 6 મે 2021ના રોજ પૃથ્વીને ટકરાય તેવું જોખમ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઉલ્કાપિંડની શક્તિ વર્ષ 1945માં હિરોશિમા પર અમેરિકા દ્વારા ફેકવામાં આવેલ પરમાણુ બોમ્બ કરતા આશરે 15 ગણો વધારે હશે.

વર્ષ 2021માં કોરોનાની સ્થિતિ- નોસ્ટ્રાડમસે વર્ષ 2020ને મહામારીનું વર્ષ ગણાવ્યું હતું. આ સંજોગોમાં તેમના દ્વારા વર્ષ 2021ને લગતી ભવિષ્યવાણીને નજર અંદાજ કરી શકાય તેમ નથી. આમ પણ UKમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેસ મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ જોવા મળે છે.

બ્રેન ચિપ-માનવ જાતીને બચાવવા માટે અમેરિકાના સૈનિકો દિમાગી સ્તર પર સાઈબોર્ગ્સની માફક બદલી નાંખવામાં આવશે. આ માટે બ્રેન ચિપનો ઉપયોગ કરવામાં આવશે. આ ચિપ માનવીના માથાની બાયોલોજીકલ ઈન્ટેલિજન્સને વધારવાનું કામ કરશે. એટલે કે આપણે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સને આપણી બુદ્ધિ અને શરીરમાં સામેલ કરશું.

કેલિફોર્નિયામાં ભૂકંપ- અત્યાર સુધી નોસ્ટ્રાડમસને પ્રાકૃતિક આપદા અને મહામારીને લઈ જે પણ ભવિષ્યવાણી કરી છે તે સચોટ સાબિત થઈ છે. આ દ્રષ્ટિએ વર્ષ 2021 વધારે ભયાનક સાબિત થઈ શકે છે. વિશ્વના કોઈ પણ ભાગમાં ભૂકંપને લીધે ભારે નુકસાન થઈ શકે છે. એક પ્રલયકારી ભૂકંપ 'ન્યૂ વર્લ્ડ'ને તબાહ કરી દેશે. કેલિફોર્નિયાને તેનું લોજીકલ પ્લેસ કહી શકાય છે. જ્યાં આ ઘટના બની શકે છે.

ભવિષ્યવાણીની કેટલી અસરઃ આ ભવિષ્યવાણીઓને વૈજ્ઞાનિકો વિશેષ પ્રાધાન્યતા તો આપતા નથી. પણ નોસ્ટ્રાડમસ અંગે સંશોધન કરનારનું માનવું છે કે આગામી વર્ષ અનેક મુશ્કેલીથી ભરેલુ હોઈ શકે છે. આ દાવામાં કેટલી હકીકત છે એ તો આગામી વર્ષમાં જ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...