તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શહેરમાં 60 ટકા વિસ્તારમાં ગટરલાઇન પૂરી પાડવા માટે બાકરોલ સીમમાં નવો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગામમાં ગટરલાઇનનું કામ પણ કેટલાંક વિસ્તારોમાં પૂર્ણ થઇ ગયું છે. પરંતુ એસટીપી પ્લાન્ટ સાથે કનેશનનું જોડાણ છેલ્લા છ માસથી ટલ્લે ચઢયું છે.તેના કારણે લોકોને આજે પણ ગટર સુવિધાનો લાભ મળ્યો નથી. જોકે 2021માં આ પ્લાન્ટ શરૂ થવાની તૈયારીમાં છે.
]પેટલાદ રેલવે ઓવરબ્રીજનું કામ ખોરંભે
ખંભાત-નડીઆદ રોડ પેટલાદ રેલ્વે લાઇન પર આવેલ રેલ્વે ફાટક પર કરોડોના ખર્ચે રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાર વર્ષ અગાઉ હાથધરવામાં આવી હતી.જેનીઅવધિ પણ પૂર્ણ થઇ ગઇ છે. રેલ્વે અને રાજય સરકાર વચ્ચે પ્રોજેકટ અટવાઇ ગયો છે.તેના કારણે એક વર્ષથી તેનું કામ ખોંરભે પડયું છે.
ભાલેજ ઓવરબ્રીજની લોલીપપ ચાર વર્ષથી કામગીર શરૂ ન થઇ
ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે કુંજરાવ સારસા માર્ગ પર રેલ્વે ફાટક આવેલો છે.જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી.જેથી ચારવર્ષ અગાઉ સરકાર અને રેલ્વે તંત્ર દ્વારા ભાલેજ રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.તે માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. ત્યારબાદ ફાટકની બંને બાજુના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ કોઇ કારણસર કામ હાથ ધરાયુ જ નથી.તેના કારણે વાહનચાલકોમાં ગણગણાટ જોવા મળે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.