તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Welcome 2021
  • GDP India: Auto Tourism Airline Companies Losses; Coronavirus Impact | Sector Wise Performance India 2020 Updated | Year Ender 2020 Latest News Update

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020માં બધું બદલ્યું:દરેક સેક્ટર પર માર, તેમ છતાં ન માની હાર, થિયેટર બંધ થયા તો OTT પર આવ્યા, સ્ટેડિયમમાં રોબોટ બેસાડ્યા, પણ રમ્યા જરૂર

4 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક

દેશની GDP હોય કે સામાન્ય વ્યક્તિ માટે એન્ટરટેઈનમેન્ટ, 2020માં દરેક સેક્ટર પર કોરોનાની ગંભીર અસર પડી છે. મહિનાઓ સુધી થિયેટરો બંધ રહ્યા. ટૂરિઝ્મ ઈન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ. ઓટોથી એવિએશન સુધી, દરેક જગ્યાએ કોરોનાની માઠી અસર જોવા મળી રહી છે. પરંતુ આ મુશ્કેલ વર્ષમાં પણ આપણે કેટલાક નવા રસ્તા શોધી કાઢ્યા. કેટલાક એવા પગલા લેવામાં આવ્યા જે નવી આશા અને વિશ્વાસને જગાવે છે.

આવો જાણીએ એન્ટરટેઈનમેન્ટ, ઓટો, હેલ્થ, એજ્યુકેશન, ઈકોનોમી, ટૂરિઝ્મ અને સ્પોર્ટ્સ સેક્ટર માટે ગત વર્ષ કેવું રહ્યું અને આ સેક્ટર્સમાં આવનાર વર્ષથી શું આશા છે...

1. એન્ટરટેઈન્મેન્ટઃ થિયેટરો ખુલે કે ન ખુલે, આપણે તો OTTની વ્યવસ્થા કરી લીધી

  • આ વર્ષે બોક્સ ઓફિસની આવક માત્ર 826 કરોડ રૂપિયા થઈ છે. ગત વર્ષે 5,000 કરોડથી વધારે આવક થઈ હતી, એટલે કે 84 ટકા ઓછી થઈ. ઓવર-ધ-ટોપ એટલે કે OTTનું રેવેન્યુ આ વર્ષે 21,800 કરોડ રૂપિયા થઈ શકે છે. OTTનું રેવેન્યુ આ વર્ષે 26 ટકા વધવાનો અંદાજ છે.
  • OTTના સબસ્ક્રાઈબર 47 ટકા વધ્યા. બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમ (BIF)ના અનુસાર, લોકડાઉન દરમિયાન OTT પર 65% કન્ટેન્ટ ગામડાઓમાં જોવામાં આવ્યું.
  • OTT પર મોટા બજેટની ફિલ્મોનો માત્ર ખર્ચ નીકળ્યો તો નાની ફિલ્મોને લાભ થયો.
  • અક્ષય કુમારની 'લક્ષ્મી'ના ડિજિટલ રાઈટ્સ 125 કરોડમાં વેચાયા હતા, જ્યારે અક્ષયની ફી જ લગભગ 100 કરોડ (સાઈનિંગ અમાઉન્ટ+ પ્રોફિટ શેરિંગ) હતી. ત્યારબાદ બીજા આર્ટિસ્ટ્સ અને ફિલ્મની ટીમની ફી.
  • 25 કરોડમાં બનેલી 'લૂડો' એ 35 કરોડમાં રાઇટ્સ વેચી દીધા હતા. તેવી જ રીતે વિદ્યા બાલનની 'શકુંતલા દેવી' નું બજેટ પણ 25થી 30 કરોડની આસપાસ હતું અને તેના ડિજિટલ રાઇટ્સ 40 કરોડમાં વેચાયા હતા.

આગળ શુંઃ 2022 સુધી OTTનું રેવેન્યુ 33,800 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્થિતિમાં માર્ચ 2021 પહેલા કોઈ સુધારો થવાની આશા નથી.

2. ઇકોનોમી: ઘટી પણ ઝડપથી તેજી આવશે

  • જીડીપી 4 વર્ષથી ઘટી રહ્યો હતો. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 18% ઘટવાનો અંદાજ હતો. પરંતુ તે ઘટીને 23.9% થયો છે.
  • પહેલા ત્રિમાસિકગાળામાં એગ્રીકલ્ચર જ એકમાત્ર એવું સેક્ટર હતું જેમાં 3.4%નો વધારો થયો હતો. અન્ય તમામ સેક્ટરમાં ઘટાડો થયો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 39.3% ઘટાડો થયો હતો.
  • બીજા ત્રિમાસિકગાળામાં જીડીપીમાં 12% ઘટાડો થવાનો અંદાજ હતો. પરંતુ તે ઘટીને 7.5% થયો છે. આ વખતે એગ્રીકલ્ચરમાં 3.4% અને મેન્યુફેકચરિંગમાં 0.6%નો વધારો થયો હતો.

આગળ શું: SBIના જણાવ્યા મુજબ, સમગ્ર 2020-21 દરમિયાન દેશના જીડીપીમાં 7.4%નો ઘટાડો થઈ શકે છે. અગાઉ આ અંદાજ 10.9% હતો. પરિસ્થિતિ સુધારવા લાગી છે. પરંતુ IMFનું કહેવું છે કે, ભારતીય અર્થવ્યવસ્થાને કોરોનાકાળ પહેલાની સ્થિતિમાં પહોંચવા 2થી 3 વર્ષનો સમય લાગી શકે છે.

3. ઓટો સેક્ટરઃ મોંઘી નહીં તો સસ્તી, પણ ગાડી તો ખરીદીશું જ

  • પહેલેથી જ 15 મહિનાની મંદી હતી. પછી લોકડાઉન થઈ ગયું. પાર્લિયામેન્ટ્રી પેનલનો રિપોર્ટ જણાવે છે કે, લોકડાઉનમાં ઓટો ઇન્ડસ્ટ્રીને દરરોજ આશરે રૂ. 2,300 કરોડનું નુકસાન થયું.
  • સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM)ના જણાવ્યાનુસાર, દેશમાં જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં ટૂ-વ્હીલર્સ અને ફોર-વ્હીલરના વેચાણમાં ભારે ઘટાડો થયો હતો. પરંતુ ઓગસ્ટથી તેજીની શરૂઆત થઈ.
  • આ વર્ષે ઓગસ્ટથી નવેમ્બર સુધીમાં 70.61 લાખ ટૂ-વ્હીલર્સ અને 10.61 લાખ ફોર-વ્હીલર્સ વેચાયાં છે. વર્ષ 2019માં 63.37 લાખ ટુ-વ્હીલર્સ અને 9.28 લાખ ફોર વ્હીલર્સ વેચાયાં હતાં. એટલે કે, આ 4 મહિનામાં 11% ટુ-વ્હીલર્સ અને 14% ફોર-વ્હીલર્સ વધુ વેચાયાં છે.

આગળ શું: અમેરિકાની કન્સલ્ટન્સી ફર્મ અર્બન સાયન્સના જણાવ્યા મુજબ, દેશમાં હવે 10 લાખથી ઓછી કિંમતના વાહનોની ડિમાન્ડ રહેશે. 20 લાખ રૂપિયાથી ઉપરની ગાડીઓની ડિમાન્ડ ઓછી થશે. વર્ષ 2021ના ત્રીજા ક્વાર્ટર પછી જ પરિસ્થિતિમાં સુધારો થવાની ધારણા છે.

4. ટૂરિઝમ: આ વખતે તો ઓછા ટૂરિસ્ટ આવ્યા, 2 વર્ષમાં બધું ઠીક થઈ જશે

  • દર વર્ષે એક કરોડથી વધુ વિદેશી પ્રવાસીઓ દેશની મુલાકાત લેતા હતા. પરંતુ આ વખતે ફક્ત 24.62 લાખ લોકો જ પહોંચ્યા.
  • આ વર્ષે વિદેશી પ્રવાસીઓથી 44,203 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી, જ્યા ગયા વર્ષે 2.11 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.
  • કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના જણાવ્યા અનુસાર, વર્ષ 2020-21માં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને 72,000 કરોડ રૂપિયાથી લઇને 1.58 લાખ કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે.

આગળ શું: ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસ્ક મેનેજમેન્ટનો અંદાજ છે કે, ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને વર્ષ 2019ના લેવલ પર પહોંચવામાં વર્ષ 2022 સુધીનો સમય લાગી શકે છે.

5. એવિએશન: એરલાઈન કંપનીઓને નુક્સાન તો થયું, આગામી 4 વર્ષમાં ફરી ઉડાન ભરશે

  • દેશમાં દર વર્ષે આશરે 14 કરોડ ડોમેસ્ટિક અને 6 કરોડ ઈન્ટરનેશનલ પેસેન્જર્સ બાય એર ટ્રાવેલ કરે છે.
  • એક્સપર્ટ હર્ષવર્ધનનું કહેવું છે કે, એવિએશનના ઈતિહાસમાં પ્રથમ વાર પાયલટ્સની નોકરી ગઈ છે.
  • ક્રિસિલ પ્રમાણે, 2020થી 2022 સુધી ઈન્ડિયન એરલાઈન્સ કંપનીઓને 1.3 લાખ કરોડનું નુક્સાન થઈ શકે છે.
  • લોકસભામાં સરકારે જણાવ્યું કે, એપ્રિલથી જૂન 2020 સુધી દેશની અરલાઈન્સ કંપનીઓને 21,866 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.

આગળ શું: IATA (ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન), ACI (એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ) અને ICAO (ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન)નું અનુમાન છે કે દુનિયાભરની એવિએશન ઈન્ડસ્ટ્રીને 2019ના લેવલે પહોંચતા આગામી 3થી 4 વર્ષનો સમય લાગી શકે છે.

6. એજ્યુકેશન: ઓનલાઈન ભણશે ઈન્ડિયા, તો જ આગળ વધશે ઈન્ડિયા

  • ચીન પછી ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સ્કૂલ નેટવર્ક છે. કોરોનાને લીધે 15 લાખથી વધારે સ્કૂલ બંધ થઈ છે. 32 કરોડથી વધારે બાળકો પર તેની અસર થઈ છે.
  • સરકાર અને UGCએ મળી ઓનલાઈન કોર્સિસ, e-PG પાઠશાળા, સ્વયંપ્રભા, યુટ્યુબ ચેનલ, શોધગંગા, e-શોધ ગંગા, વિદ્વાન, દીક્ષા, e-પાઠશાળા જેવા ઓનલાઈન પ્લેટફોર્મ શરુ કર્યા છે.
  • કેટલીક સમસ્યા પણ થઈ કારણ કે 27% બાળકો પાસે ન તો સ્માર્ટફોન હતો કે ન તો લેપટોપ. તો 33% બાળકો ઓનલાઈન ક્લાસ દરમિયાન અભ્યાસ પર ધ્યાન આપી શકતા નહોતા. મેથ્સ અને સાયન્સ જેવા વિષયો સમજવામાં મુશ્કેલી થઈ.
  • નવી શિક્ષણ નીતિમાં ઓનલાઈન એજ્યુકેશન પર Online and Digital Education: Ensuring Equitable Use of Technology નામનું નવું ચેપ્ટર ઉમેરવામાં આવ્યું.

આગળ શું: inc42 પ્રમાણે, આગામી 5 વર્ષમાં દેશમાં એજ્યુકેશન ટેક્નોલોજીનું માર્કેટ 3.7 ગણું વધી શકે છે. 2020માં એજ્યુકેશન ટેક્નોલોજીનું માર્કેટ 2.8 અબજ ડોલર હતું, જે 2025 સુધી 10.4 અબજ ડોલર સુધી પહોંચવાની આશા છે.

7. હેલ્થ: ઈમ્યુનિટી માટે આદુનો ઉપયોગ 21.6% વધ્યો

  • સર્વે એજન્સી aipalette પ્રમાણેમ જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 31%લોકોએ હેલ્ધી ખોરાક પસંદ કર્યો, જ્યારે 30% લોકોએ ટેસ્ટને મહત્ત્વ આપ્યું.
  • 2020માં લોકોના ભોજનમાં 27.5% શાકભાજી અને 13.4% ફળ વધ્યા. બધાનું ધ્યાન ઈમ્યુનિટી વધારવા પર હતું આથી આદુનો ઉપયોગ 21.6% અને અશ્વગંધાનો ઉપયોગ 31.7% વધ્યો.
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના એક્સપર્ટ ડૉ. હરીશ ભાકુનીએ જણાવ્યું કે, કોરોના ટાઈમમાં લોકોએ ગરમ અને તાજું ભોજન ખાધું. ઠંડુ પાણી પીવાનું બંધ કર્યું. તેની અસર ગળાથી લઈને પેટ સુધી થઈ. તેમનું ભોજન સરળતાથી પચી ગયું અને શરદી-ઉધરસ-તાવનું જોખમ પણ ઓછું થયું.
  • લોકડાઉનમાં લોકોને જંક ફૂડ ના મળ્યું. સંક્રમણથી બચવા માટે લોકોએ એકબીજા વચ્ચે અંતર જાળવ્યું. નોનવેજ પણ ઓછું ખાધું.
  • વિયરેબલ પ્રોડક્ટ્સ બનાવનારી કંપની GOQii પ્રમાણે, લોકડાઉન દરમિયાન 70% લોકોએ ઘરે જ ભોજન કર્યું, જ્યારે 19% લોકોએ મહિનામાં એકવાર બહાર ભોજન કર્યું.

આગળ શું?: હવે લોકો બહાર હોટેલ-રેસ્ટોરાંમાં ભોજન કરવાને બદલે ઘરે જ ભોજન ઓર્ડર કરશે. સાથે જ હાઈજીનનું પણ ધ્યાન રાખશે.

8. સ્પોર્ટ: નિયમ બદલાયા અને દર્શકોની જગ્યાએ રોબોટ બેઠાં

  • સોશિયલ ડિસ્ટન્સ માટે દરેક રમતમાં ખેલાડીઓને ભેગા થઈને જશ્ન મનાવવા પર પ્રતિબંધ મૂક્યો. ક્રિકેટમાં બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. આ વર્ષે IPL તો થઈ, પરંતુ દર્શકો વગર. મેચ દરમિયાન ફોર કે સિક્સ વખતે રેકોર્ડેડ અવાજનો ઉપયોગ કર્યો.
  • જર્મનીમાં 16 મેના રોજ ફૂટબોલ મેચ થઇ, તેમાં ગોલ કર્યા પછી પ્લેયર્સે ગળે ભેટીને જશ્ન મનાવવાને બદલે કોણી સ્પર્શ કરી. ડેન્માર્કની ડેનીશ સુપરલીગ દરમિયાન સ્ટેડિયમમાં ટીવી સ્ક્રીન લગાવી. તેના પર એપ દ્વારા લાઈવ મેચ જોઈ રહેલા ફેન્સ દેખાડવામાં આવ્યા.
  • તાઈવાનમાં પણ ચાઇનીઝ લીગ દરમિયાન ફેન્સના કટઆઉટ અને ડમી મૂક્યા. દર્શકોની જગ્યાએ રોબોટ બેસાડવામાં આવ્યા. ચીયરલીડરે પણ રોબોટ સામે પરફોર્મ કર્યું. ટોક્યો ઓલિમ્પિક્સ 2021 સુધી લંબાવવામાં આવ્યું.

આગળ શું? IPLમાં શરુ થયેલો બાબુ-બબલનો ટ્રેન્ડ 2021માં રહી શકે છે. બાયો બબલ એટલે કે ખેલાડીઓને હોટેલની બહાર આવવા-જવાની અનુમતિ હોતી નથી. જો કે, અમુક દેશોએ દર્શકોને સ્ટેન્ડમાં હાજર રહેવાની મંજૂરી આપી છે. ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝમાં દર્શકો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો