તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોચો હમને ક્યા ખોયા ઔર ક્યા પાયા...:કોરોના કાળે ભણતર ભલે બગાડ્યું પણ ગણતરના પાઠ શીખવાડ્યાં

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસરાઇ ગયેલા આયુર્વેદનું લોકોને મહત્વ સમજાયું
આયુર્વેદિક ડો.નરેશ ધાનાણીએ કહ્યું હતું કે, પોતાના સ્વાસ્થ્ય માટે કદી સમય નહીં કાઢનારા અને એલોપેથી દવા પી ને તરત જ ઈલાજ કરનારા તમામ લોકો કોરોના બાદ ઘરગથ્થુ દાદીમાના કાઢા અને આયુર્વેદિક દવા પાછળ વળીને હવે રોગ પ્રતિકારક વધારવા માટે કામે લાગ્યા. ભારત દેશના મૂળ ખજાના આયુર્વેદને વિસરી ગયેલી આપણી પ્રજા મહામારીના સમયે ફરી પાછી મૂળ સંસ્કૃતિ તરફ વળી. વિદેશમાં નિકાસ થતી આયુર્વેદ દવાઓનો માત્ર દેશમાં વપરાશ વધ્યો.

કોરોના કાળે બચત-કરકસરના પાઠ ભણાવ્યાં
કોરોનાના કારણે ઘર ચલાવવા માટે પૈસાની અછત વચ્ચે લોકોને બચતનું મહત્વ સમજાયું છે. તેમજ બિનજરૂરી થતા પરિવારના ખર્ચાઓ પર કાપ મૂકીને લોકો પરિવારને ચલાવતા થઇ ગયા છે. લોકડાઉન પહેલા લોકો બિન જરૂરી ખર્ચ કરીને પોતાના પૈસાનો જે લોકો વ્યય કરતા હતા તે તમામ હવે કરકસર કરી રહ્યા છે. કોરોનાએ લોકોને કરકસર અને બચતના પાઠ શીખવ્યા છે અને આ બચત ભવિષ્યમાં તેમને ફાયદો કરાવશે.

જળ, જમીન અને વાયુ સ્વચ્છ બન્યાં
પ્રકૃતિ પ્રેમી જયપ્રકાશ મહેતાએ જણાવ્યું હતું કે, સતત પ્રદૂષિત રહેતી નદીઓ,હવા,વાતાવરણ કોરોના બાદ એક દમ સ્વચ્છ બન્યા છે. મિલોમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીના કારણે નદીઓ પ્રદુષિત થતી અટકી,બીજી બાજુ જળ,જમીન અને વાયુ આ તમામ શુદ્ધ અને સ્વચ્છ બન્યા છે.ઓઝોન લેયર પણ હવે પુરાવા લાગ્યું છે.લાખો કરોડો ખર્ચીને જે કામ સરકાર ન કરી શકી તે લોકડાઉનના એક માસમાં જ થઇ જતા પ્રકૃતિ પણ જાણે કે સોળે કળાએ ખીલી છે.

સેવાભાવી સંસ્થાઓએ ભૂખ્યાની જઠરાગ્નિ ઠારી
રામરોટી પરિવારના સંચાલક પ્રેમચંદ લાલવાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે કેટલાય પરિવારો કામ ધંધા બંધ થવાના કારણે બે ટાઈમ પેટનો ખાડો પૂરવા માટે પણ વલખાં મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઇ હતી. ત્યારે શહેરની સેવાભાવી સંસ્થાઓએ ગરીબ, બેઘર અને મધ્ય્મ વર્ગના લોકો માટે બે ટંક ભોજનના ભંડારાઓ શરૂ કરીને તેમના પેટના ખાડા પૂર્યા. કોરોનાએ લોકોના મનમાં કરુણા, પ્રેમ, લાગણી અને જીવદયા જગાવી છે.

લોકડાઉનમાં પરિવારની હૂંફની કિંમત સમજાઇ
વિભાજીત પરિવારો મહામારીમાં એક થયા. કામ ધંધા બંધ થતા લોકોએ મજબૂરીમાં પણ ઘરે રહેવુ પડ્યું. જેથી મા-બાપને પોતાના સંતાનો સાથે રહેવાનો મોકો મળ્યો. ટ્રેનો-બસોના સમયે સતત કામની દોડાદોડમાં ભાગતા લોકોને હવે ઘરોમાં રહેવાથી પરિવારની વેલ્યુ સમજાઈ. કેટલાય પરિવારો તૂટતાં બચ્યા અને કેટલાય સંબંધો સુધરી ગયા. કોરોના વેકેશનના કારણે માતા-પિતાને દીકરાએ, પત્નીને પતિએ, દીકરીને પપ્પાએ સુવર્ણ સમય ફાળવ્યો.

પ્રજાના હિતમાં પોલીસનું કડક વલણ
પોલીસે કોરોનામાં મોરચો સાંભળીને લોકોને રસ્તે નીકળતા અટકાવીને ઘરોમાં બંધ કર્યા, સરકારના જાહેરનામાઓ, કાયદાનું કડકપણે પાલન કરાવવામાં પોલીસનો મોટો રોલ રહ્યો છે. પોલીસ મિત્રોએ પણ લોકોની દરેક રીતે મદદ કરી. કોરોનાના કારણે પ્રજા અને પોલીસની વચ્ચે એક સેતુ બન્યો છે. પોલીસે લોકોના હિતમાં લોકો સામે કડક વલણ અપનાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો