તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Welcome 2021
 • Whether It Is The Tallest Residential Tower Or Water Airports With Sea Planes, This 10 Mega Project Will Change The Image Of India.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલકમ 2021:સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર હોય કે સી-પ્લેનવાળા વોટર એરપોર્ટ્સ, ભારતની તસ્વીર બદલી નાંખશે આ 10 મેગા પ્રોજેક્ટ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

2020ના વર્ષને ભલે ઈતિહાસના પાનાઓમાં કોરોનાના નામે યાદ કરવામાં આવે પરંતુ રામ ભક્તોને આ વર્ષ રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો તે રીતે તો ચોક્કસ યાદ રહેશે. જ્યારે પણ ભારતીય સંસદ ભવનનો ઇતિહાસ વાંચવામાં આવશે ત્યારે 2020ના વર્ષને યાદ કરવું જ પડશે.

આ જ રીતે આવનાર વર્ષ(2021)ને વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ, મુંબઈમાં દેશની સૌથી ઉંચી રેસિડેન્શિયલ ઈમારતોનું કામ પુરુ થવા માટે યાદ કરવામાં આવશે. નવું વર્ષ મુંબઈમાં અરબ સાગરમાં બની રહેલા શિવાજી સ્મારકને ખોલવાનું સાક્ષી પણ બની શકે છે.

2020માં દેશના પ્રથમ સી-પ્લેને ઉડાન ભરી. આવી ઉડાનો માટે દેશમાં 10 વોટર એરોડ્રામ એટલે કે નદી, તળાવ કે ડેમ પર એરપોર્ટ બનાવવામાં આવશે. 2020માં અંદમાન નિકોબારમાં ત્રણ આવા વોટર એરપોર્ટનું કામ શરૂ થઈ ચૂક્યું છે.

તો ચાલો જાણીએ આવા 10 મેગા પ્રોજેકટ્સ વિશે, જે દેશની તસ્વીર બદલી નાંખશે.
રામ મંદિરમાં નહિ હોય કોઈ જોઈન્ટ, લાગશે 10 હજાર કોપર પ્લેટ

અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થઈ ચૂક્યો છે. કામની શરૂઆત 1200 પિલર લગાવવાથી થવાની હતી. હાલ આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી ગુવાહાટી, આઈઆઈટી ચેન્નાઈ, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટીટયુટ રૂરકીના વર્તમાન અને રિટાયર્ડ વૈજ્ઞાનિક અને પ્રોફેસર, ટાટા અને લાર્સન એન્ડ ટુબ્રાના સૌથી એક્સપર્ટ લોકોની ટીમ નવી ટેકનીક પર કામ કરી રહી છે. જાન્યુઆરી 2021માં મંદિરનો પાયો ખોદાવાનો છે.

 • રામમંદિર વર્ષો સુધી સારું રહે તે માટે તજજ્ઞોએ મંદિર નિર્માણમાં સળિયા અને લોખંડનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. આ કારણે સમગ્ર દેશના લોકોને કોપર પ્લેટ અને રોડ દાન કરવાની અપીલ કરવામાં આવી હતી.
 • મંદિર નિર્માણમાં 10 હજાર કોપરની પ્લેટ્સ લગાવવામાં આવશે. તે 18 ઈંચ લાંબી, 30 એમએમ પહોંળી અને 3 એમએમ મોટી હશે. દાન આપનાર તેની પર પોતાનું નામ લખીને મોકલી શકે છે.
 • લોકોની માંગણી હતી કે એવું મંદિર બને જે લગભગ 1000 વર્ષ સુધી ટકી રહે. જોકે મંદિર નિર્માણમાં લાગેલી લાર્સન એન્ડ ટુબ્રો અને ટાટા કન્સ્લ્ટન્સીએ આ અંગે હાથ અધર કરી દીધા. હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે 300-400 વર્ષની ગેરેન્ટી આપે તો પણ સારું છે.

નવા સંસદના નિર્માણ પર રહેશે નજર

10 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની આધારશીલા મૂકી છે. સોશિયલ મીડિયા પર પહેલેથી જ તેના નિર્માણ પર ચર્ચા ચાલુ છે. સાથે જ દેશના 69 પૂર્વ અમલદારોએ પીએમ મોદીને પત્ર લખીને આ પ્રોજેક્ટને લઈને સવાલો કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં પોજેક્ટને લઈને દાખલ અરજીઓ પર હાલ સુનાવણી થવાની બાકી છે. આ દરમિયાન સતત ઝાડના શિફ્ટિંગ પર સુપ્રીમ કોર્ટની નારાજગી પછી કેન્દ્રએ સુનાવણી પુરી ન થવા સુધી કોઈ પણ પ્રકારનું નિર્માણ કે શિફ્ટિંગ ન કરવાનું આશ્વાસન આપ્યું છે.

 • નવા સંસદ ભવનનું નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. તેમાં નવા સંસદ ભવન સિવાય 3 કિલોમીટરમાં કેન્દ્રીય મંત્રાલયો માટે સરકારી બિલ્ડિંગ, ઉપરાષ્ટ્રપતિ માટે નવું એનક્લેવ, પીએમઓ અને પીએમ આવાસમાં ઘણા નિર્માણ થશે.
 • આ પ્રોજેક્ટ અંતર્ગત સંસદ, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, ઉપરાષ્ટ્રપતિનું ઘર, નેશનલ મ્યુઝિયમ, નેશનલ આર્કાઈવ્ઝ, ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ, ઉદ્યોગ ભવન, બીકાનેર હાઉસ, હૈદરાબાદ હાઉસ, નિર્માણ ભવન અને જવાહર ભવનના સંપૂર્ણ વિસ્તારને રેનોવેટ કરવામાં આવશે.
 • આ પ્રોજેક્ટને કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ એટલે કે CPWD લગભગ 13450 કરોડમાં પુરો કરશે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ ગયા પછી નવા ભવનમાં સંસદીય સત્ર ચાલવાની આશા છે.

શિવાજી સ્મારક પર આવી શકે છે નિર્ણય, અંતિમ ચરણમાં છે કામ

અરબ સાગરમાં લગભગ 15 એકરના ટાપુ પર લગભગ 696 ફુટ ઉંચુ શિવાજી સ્મારક બનીને તૈયાર થનાર છે. મુંબઈની ગિરગાંવ ચૌપાટીની નજીક સમુદ્રમાં લગભગ દોઢ કિલોમીટર અંદર ટાપુ પર બની રહેલા સ્મારકને જોવા માટે એક જ સમયે 10 હજાર લોકો આવી શકે છે. જોકે મોનસૂનના સમયે અરબ સાગર થઈને સ્મારક સુધી પહોંચવાની રીત પર વિવાદ થયા પછી મહારાષ્ટ્ર સરકારનું કામ હાલ અટક્યું છે. શિવાજી સ્મારકના નિર્માણમાં 1900 કરોડનો ખર્ચ થયો છે. મોનસુન દરમિયા ટાપુ તરફ જઈ રહેલી એક મોટરબોટ ઉંધી વળી જતા એક શખ્સનું મોત થયું છે. આ વિવાદ પછી કામ અટકી ગયું છે. હવે ત્યાં એક ટનલ બનવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

 • શિવાજી સ્મારકના નિર્માણમાં 1900 કરોડનો ખર્ચ થયો છે.
 • મોનસુન દરમિયાન ટાપુ તરફ જઈ રહેલી એક મોટરબોટ ઉંધી વળી જતા એક વ્યક્તિનું મોત થયું છે. તેની પર વિવાદ પછી કામ અટકી ગયું છે. હવે અહીં ટનલ બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
 • આ સ્મારકના નિર્માણ માટે મહારાષ્ટ્રની તમામ નદીઓમાંથી પાણી લાવવામાં આવ્યું હતું. સાથે જ શિવાજીના કિલ્લામાંથી માટી પણ મંગાવવામાં આવી હતી.

અંતિમ સ્ટેજમાં પહોંચી જશે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કનું કામ

મુંબઈને નવી મુંબઈ સાથે જોડવા માટે 22 કિલોમીટર લાંબા પુલનું નિર્માણ કામ 2021ના અંતિમ તબક્કામાં પહોંચી જશે. પુલનો 16.5 કિલોમીટર ભાગ સમુદ્રમાં અને 5.5 કિલોમીટર જમીન પર હશે. તેને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક નામ આપવામાં આવ્યું છે. આ પુલ માટે 2200 પિલર બનાવવામાં આવી રહ્યાં છે. તે શિવાજી મેમોરિયલ પ્રોજેક્ટનો એક ભાગ છે.

 • આ ભારતનો સમુદ્રમાં બનનાર સૌથી લાંબો પુલ હશે. તેને બનવામાં 10 કરોડ રૂપિયાનું રિવર સર્ક્યુલર મશીન લગાવવામાં આવ્યું હતું.
 • હાલ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં એક કલાક સુધીનો સમય લાગી શકે છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પછી આ અંતર 20થી 25 મિનિટમાં કાપી શકાશે.
 • મુંબઈ ભારે ટ્રાફિકની સમસ્યાનો અંત આણવામાં આ લિન્ક મોટી ભૂમિકા ભજવશે. 6 લેનવાળા આ પુલ પર 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ કાર દોડી શકે છે.

જોર પકડશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરી રહેલી કંપની L&Tને 25 હજાર કરોડનું કામ કરવાનો આર્ડર મળ્યો છે. 2021માં ગુજરાતના વાપીથી વડોદરાની વચ્ચે હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાનું શરૂ થઈ જશે.

 • આ પ્રોજેક્ટની શરૂઆત 237 કિલોમીટરના વાપી-વડોદરા કોરિડોરથી થશે. આ પ્રોજેક્ટમાં કુલ 508 કિલોમીટરનો કોરિડોર બનવાનો છે.
 • પ્રોજેક્ટ પર કુલ 1.08 લાખ કરોડનો ખર્ચ આવશે. હાલ કેન્દ્ર સરકારે 25 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
 • પ્રોજેક્ટના રૂટમાં આવનારા ઝાડને કાપવાના સ્થાને તેને શિફ્ટ કરવામાં આવશે.

નવી દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન પર કામ શરૂ થશે

2021માં નવી દિલ્હીથી વારાણસીની વચ્ચે હાઈસ્પીડ રેલ કોરિડોરનું કામ શરૂ થઈ જશે. સર્વે શરૂ થયો છે. જાપાનના પીએમ શિંજો આબેના 2015ના વારાણસી પ્રવાસે પહેલા જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કરાર થયા હતા.

 • નવી દિલ્હીથી વારાણસીનું અંતર લગભગ 865 કિલોમીટર છે. આ રૂટ પર 300 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડશે બુલેટ ટ્રેન.
 • નવી દિલ્હીથી વારાણસીનો પ્રવાસ અઢી કલાકમાં પૂર્ણ થશે. તેમાં વચ્ચે મથુરા, આગ્રા,કાનપુર અને પ્રયાગરાજ આવશે.
 • નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એટલ કે NHRCL ભૂમિ અધિગ્રહણ અને પર્યાવરણ સંરક્ષણ પર કામ કરી રહ્યું છે.

કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા ઘાટ સુધી સીધો રસ્તો

વારાણસીમાં 2009થી ચાલી રહેલા કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું કામ 2021માં પુરુ થઈ શકે છે. તેમાં કાશી વિશ્વનાથ મંદિરથી લલિતા, જલાસેન અને મણિકર્ણિકા ઘાટ સુધી બાબાનું ધામ વસાવવામાં આવી રહ્યું છે. તેમાં લગભગ 50261 વર્ગ મીટરમાં 24 નવી બિલ્ડિંગ બનાવવા અને 63 નાના-નાના મંદિરોમાં રિનોવેશન કામ ચાલી રહ્યું છે.

 • 50,261 વર્ગ મીટર વાળા કોરિડોરનો 70 ટકા હિસ્સો ખાલી રહેશે. માત્ર 30 ટકામાં કલ્ચરલ સેન્ટર, વૈદિક કેન્દ્ર, જપ-તપ ભવન વગેરે બનશે.
 • કોરિડોર ક્ષેત્રમાં કોઈ ઈમારત કાશી વિશ્વનાથ મંદિરથી ઉંચી નહિ હોય. કાશી વિશ્વનાથ સિવાય આ ક્ષેત્રમાં 63 અન્ય મંદિર રહેશે.
 • કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર બનાવવાનો ખર્ચ 345.27 કરોડ રૂપિયા સુધી પહોંચશે. તેને ઓગસ્ટ 2021 સુધી પુરી થવાની શકયતા છે.

ચાર ધામ પ્રોજેક્ટ પર ટકી છે લાખો મુસાફરોની નજર

ઉતરાખંડનો ચારધામ પ્રોજેક્ટ 2021નાં અંતિમ તબક્કામાં પહોંચી શકે છે. પ્રોજેક્ટ અંતર્ગત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનેત્રી પરસ્પર જોડાઈ રહ્યાં છે. તેના માટે 889 કિલોમીટરનો હાઈવે બની રહ્યો છે. નવા રસ્તાઓ, સુરંગો અને નવા પુલો બનાવવાની સાથે જૂના રસ્તાઓને પહોંળા કરવાનું કામ 2020માં પુરું થવાનું હતું. જોકે પર્યાવરણના નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ પછી કામ અટકી ગયું.

 • ઋષિકેશથી ઘારાસુ થતા ગંગોત્રી, યમુનોષી, રૂદ્રપ્રયાગ થઈને કેદારનાથ અને બદ્રીનાથને જોડનાર આ હાઈવે યોજનાનો ખર્ચ 12,000 કરોડ રૂપિયા છે.
 • 2016માં પીએમ મોદીએ તેનો શિલાન્યાસ કર્યો હતો.
 • હાલ પર્યાવરણના ઉલ્લંઘનને લઈને થઈ રહેલી ફરિયાદોને પગલે કામ અટકેલું છે. પરિવહન મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલય હલ શોધી રહ્યાં છે.

2350 કરોડમાં બનીને તૈયાર થયું છે ભારતનું સૌથી ઉંચું રેસિડેન્શિયલ ટાવર

2021ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતની બે સૌથી ઉંચી રેસિડેન્શિયલ ઈમારતોમાં ગ્રાહકોને પઝેશન મળવાનું શરૂ થઈ જશે. મુંબઈના લોઅર પરેલમાં સ્થિત વર્લ્ડ વન ટાવર અને વર્લ્ડ વન વ્યુ ટાવર 76-77 ફલોરના છે. તેની ઉંચાઈ 935 ફુટ છે. મુંબઈમાં 78 પાર્કની એક ઈમારત ધ પાર્ક પણ છે. તેની ઉંચાઈ 879 ફુટ છે. બીજી તરફ 2020માં અમેરિકામાં વિશ્વની સૌથી ઉંચી રેસિડેન્શિયલ ઈમારત તૈયાર થઈ ગઈ છે.

 • વર્લ્ડ વન પહેલા 117 ફલોર અને 1450 ફુટ ઉંચું બનવાનું હતું, જોકે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી પરવાનગી ન મળવાથી 76 માળનું જ બન્યું.
 • વર્લ્ડ વન ટાવરને 17.5 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. તેને બનાવવામાં 2350 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. તેને લોધા ગ્રુપે બનાવી છે.
 • વિશ્વની સૌથી ઉંચી રિસિડેન્શિયલ ઈમારત ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્ક ટ્રાવરમાં છે. તે 131 માળ અને 1549 ફુટ ઉંચી છે.

ઝડપથી બનશે વોટર એરપોર્ટ્સ, સી-પ્લાનના પહેલા મુસાફર હતા વડાપ્રધાન મોદી

ઓક્ટોબર 2020માં ભારતમાં સી-પ્લેન સેવા શરૂ થઈ છે. તેના પહેલા મુસાફર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા. તેઓ ગુજરાતના અમદાવાદથી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગયા હતા. 200 કિલોમીટરની આ મુસાફરી સી-પ્લેનથી 45 મિનિટમાં પુરી થઈ હતી. રોડમાં આ મુસાફરી 4થી 5 કલાકમાં થાય છે. પ્રથમ સી-પ્લેન સેવા પછી હવે ભારતમાં વોટર એરપોર્ટ્સ બનાવવાના પ્રોજેક્ટમાં ગતિ આવી છે.

ભારતમાં કુલ 10 વોટર એરપોર્ટ્સ બનાવવાના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. સરદાર સરોવર ડેમ અને સાબરમતી રિવર ફ્રન્ટના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. ઓરિસ્સાના ચિલ્કા લેક, અંદમાન નિકોબારના લોન્ગ આઈલેન્ડ, સ્વરાજ આઈલેન્ડ અને શહીદ આઈલેન્ડ પર પણ વોટર એરપોર્ટ્સ બનાવવાનું કામ ચાલુ છે. અંદમાન નિકોબારના ત્રણ વોટર એરપોર્ટ્સ બનાવવાનો કુલ ખર્ચ 50 કરોડ છે. તેનું નિર્માણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો