તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Welcome 2021
  • Adikham Gujarati Yeast Amidst Excruciating Pains; If The Workers Migrated In The Lockdown, Then The Restraint Of The Bride And Groom Was Tested.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું શીખવી ગયું 2020?:વસમી વેદનાઓ વચ્ચે અડીખમ ગુજરાતી ખમીર; લોકડાઉનમાં શ્રમજીવીઓએ સ્થળાંતર કર્યું તો કેટલાયે લગ્નો ન યોજાતા વર-વધુના સંયમની પરીક્ષા થઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દર વર્ષની જેમ 2020નો આરંભ પણ ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓ સાથે થયો હતો. વર્ષની શરૂઆતના બરાબર એક દિવસ પહેલા એટલે કે 2019ની 31 ડિસેમ્બરે ચીનના વુહાન શહેરમાં કોરોનાના કેસ સામે આવ્યા. 2020ના અંત સુધીમાં વિશ્વમાં કોરોનાથી 17 લાખથી વધુ, ભારતમાં દોઢ લાખથી વધુ તથા ગુજરાતમાં 4 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ એક બીમારીએ આખા વર્ષ દરમિયાન સમાજ, અર્થતંત્રનું ચિત્ર ધરમૂળથી બદલી નાખ્યું. લાખો પરિવાર તબાહ થયા, હજારો લોકો નોકરી-રોજગાર વિહોણા થયા છતાં પણ 2020નું આ વસમુ વરસ માનવજાતને ક્યારેય ન ભૂલવા જેવા અમૂલ્ય બોધપાઠ શીખવતું ગયું છે.

લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં કામ કરતા લાખો શ્રમિકોએ પરિવાર સાથે પગપાળા સ્થળાંતર કર્યું હતું
લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં કામ કરતા લાખો શ્રમિકોએ પરિવાર સાથે પગપાળા સ્થળાંતર કર્યું હતું

મળેલા જીવ શ્રમજીવીઓનું સ્થળાંતર
લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં કામ કરતા લાખો શ્રમિકોએ પરિવાર સાથે પગપાળા સ્થળાંતર કર્યું હતું. આ ઘટનાક્રમે દેશના ભાગલાની યાદો તાજી કરી દીધી હતી. અમદાવાદમાં પત્નીને ખભે તેડીને જતા શ્રમિક પતિની આ તસવીર અત્યંત ચર્ચાસ્પદ બની હતી.

સુરેન્દ્રનગરના સ્મશાનગૃહમાં કોરોનાને લીધે જીવ ગુમાવનાર લોકોના અંતિમસંસ્કાર કરાયા હતા
સુરેન્દ્રનગરના સ્મશાનગૃહમાં કોરોનાને લીધે જીવ ગુમાવનાર લોકોના અંતિમસંસ્કાર કરાયા હતા

કલંક સ્મશાનગૃહમાં કોરોના મૃતકોના અસ્થિઓ લેવા પણ કોઈ આવ્યું નહીં
મહામારી દરમિયાનની આ તસવીર વર્ષો સુધી આપણને ધ્રુજાવતી રહેશે. સુરેન્દ્રનગરના સ્મશાનગૃહમાં કોરોનાને લીધે જીવ ગુમાવનાર લોકોના અંતિમસંસ્કાર કરાયા હતા. પણ કોરોનાનો ભય એટલો હતો કે અંતિમસંસ્કાર બાદ મૃત સ્વજનોના અસ્થિઓ લેવા માટે પણ પરિવારજનો આવ્યા નહીં.

સુરતમાં નદીમાં બરફ પધરાવવાથી કોરોનાના કોપથી બચી શકાય છે એવી અંધશ્રદ્ધાને પગલે લોકો તાપીમાં બરફ પધરાવવા દોડ્યા હતા
સુરતમાં નદીમાં બરફ પધરાવવાથી કોરોનાના કોપથી બચી શકાય છે એવી અંધશ્રદ્ધાને પગલે લોકો તાપીમાં બરફ પધરાવવા દોડ્યા હતા

અંધશ્રદ્ધા આવા દૃશ્યો પણ જોવા મળ્યાં
સુરતમાં નદીમાં બરફ પધરાવવાથી કોરોનાના કોપથી બચી શકાય છે એવી અંધશ્રદ્ધાને પગલે લોકો તાપીમાં બરફ પધરાવવા દોડ્યા હતા.

મોદીએ આરોગ્યવન, એકતા ક્રુઝ જેવા આકર્ષણોનું ઉદ્ઘાટન કર્યું હતું
મોદીએ આરોગ્યવન, એકતા ક્રુઝ જેવા આકર્ષણોનું ઉદ્ઘાટન કર્યું હતું

પક્ષીઓ સાથે પીએમ કેવડિયાની મુલાકાતે વડાપ્રધાન મોદી
ઓક્ટોબરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયાની મુલાકાત લઈને 100 કરોડથી વધુ કિંમતના 11 પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પક્ષીઓ સાથેની વડાપ્રધાનની આ તસવીર ચર્ચાસ્પદ બની હતી. મોદીએ આરોગ્યવન, એકતા ક્રુઝ જેવા આકર્ષણોનું ઉદ્ઘાટન કર્યું હતું.

બહુ ગાજેલી સી-પ્લેન સેવાનું આખરે ઓક્ટોબરના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
બહુ ગાજેલી સી-પ્લેન સેવાનું આખરે ઓક્ટોબરના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

તરતું આકર્ષણ સી-પ્લેન ઉડ્યું, તર્યું અને પછી સ્થિર થઈ ગયું
બહુ ગાજેલી સી-પ્લેન સેવાનું આખરે ઓક્ટોબરના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોદી પોતે પ્લેનમાં સવાર થયા હતા. સી પ્લેન માત્ર 50 મીનીટમાં અમદાવાદથી કેવડિયા પહોંચાડી દેશે એવો દાવો કરાયો હતો. જો કે વાજતેગાજતે શરૂ થયેલી આ સેવા થોડા જ દિવસોમાં બંધ કરી દેવામાં આવી હતી.

કોરોનાએ લગ્નોને પણ બહુ ભારે અસર કરી. વારેઘડીયે બદલાતા નિયમો અને લૉકડાઉન-અનલૉકના ચક્કરમાં લગ્નો અટવાતા રહ્યા
કોરોનાએ લગ્નોને પણ બહુ ભારે અસર કરી. વારેઘડીયે બદલાતા નિયમો અને લૉકડાઉન-અનલૉકના ચક્કરમાં લગ્નો અટવાતા રહ્યા

પ્રસંગ-તહેવાર હવે યજમાન નક્કી કરે એ જ મહેમાન
ગરબા વિનાની નવરાત્રી, સ્કૂલ વિનાના ક્લાસ, મહેમાનો વિના લગ્ન

ઇતિહાસમાં પહેલીવાર ગરબા વિનાની નવરાત્રી ગુજરાતીઓએ જોઇ. ગરબા ના થવાના કારણે ગુજરાતીઓએ રજાળવેલો સંયમ દાદને પાત્ર હતો. નવરાત્રીમાં ગરબા ના થવાના કારણે અનેક વ્યવસાયોને પણ સીધી અસર થઇ હતી. કલાકારોથી માંડી ગારમેન્ટ ઉઘોગ, ખાણીપીણી ઉઘોગને પણ અસર થઇ હતી. ગત આખું વર્ષ વિધાર્થીઓ માટે સ્કૂલ ગયા વિના જ ક્લાસ ચાલતા રહ્યા જે હજૂપણ ચાલી રહ્યા છે. ઓનલાઇન ક્લાસ બાળકો અને શિક્ષકો બન્ને માટે સાવ નવો વિષય હતો એટલે જેમ-જેમ શીખતા ગયા તેમ-તેમ ભણતા ગયા. બંધ સ્કૂલ્સ અને ઓનલાઇન ક્લાસને કારણે ફીના મુદ્દાનો વિવાદ પણ ચાલતો રહ્યો. કોરોનાએ લગ્નોને પણ બહુ ભારે અસર કરી. વારેઘડીયે બદલાતા નિયમો અને લૉકડાઉન-અનલૉકના ચક્કરમાં લગ્નો અટવાતા રહ્યા. ક્યારેક 50 તો ક્યારેક 100ની હાજરીની મંજૂરીના સમાચાર ચમકતા રહ્યા. હજૂ પણ કોરોનાની મહાજાળમાં લગ્નો અટવાઇ રહ્યા છે. કોરોનાના કારણે લગ્નોમાં પણ ટ્રેન્ડ બદલાતા રહ્યા.

ગૌરવ સિંહોના વિચરણ ક્ષેત્રમાં સતત વધારો નોંધાયો
ગીરમાં એશિયન સિંહોની સંખ્યા 5 વર્ષમાં 523થી વધી 674 થઈ
ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહોની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 29 ટકા વધારો થયો છે. 2015ની ગણતરીમાં સિંહોની સંખ્યા 523 હતી જે 2020મા વધીને 674 પહોંચી ‌છે. સિંહોની વસ્તીમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો વધારો છે. દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ વખતે કોવિડ-19ની સ્થિતિમાં સિંહોની વસ્તી ગણતરી કરી‌ શકાઈ નહોતી. આ વખતે 5 અને 6 જૂનના રોજ પૂનમ‌ અવલોકન પધ્ધતિ હાથ ધરાઈ હતી. કુલ 674મા 161 નર, 260 માદા, 45 નર પાઠડા, 49 માદા‌ પાઠડા, 22 વણઓળખાયેલ‌ા પાઠડા, 137 સિંહબાળ છે. 2015મા સિંહોનું વિસ્તરણ ક્ષેત્ર 22000 ચો.કિમી. હતું જે વધીને 2020મા 30000 ચો.કિમી. થયું છે. વિસ્તરણ ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષમાં 36 ટકાનો વધારો છે. 1990મા વિસ્તરણ ક્ષેત્ર 6600 ચો.કિમી. હતું. સિંહોના વિચરણ ક્ષેત્રમાં વધારો થયો એ સાથે ગીર પ્રવાસનમાં પણ વધારો થયો છે. આ વરસે લૉકડાઉન ખુલ્યા બાદ ગીર તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો.

આરોગ્ય ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ, સફાઈ કર્મચારી સહિતના કોરોના વોરિયર્સે જીવના જોખમે ફરજ નિભાવી
મહામારીમાં અતૂટ રહી ફરજનિષ્ઠા, કોરોના વોરિયર્સે રંગ રાખ્યો...

રાજ્યમાં અત્યાર સુધી 2.40 લાખ કરતાં પણ વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 2.26 લાખથી વધારે દર્દીઓ તો સાજા પણ થઇ ગયા છે. 4280નાં મૃત્યુ થયા છે. 9.40 લાખથી પણ વધારે ટેસ્ટ થયા છે. બેથી 2000 કેસ થતાં 23 દિવસ (2000 કેસ), 2000થી 20000 કેસ સુધી 38 દિવસ (18000 કેસ) , 20000થી 200000 કેસ (180000 કેસ) સુધી 127 દિવસ થયા હતા. 19 માર્ચના રોજ રાજ્યમાં કોરોનાના પહેલાં બે કેસ આવ્યા હતા. આજે કેસની સંખ્યા 2.40 લાખ પહોંચી ગઇ છે. અમુક ડૉક્ટર્સ સહિત ઘણા કોરોના વૉરિયર્સ પણ કોરોનાનો ભોગ બન્યા. વર્ષના અંતે સારી વાત એ છે કે કોરોના કેસોની સંખ્યામાં અને દરરોજ થતા મોતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વેક્સિનેશનની તૈયારીઓ શરૂ થતાં પણ આશાવાદ સર્જાયો છે.

9 માસમાં કેસનો આંકડો 2.40 લાખ પહોંચ્યો
અત્યાર સુધીના આંકડા

કુલ કેસ2.40 લાખ
એક્ટિવ કેસ10435
રીકવર226969
મૃત્યુ4279
ટેસ્ટ9402182

આ રીતે થતો ગયો કોરોનાના કેસોમાં વધારો માત્ર 9 મહિનામાં કેસો 2થી વધી 2 લાખ થયા

તારીખકેસની સંખ્યા
19 માર્ચ2
28 માર્ચ50
12 એપ્રિલ500
2 મે5000
16 મે10000
17 જૂન25000
21 જુલાઇ50000
3 સપ્ટેમ્બર100000
10 ઑક્ટોબર150000
4 નવેમ્બર175000
24 નવેમ્બર200000

અર્થતંત્ર દેશનું 35 ટકા વિદેશી રોકાણ ગુજરાતમાં થયું
કોરોનાકાળમાં જ ગુજરાતમાં સૌથી વધુ 1.19 લાખ કરોડ વિદેશી રોકાણ

કોરોના મહામારીના સંકટના કારણે ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં ઘટ્યું હતું. જોકે, જુલાઇથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં ગુજરાતે વિેદેશી રોકાણ મામલે રેકોર્ડ બ્રેક કર્યો છે. એપ્રિલથી જૂન સુધી માત્ર રૂપિયા 3055 કરોડ રોકાણ હતું તો બીજા ક્વાર્ટરમાં 1.16 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 1.38 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. દેશમાં કુલ રોકાણના 35 ટકા વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું છે.

બેન્કોમાં 25 હજાર કરોડ ડીપોઝિટ વધી, કુલ 7.86 લાખ કરોડની થાપણો થઈ
ગુજરાતની બેન્કોમાં 7.86 લાખ કરોડની ડીપોઝિટ છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના આંકડાઓ મુજબ, રાજ્યના 33 જિલ્લાઓમાંથી 5.40 લાખ કરોડ સાથે 70 ટકા ડીપોઝિટ તો 7 જિલ્લાઓમાં જ છે. અમદાવાદ જિલ્લો 2.11 લાખ કરોડ સાથે સૌથી આગળ છે જ્યારે રૂપિયા 750 કરોડ સાથે ડાંગ સૌથી ઓછી ડીપોઝિટ ધરાવતો જિલ્લો છે. ચાર મહાનગરવાળા જિલ્લાઓેને બાદ સૌથી પહેલો નંબર કચ્છ જિલ્લાનો છે. કચ્છમાં 39 હજાર કરોડ ડીપોઝિટ છે.

ડીસાના સદરપુરા ગામના વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. જો કે સગા પુત્રો અંતિમક્રિયા માટે ન આવતા આરોગ્યકર્મચારીઓે અંતિમવિધિ કરી હતી.
ડીસાના સદરપુરા ગામના વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. જો કે સગા પુત્રો અંતિમક્રિયા માટે ન આવતા આરોગ્યકર્મચારીઓે અંતિમવિધિ કરી હતી.

સમાજ પુત્રો પિતાનો અગ્નિસંસ્કાર કરવા આવ્યા નહીં
સંબંધની ખરી કસોટી થઈ, પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડરના કેસ વધ્યાં

ડીસા તાલુકાના સદરપુર ગામના શંકરભાઇ હીરાભાઈ પરમારને શ્વાસની તકલીફ અને ફેફસાં બગડી જતા તેમનું મોત નિપજ્યું હતું. જેથી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મૃતકની નજીકના ચાર માણસોને સાથે રાખીને તેમની અંતિમ વિધિ કરવાની હતી તે માટે આરોગ્ય વિભાગે પાલનપુર સિવિલ ખાતે મૃતકની સાથે રહેલા તેમના ભાઈ અને પુત્રનો સંપર્ક કર્યો હતો જોકે તેઓ ફોન સ્વીચ ઓફ કરીને ત્યાંથી દૂર જતા રહ્યા હતા.અમદાવાદની એક મહિલા દીકરીના કહેવાથી હિંમતનગર સારવાર માટે ગઈ. મહિલાનાં મૃત્યુ પછી દીકરીએ માતાનું મોં જોવા પણ ઇનકાર કરી દીધો. લૉકડાઉનમાં એક જ પરિવારના 4 પેઢીના 80 સભ્યે 5 રાજ્યમાં એકસાથે હાઉસી રમી. લૉકડાઉન પરિવારને ફળ્યું. આ કિસ્સાઓ કોરોનાની સારી અને ખરાબ અસરોનાં પ્રતીક છે. આરોગ્યની અસરો સાથે જ સામાજિક અને માનસિક અસરો ઘણી થઈ હોવાના દાખલા છે. ભારતીય પરંપરામાં મજબૂત ગણાતી કુટુંબ વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે. લૉકડાઉનના સમયગાળામાં વ્યક્તિના જીવનમાં પરિવારનાં મહત્ત્વનાં બંને પાસાં સામે આવી ગયાં. પરિવારની સાચી પરીક્ષા થઈ. કુદરતી હોનારતોની જેમ રોગનો ભરડો પણ સમાજને છિન્નભિન્ન કરી નાખે છે. આપણે ભૂતકાળમાંથી શીખતાં નથી. કોરોનાના ડરે લોકોએ પરિવારના સભ્યોને પણ તરછોડ્યા. આ ‘કોરોના સ્ટીગ્મા’ છે. મોટા પ્રમાણમાં આની અસર થઈ છે. કોરોના વોરિયર્સને પણ તેનો સામનો કરવો પડ્યો અને સમાજના તિરસ્કારનું કેન્દ્ર બન્યા. કુદરતી કે માનવસર્જિત હોનારતોની જેમ કોરોનામાં પણ ‘પોસ્ટ ટ્રોમેટિક ડિસઑર્ડર’ના કેસ આવી રહ્યા છે.

મહામારીથી આ 5 સારા-નરસા બદલાવ
પૉઝિટિવ અસર

  • સમયનો સદુપયોગ વધ્યો
  • આંતરિક ક્ષમતાઓ ખીલી
  • બાળકોને વાલીઓએ સમય આપ્યો
  • દૂરનાં સગાં પણ નજીક આવ્યાં
  • કામની પદ્ધતિઓ બદલાઈ

નેગેટિવ અસર

  • એન્ગ્ઝાઇટી, ડિપ્રેશન
  • ફ્રી હોવું, આર્થિક સંકડામણ
  • રીલેશનશિપમાં સમસ્યા
  • ઊંઘ, ભૂખનું ચક્ર બદલાયું
  • બાળકોની જીદનું પ્રમાણ વધ્યું

વિદાય : મોભીઓ, મોવડીઓની અલવિદા

  • કેશુભાઇ પટેલ
  • અહેમદ પટેલ
  • ફાધર વાલેસ
  • મહેશ કનોડિયા
  • નરેશ કનોડિયા
  • અભય ભારદ્વાજ

20 કહેવતોમાં 2020ની 20 શીખામણો

  • પહેલું સુખ તે જાતે નર્યા : આરોગ્યપ્રદ ભોજન, જીવનશૈલી હવે પહેલી પ્રાથમિકતા.
  • પહેલો સગો પાડોશી : લૉકડાઉનમાં પાડોશીઓ જ મદદે આવ્યા. હવે એ જ ખરા સ્વજન.
  • ટીપે ટીપે સરોવર ભરાય : બચતો વધારીશું જેથી આપત્તિના સમયે મુશ્કેલી ના પડે.
  • રામ રાખે તેણે કોણ ચાખે : ગંભીર બીમારી હોય તો પણ હિંમત અતૂટ રાખવી.
  • ઝાઝા હાથ રળિયામણાં : મદદ માટે હંમેશા આગળ આવવું. વિના સહકાર નહીં ઉદ્ધાર.
  • ચેતતો નર સદા સુખી : માસ્ક અવશ્ય પહેરવું અને સાવધા રહેવું જેથી ચેપ ના લાગે.
  • ઉતાવળે આંબા ના પાકે : વેક્સિન માટે ધીરજ રાખીશું, સુચનાનું પાલન કરીશું.
  • સંગ તેવો રંગ : ડિસ્ટન્સિંગ રાખીશું જેથી ચેપ લાગે નહીં.
  • હસે તેનું ઘર વસે : હસતા રહેવું એ કપરા સમયની જડીબુટ્ટી.
  • પારકી આશ સદા નિરાશ : ઘર, નોકરી કે બિઝનેસ હોય આત્મનિર્ભરતા એ આજનો મંત્ર.
  • કાળા માથાનો માનવી ધારે તે કરે : માણસ પ્રતિકૂળ સંજોગોમાં પણ તે રસ્તો કાઢવા સમર્થ છે.
  • ધાર્યું ધણીનું થાય : આફત આવે ત્યારે ચિંતા કરવાથી, હતાશ થવાથી કશું વળતું નથી.
  • ડાંગે માર્યા પાણી જુદાં ન પડે : પરિવારમાં સંપ હશે તો કોઈ પણ આફતનો સામનો કરી શકાશે.
  • પછેડી લાંબી હોય એટલા જ પગ કરાય : ક્ષમતા પ્રમાણે જ ખર્ચ કરવો નહીંતર કપરી સ્થિતિમાં મુશ્કેલી પડશે.
  • મન હોય તો માળવે જવાય : સ્કૂલ-કોલેજો ઉઘડવામાં ભલે સમય લાગશે પણ અભ્યાસ-ભણતર અટકશે નહીં.
  • રોગ અને શત્રુ ઉગવા જ ડામવા પડે : કોરોનાની બીમારી અને ચીનની ઘૂસણખોરીનો દાખલો સામે છે. ઉગતા ડામવાએ જ સાચો ઉપાય.
  • ધરતીનો છેડો ઘર : ઘરમાં રહીશું તો સુરક્ષિત રહીશું. લૉકડાઉનનો મોટો બોધપાઠ
  • જાત મહેનત ઝિંદાબાદ : ઘરના કામ કે અંગત કામો માટે નોકર, બીજા લોકો પર નિર્ભર રહેવા કરતા જાતે જ કરી લેવાનું બહેતર.
  • ઝાઝા રસોઈયા રસોઈ બગાડે : ઓછા લોકો, ઓછા ખર્ચમાં પણ લગ્ન થઈ શકે છે. જો પ્રસંગોમાં વધારે લોકોને આમંત્રિત કરીને ભીડ કરવી એ સૌના આરોગ્યને સંકટમાં મૂકવા સમાન છે.
  • 20 કુંભાર કરતા ગધેડા ડાહ્યા : વૉટ્સએપ, સોશિયસલ મીડિયા પર ફરતા મેસેજોનો ભરોસો કરવો નહીં. સાચી, અધિકૃત માહિતી, સમાચારો પર જ વિશ્વાસ કરવો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો