તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદમાં 17મી માર્ચે કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો અને જેમ જેમ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા, તેમાં એક કરતાં વધુ બીમારીઓ ધરાવતા સિનિયર સિટીઝનો માટે કોરોના વાઇરસ જીવલેણ સાબિત થઈ રહ્યો હતો ત્યારે જીવનસંધ્યાના વડીલોએ કોરોનાને હરાવી દીધો. નારણપુરા વિસ્તારમાં આવેલા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં એકસાથે 55 વડીલો કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 36 વડીલો એવા હતા, જેમને એક કરતાં વધુ બીમારીઓ હતી. કોરોના પોઝિટિવ આવનારા તમામ વડીલોને અલગ અલગ 13 હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તમામ એક પછી એક સાજા થઈને પરત ફર્યા હતા. જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં 150 વડીલો રહે છે. અહીં ફરી કોઈને કોરોના ન થાય તે માટે તકેદારી રખાઈ રહી છે. જોકે જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના આ વડીલોની જેમ શહેરના ઘણા કો-મોર્બિડ સિનિયર સિટીઝનો કોરોના સામે મજબૂતાઈથી લડી સ્વસ્થ થઈ ચૂક્યા છે.
જીવનસંધ્યામાં રહેતાં 93 વર્ષનાં સંયુક્તાબેન પંડ્યા તો માત્ર ચાર દિવસમાં જ સાજા થઈ પરત ફર્યાં હતાં. તેઓ કહે છે કે, કોરોના માત્ર રોગ છે, પણ જીવનના કોઈ પણ તબક્કે સકારાત્મક રહેવાથી જીવન જીવવા જેવું લાગે છે. પરિવારની હૂંફ ન હોય છતાં રોગ સામે લડવાની મનની શક્તિથી કોઈ રોગ હાવી થઈ શકતો નથી. જીવનસંધ્યાનાં ટ્રસ્ટી ડિમ્પલ શાહે કહ્યંુ કે, વડીલોની સારવાર રાખનારા કેર ટેકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મને ડર લાગ્યો હતો કે વડીલોને કોરોનાનો ચેપ લાગ્યો હશે તો? આથી તે જ દિવસે સ્થાનિક કોર્પોરેટરનો સંપર્ક કરીને તાત્કાલિક તમામ વડીલોના ટેસ્ટ કરાવ્યા. 150 વડીલો પૈકી 55 વડીલો પોઝિટિવ આવતા તાત્કાલિક જ્યાં જગ્યા મળે તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મોટા ભાગના વડીલો કો-મોર્બિડિટી ધરાવતા હતા એટલે ડર લાગતો હતો, પરતું તમામ વડીલોએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો અને હૈયાધારણ આપી હતી કે, અમને કશું નહિ થાય.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.