તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ સિવિલમાં બેદરકારી:NCP નેતા રેશમા પટેલ હોસ્પિટલ પહોંચતાં પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી અટકાયત કરી, દર્દીને લઈ જતું સ્ટ્રેચર તૂટતાં દોડધામ

રાજકોટ8 મહિનો પહેલા
પોલીસે રેશમા પટેલને વાળ પકડી પોલીસવેનમાં બેસાડી દીધી. - Divya Bhaskar
પોલીસે રેશમા પટેલને વાળ પકડી પોલીસવેનમાં બેસાડી દીધી.
  • કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી મોબાઇલની ચોરી
  • OPD બિલ્ડિંગ બહાર દર્દી સારવાર માટે કણસી રહ્યો છે

રાજકોટમાં NCPનાં નેતા રેશમા પટેલની પોલીસે અટકાયત કરી છે. રેશમા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી, જે દરમિયાન તે હોસ્પિટલમાં પ્રવેશ કરે એ પહેલાં જ પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી તેની અટકાયત કરી હતી. બીજી તરફ, સિવિલ હોસ્પિટલની બેદરકારીના ત્રણ-ત્રણ કિસ્સા સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈ જતી વખતે સ્ટ્રેચર તૂટી જતાં દોડધામ મચી ગઈ હતી, સાથે જ OPD બિલ્ડિંગ બહાર એક દર્દી સારવાર માટે કણસતો જોવા મળ્યો હતો. તો કોરોનાથી મૃત્યુ થયેલા દર્દીના મૃતદેહ પરથી મોબાઈલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

રેશમા પટેલે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા
રાજકોટની સિવિલમાં કોરોના દર્દીઓના સ્વજનોની મુલાકાતે આવેલાં NCPનાં નેતા રેશમા પટેલની પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી અટકાયત કરી હતી. રેશમા પટેલે કહ્યું હતું કે અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી ચાલી રહી છે. રેશમા પટેલની અટકાયત કરતાં તેણે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ તાનાશાહી ચાલી રહી છે, જે અમે નહીં ચલાવીએ.

સિવિલમાં નવેનવું સ્ટ્રેચર તૂટતાં દોડધામ મચી ગઈ.
સિવિલમાં નવેનવું સ્ટ્રેચર તૂટતાં દોડધામ મચી ગઈ.

ઓક્સિજન સાથે લઈ જતા દર્દીનું સ્ટ્રેચર તૂટતાં દોડધામ
સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન સાથે લઈ જતી વખતે નવેનવું સ્ટ્રેચર તૂટતાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક નવું સ્ટ્રેચર લાવવામાં આવ્યું હતું. હજુ થોડા દિવસ પહેલાં જ સિવિલ હોસ્પિટલમાં પડેલા ખાડાને કારણે એક દર્દીનું સ્ટ્રેચર ખાડામાં ખાબક્યું હતું, ત્યારે ફરીવાર સિવિલની બેદરકારી સામે આવી છે.

OPD બિલ્ડિંગ બહાર સારવાર માટે દર્દી તડપી રહ્યો છે...
OPD બિલ્ડિંગ બહાર સારવાર માટે દર્દી તડપી રહ્યો છે...

પગમાં જીવાતોથી પીડાતો દર્દી હોસ્પિટલની બહાર કણસી રહ્યો છે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને સારવાર આપવાને બદલે રાતે બહાર મૂકી આવ્યા હતા. OPD બિલ્ડિંગ બહાર સારવાર માટે આ દર્દી તડપી રહ્યો છે. દર્દીના પગમાં અને શરીરમાં જીવાતો ઊડતી જોવા મળી હતી. જોકે સ્થાનિક લોકો આ દર્દીનું ધ્યાન રાખી રહ્યા છે.

કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી મોબાઇલની ચોરી
સમરસ બોયઝ હોસ્ટેલમાં દાખલ કોરોના પોઝિટિવ વૃદ્ધનું મોત નીપજ્યા બાદ મૃતદેહ પરથી કોઈએ તેમનો ફોન ચોરી લીધો હતો, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ સિવિલના કોવિડ સેન્ટરમાંથી કોરોનાથી મૃત્યુ પામેલી એક મહિલાનાં ઘરેણાં ચોરાયાં હતાં, ત્યારે આ બીજી ઘટના સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો