તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વાયરસ:રાજકોટમાં ફરી આરોગ્ય અગ્રસચિવના ધામા, ચોથા રાઉન્ડનો સર્વે અને નવું મોડેલ શરૂ કરાશે, દર્દીને માર માર્યાના વાઇરલ વીડિયો મુદ્દે તપાસનો આદેશ

રાજકોટએક મહિનો પહેલા
કોરોના સંક્રમણ અટકાવવા ફરી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિના રાજકોટમાં ધામા
  • જયંતિ રવિ અગાઉ રાજકોટમાં 11 દિવસ રોકાયા હતા પરંતુ કોરોના સંક્રમણ ઘટવાને બદલે વધ્યું

રાજકોટમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આથી ફરી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટ આવી પહોંચ્યા છે. જયંતિ રવિએ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ ખાતે તબીબો સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે. સંક્રમણ પર નિયંત્રણ કેવી રીતે લાવવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. અગાઉ 11 દિવસ રાજકોટ રોકાયા હતા છતાં કોરોનાનું સંક્રમણ ઘટવાને બદલે વધી રહ્યું છે. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ચોથા રાઉન્ડનો સર્વે હાથ ધરવામાં આવશે અને નવું મોડલ શરૂ કરવામાં આવશે. આજે દર્દીને સિવિલમાં માર માર્યાનો વીડિયો વાઈરલ થયો છે તે મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જયંતિ રવિ રાજકોટમાં 2 બે દિવસનું રોકાણ કરશે
જયંતિ રવિ 2 દિવસ સુધી રાજકોટમાં રોકાણ કરી અલગ અલગ મુદ્દાનું નિરીક્ષણ કરશે. જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, 70 % ડિસ્ચાર્જ રેટ થયો છે. રાજકોટમાં સતત કેસ વધતા જોવા મળી રહ્યા છે. અહીંયા એક 11 દિવસનો કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાંત તબીબ અને સિનિયર અધિકારી હાજર હતા. અગાઉ OPDમાં 400 લોકો આવતા હતા અને 1031 જેટલી ટીમ કાર્યરત છે જે સર્વે કામગીરી કરે છે. ચોથો રાઉન્ડ સર્વેનો શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં નવું મોડેલ શરૂ કરવામાં આવશે. કોવિડ કોર્ડીનેટર સાથે આજે જયંતિ રવિની ઓનલાઇન મિટિંગ કરવામાં આવશે. સિવિલમાં 200થી 230 બેડ ખાલી રોજ જોવા મળે છે.

રાજકોટમાં આજના દિવસમાં 900 બેડ ખાલી છેઃ જયંતિ રવિ
​​​​​​​જયંતિ રવિએ મીડિયાને જણાવ્યું હતું કે, ઓક્સિજન બેડમાં ખૂબ વધારો કરવામાં આવ્યો છે. કુલ 900 બેડ આજના દિવસમાં ખાલી છે. રોજ બરોજ 104 હેલ્પલાઇનમાં 70થી 80 કોલ આવી રહ્યા છે .રાજકોટ રુરલ વિસ્તારમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. આ વિસ્તારમાં ગોંડલ અને જસદણ વિસ્તારમાં ખાનગી અને સરકારી મળી 350 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પરિસ્થિતિ સુધરતી રાજકોટમાં જોવા મળી રહી છે. એરપોર્ટ, બસસ્ટેશન, રેલવે સ્ટેશન ખાતે આવતા લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. જે જગ્યા પર લોકો સહયોગ નથી આપતા તે જગ્યા પર પોલીસને સાથે રાખી આરોગ્ય વિભાગ કામ કરે છે. સરકાર દ્વારા રાજકોટ માટે 1000 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને ECMO ટ્રીટમેન્ટ હજુ 2થી 3 દિવસ સુધી આપવામાં આવશે. ECMO ટ્રીટમેન્ટ ઓછી કરી પોતાની જાતે ઓક્સિજન લઈ શકે તે માટે તબીબો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલ અભય ભારદ્વાજને આ ECMO ટ્રીટમેન્ટ આપવી ફરજીયાત છે.

સિવિલમાં બેકરકારીની ઘટનાઓની તપાસ માટે બેઠકો બોલાવાઈ
​​​​​​​જયંતિ રવિ રાજકોટ આવ્યા છે. તેઓએ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સારવાર અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી. તેમજ નર્સિંગ સ્ટાફ પર હુમલો, દર્દીને માર મારવો સહિતની ઘટનાઓથી સિવિલ હોસ્પિટલ સતત ચર્ચામાં રહે છે. આ તમામ ઘટનાઓની તપાસ માટે તાકીદની બેઠકો બોલાવાઈ છે. આ માટે પ્રભારી રાહુલ ગુપ્તા અને ફરજ પરના અધિકારી મિલિંદ તોરવણેને પણ દોડાવાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો