ડીસા: માલગઢ પાસે કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થયો, જાનહાનિ નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો

ડીસા: માલગઢ મામાનગર વિસ્તારમાં આવેલા ખીમજ મા હાઈ ટેક કોલ્ડ સ્ટોરેજમાં અચાનક એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ મચી હતી. બનાવના પગલે ડીસા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ડીસા આસપાસ 150થી વધુ કોલ્ડ સ્ટોરેજ
ડીસા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં 150થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જોકે આ તમામ  કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ટેન્ક આવેલો છે. એમોનિયા ગેસ હવામાં જલ્દી ભળી જાય છે, જે માનવ જાત માટે ગમે ત્યારે ખતરારૂપ સાબિત થઈ શકે છે.
દુર્ઘટનાને પહોંચી વળવા કોઈ પ્રાથમિક સુવિધા નહીં
કોલ્ડ સ્ટોરેજ સંચાલકો કોઈ દુર્ઘટના સર્જાય તેના બચાવ માટે પ્રાથમિક સાધનો ઉપસ્થિત કરતા હોય છે પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે તંત્ર પાસે પૂરતી સાધન વ્યવસ્થા કે ટ્રેનિંગ આપેલો પૂરતો સ્ટાફ નથી.
(તસવીર અને માહિતી: અભિષેક જાની, ડીસા)

અન્ય સમાચારો પણ છે...