સિધ્ધપુર / આઈશર અને SUVની ટક્કર થતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિ.ના ડો.તુષાર પટેલ સહિત 2ના મોત

DivyaBhaskar

May 04, 2019, 10:03 PM IST

  • પાટણના સિધ્ધપુર તાલુકાના ધારેવાડા ગામ પાસેનો બનાવ
  • પાલનપુરથી અમદાવાદ પરત ફરતાં ડોક્ટરની કારને અકસ્માત નડ્યો


સિધ્ધપુર: પાલનપુરથી અમદાવાદ પરત ફરતી વખતે SUV કારને આઈશરે ટક્કર મારતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ડોક્ટર તુષાર પટેલ અને તેમના ડ્રાઈવર બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
રોંગ સાઈડ આવતા આઈશર સાથે અકસ્માત

ડો. તુષારની કારની સામે રોંગ સાઈડથી આવતા આઈશરે ટ્રકે ટક્કર મારતા ગાડીમાં સવાર મૃતક ડોક્ટરના પુત્ર સહિત અન્ય 3 લોકોને ગંભીર ઈજા થઈ હતી.

વાસ્તુની આમંત્રણ પત્રિકા આપી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ખ્યાતનામ તબીબ તુષાર પટેલ તેમના નવા ઘરના વાસ્તુ પ્રસંગે આમંત્રણ પત્રિકા આપવા શનિવારે ઉત્તર ગુજરાત ગયા હતા. પરંતુ પરત ફરતી વખતે છાપી હાઇવેથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ધારેવાડા પાસે અચાનક એક ટ્રક રોંગ સાઈડથી આવી તબીબની કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર ડૉકટર તુષાર પટેલ અને કાર ચાલક બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે મોત હતું. જ્યારે ડૉક્ટર તુષાર પટેલના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી.

આ અકસ્માત બાદ મૃતક તબીબના પુત્રને સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડ્યો હતો. જ્યારે મૃતક તબીબ અને તેમના ડ્રાઈવરનું જનરલ હોસ્પિટલ સિધ્ધપુર ખાતે પીએમ કરવા આવ્યું હતું.

(માહિતી અને તસવીર: રશ્મિન દવે, સિધ્ધપુર)




X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી