થરા / સંત સદારામબાપાની અંતિમ ઝલક નિહાળવા માનવ મહેરામણ છલકાયો, 9 કિલોમીટર લાંબી પાલખી યાત્રા બાદ અંતિમ સંસ્કાર

saint sadaram Bapa funeral will be done at totana ashram after palkhi yatra to thara

  • સંતો-મહંતો વિવિધ સમાજના લોકોની હાજરીમાં અગ્નિદાહ અપાયો
  • સદારામ બાપાની 111 વર્ષે ચીર વિદાય, તેઓએ સમાજ સુધારણાના કામો કર્યા છે

DivyaBhaskar

May 16, 2019, 11:13 AM IST

કાંકરેજ: બુધવારે સવારે સંત સદારામ બાપાના પાર્થિવ દેહની ટોટાણાથી થરા સુધી પાલખી યાત્રા નીકળી હતી. ત્યાંથી પરત ફરીને બાપાના દેહને સાંજે ટોટાણા ધામ ખાતે પુનઃ આશ્રમે લાવવામાં આવ્યો હતો. સાંજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. બાપાની અંતિમવિધિમાં સંતો-મહંતો અને પરિવાર સહિત વિવિધ સમાજના લોકોની ઉપસ્થિતિમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. બાપાની અંતિમવિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સિવાય કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ અંતિમ દર્શને પહોંચ્યા હતા.
સદારામ બાપાનું 111 વર્ષે દેહત્યાગ કર્યો: કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુએ 111 વર્ષની વયે મંગળવારે સાંજે દેહત્યાગ કર્યો હતો. 2 લાખથી વધુ લોકોને વ્યસનમુકત કરી સમાજ સુધારણાનુ કાર્ય કરનાર શતાયુ સંત શ્રીસદારામબાપુની ચીર વિદાયથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી છે.
27 દિવસ વેન્ટિલેટર પર રહ્યા: આ સંત કેટલાક દિવસોથી બીમાર હોવાથી તેમને પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.છેલ્લા 27 દિવસથી વેન્ટિલેટરના સહારે શ્વાસ લઈ રહ્યા હતા. સોમવારે તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા આશ્રમ ખાતે રાત્રે લઇ જવાયા હતા. જ્યાં મંગળવારે તેમનું નિધન થયું હતું. પુજય સંત સદારામ બાપા દેવલોક પામતાં દર્શનાર્થે ભકતોનુ ઘોડાપુર ઉમટ્યુ હતું.
બનાસકાંઠાથી સમાજના દુષણો દૂર કર્યા: કાંકરેજના ટોટાણા ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુના ભજન-કિર્તન થકી સમાજમા વ્યાપેલા ખોટા વ્યસનના દુષણો દૂર કરી સમાજ સુધારણાનુ કામ કરતા અને 111 વર્ષની શતાયુ જીવન વટાવી ચુકેલા પરમ પૂજય સંતશ્રી સદારામબાપાની તબિયત બગડતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ તેમની તબિયત વધુ લથડતાં તેમને પુનઃ ટોટાણા આશ્રમ ખાતે સોમવારની રાત્રે લાવવામાં આવ્યા હતાં.
મંગળવારે સાંજે દેહ છોડ્યો: બાપુએ મંગળવારે સાંજના 6:44 એ પાર્થિવદેહ છોડયો હતો. બાપુના દેવલોક પામ્યાના સમાચારથી ગુજરાત ભરના ભક્તજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.

આખું થરા સજ્જડ બંધ રહ્યું: ભારે આસ્થા અને શ્રદ્ધાના ભાવથી જોડાયેલા થરાવાસીઓએ બાપાને ભીની આંખે વિદાય આપ્યા બાદ તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

50 હજારથી વધુ ભક્તોએ પ્રસાદ લીધો: સદ્દગતના અંતિમ દર્શન માટે ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા ભક્તોએ બાપાના દર્શન તો કર્યા હતા. આવનારા ભક્તો માટે ટોટાણા આશ્રમમાં ભોજન વ્યવસ્થા કરાઇ હતી. અંદાજિત 50 હજારથી વધુ માટે મગનો શીરો, દાળ-ભાત બનાવવામાં આવ્યા હતા. સતત 12 દિવસ ભોજન પ્રસાદ ચાલુ રહેશે તેવું વ્યવસ્થાપકોએ જણાવ્યું હતું.

X
saint sadaram Bapa funeral will be done at totana ashram after palkhi yatra to thara

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી