વાતાવરણમાં પલટો / સાબરકાંઠા અને અરવલ્લીમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ, બનાસકાંઠામાં પણ વરસાદ થવાની સંભાવના

  • બંને જિલ્લામાં 30થી 40  કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયા
  • ગઈકાલે  બનાસકાંઠામાં વરસાદ વખતે વીજળી પડતાં એક ખેડૂત અને બે ભેંસોના મોત નિપજ્યા હતા

DivyaBhaskar

May 17, 2019, 10:06 PM IST

પાલનપુર/ હિંમતનગરઃ રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં ગઈકાલે સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના હતી. જે સાચી ઠરી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થયો છે. વાતાવરણમાં થયેલાં પલટાથી ખેડૂતોને ઉનાળું પાકમાં પણ નુકશાન થવાની ભીતિ છે.

ગઈકાલે બનાસકાંઠામાં ઝાપટું
થરાદ અને વાવ પંથકમાં ગઈકાલે સાંજે વાવાઝોડા સાથે ઝાપટું પડ્યું હતું. વાવાઝોડા અને ઝાપટાના પગલે નુકસાન થયું હતું. જેમાં એક ખેડૂત પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ભેંસો પણ મોતને ભેટી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી