તપાસ / સિરિયલ કિલરની શોધમાં મુંબઈ પોલીસ ગાંધીનગરમાં પહોંચી

Mumbai police reached Gandhinagar in search of a serial killer after local train two woman murder

  • મુંબઈમાં બે મહિલાઓની ચપ્પુ મારીને ટ્રેનમાં હત્યા કરી હતી
  • સીસીટીવી ફૂટેજમાં ગાંધીનગર સિરિયલ કિલર જેવો શંકાસ્પદ દેખાયો

DivyaBhaskar

May 17, 2019, 11:30 AM IST

ગાંધીનગર: સિરિયલ કિલરે ગાંધીનગર જિલ્લામાં કહેર મચાવી અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. ત્યારે તે મુંબઈમાં હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યાના કેસમાં મુંબઈ પોલીસે ગાંધીનગર આવી છે.
શંકાસ્પદ ગાંધીનગરનો હોવાની શંકા
મુંબઈમાં બે મહિલાઓની લોકલ ટ્રેનમાં હત્યા કરનાર શંકાસ્પદ સીસીટીવીમાં ઝડપાયો હતો. શંકાસ્પદનો ચહેરો ગાંધીનગરના સિરિયલ કિલરને મળતો આવતો હોવાથી તપાસ કરતા અધિકારીઓની મુલાકાત કરી ચર્ચા કરી હતી. ગાંધીનગર પોલીસ માટે પડકાર બનેલો સિરિયલ કિલિંગનો કેસ મુંબઈ પોલીસ ગાંધીનગર આવતા એક આશાનું કિરણ જન્મ્યુ છે. જોકે પાટનગરવાસીઓમાં ડરનો માહોલ જન્માવનાર સિરિયલ કિલરે ક્યારે ઝડપાશે એ મોટો સવાલ છે.
ગાંધીનગરમાં 3 હત્યા થઈ હતી
રાજ્યના પાટનગર સિરિયલ કિલરે ફાયરિંગ કરી એક બાદ એક 3 હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે અડાલજના એક પાર્લર પર સીસીટીવીમાં ઝડપાયો હતો.
સિરિયલ કિલરને ગુજરાત પોલીસ શોધી રહી છે
હત્યાઓને 4 માસ કરતાં વધારે સમય પણ તે પકડાયો નથી. ગાંધીનગર પોલીસ સિવાય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ તપાસ કરી રહી છે. હજુ સુધી તેનું પગેરુ શોધવામાં પોલીસ સફળ રહી નથી.

X
Mumbai police reached Gandhinagar in search of a serial killer after local train two woman murder
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી