ફરિયાદ / ખંભીસર SC સમાજના વરઘોડા પર હુમલામાં 45 ગ્રામવાસી સહિત 150ના ટોળા સામે ફરિયાદ

Complaint against 150 crowds including 45 villagers in an attack  on sc community marriage function in arvalli

  • ખંભીસરમાં વરઘોડા પર પથ્થરમારામાં 10થી વધુને ઈજા થઈ હતી
  • પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરી છે

DivyaBhaskar

May 17, 2019, 04:43 PM IST

મોડાસા: અરવલ્લી જિલ્લાના બહુચર્ચિત ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના વરરાજાના વરઘોડા પર હુમલો થયો હતો. આ મામલે મોડાસા ગ્રામ્ય પોલીસે ખંભીસરના 45 ગ્રામજનો સહિત 150ના ટોળા સામે ફરિયાદ નોંધી છે. તેમની વિરૂધ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભીમ આર્મીના સ્થાપક ગુજરાતમાં
ઉત્તર પ્રદેશમાં ભીમ આર્મીની સ્થાપના કરનાર ચંદ્રશેખર આઝાદ ઉર્ફ રાવણ ગુજરાતમાં છે. લ્હોર, ખંભીસર સહિતના બનાવોને પગલે ઉત્તર પ્રદેશથી તેણે અમદાવાદમાં આવીને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તેણે જણાવ્યું હતું કે સરકાર પાસે ન્યાય માગવાથી મળતો નથી પણ છિનવવો પડે છે. સરકાર તેનું કામ કરશે અમે અમારું કામ કરીશું. ન્યાય નહીં મળે તો આંદોલન કરીશું. અમે અલવરમાં પણ આંદોલન કર્યું હતું. ગુજરાતનું વિકાસ મોડલ આજ હોય તો દેશમાં લાગુ થવું જોઈએ નહીં.
આઈબીના રિપોર્ટને પોલીસે અવગણ્યો હતો
ખંભીસરના અનુસૂચિત જાતિના યુવાનના વરઘોડા મામલે ભારે વિવાદ થયો હતો. જો કે આ વરઘોડાને ગંભીરતાથી લઈને આઈબીએ રિપોર્ટ કર્યો હતો. સરકારમાં તેની ગંભીરતા રજૂ કરી હતી. છતાં પોલીસ ઢીલી નીતિ અપનાઈ હતી. જેને પગલે ખંભીસરમાં શિડ્યૂઅલ કાસ્ટ (એસસી) સમાજના લગ્નના વરઘોડો પર હુમલાનો બનાવ બન્યો હતો.
વરઘોડા પર પથ્થરમારામાં 10થી વધુને ઈજા થઈ હતી
ખંભીસરમાં અનુસૂચિત જાતિના લોકો વરઘોડો કાઢવા સામે ગામના અન્ય જ્ઞાતિના લોકોએ હોમહવન કર્યા હતા. છતાં પોલીસ પ્રોટેક્શનમાં નીકળતા તેના પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 10થી વધારે લોકોને ઈજાઓ થઈ હતી.
અત્યાર સુધી હુમલા કેસમાં બેની ધરપકડ
ખંભીસરના વરઘોડો પર હુમલાના બનાવમાં અરવલ્લી પોલીસે અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરી છે. ભાવેશ પટેલ અને હસમુખ પટેલ નામના વ્યક્તિને પકડી લીધા બાદ પોલીસ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

X
Complaint against 150 crowds including 45 villagers in an attack  on sc community marriage function in arvalli
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી