પાટણ / ઘાસચારો-પાણી વિના 20 ગામોનાં માલધારીઓની હિજરત

divyabhaskar.com

May 16, 2019, 09:15 AM IST
Migration of 20 villages without fodder and water

 • સમી પંથકનાં 20 ગામોના 280 માલધારી પરિવારો માલઢોરના નિર્વાહ માટે બીજે જતાં રહેતાં ગામડાં સૂમસામ
 • તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો પણ પશુઓ માટે પાણીને ઘાસચારાનાં ઠેકાણાં નથી, છતાં તંત્રના સબ સલામતના દાવા

સમીઃ પાટણ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત સમી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પીવાના પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યા ઊભી થઇ છે. જેના કારણે 70 ટકા ઉપરાંત માલધારી પરિવારોને પોતાના માલઢોરના નિર્વાહ માટે હિજરત કરવાની ફરજ પડી છે. સમી તાલુકાના કુલ 58 ગામોમાંથી 20 જેટલા ગામોના 280 માલધારી પરિવારો અત્યાર સુધી માદરે વતનને અલવિદા કરી ચૂક્યા છે.

ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે સરકાર દ્વારા સમી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરાયો છે, પરંતુ આજદિન સુધી આ વિસ્તારના ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું નથી. તાલુકાના મોટાભાગના ગામડાઓના તળાવો ખાલી પડ્યા છે, આવી વિકટ સ્થિતિમાં માલધારીઓને પોતાના પશુઓનો નિર્વાહ મુશ્કેલ બનતા તાલુકાના 58 ગામોમાંથી 20 જેટલા ગામોમાં માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી છે.

સમશેરપુરા ગામના 50 પરિવાર, નાયકાના 20 પરિવાર, તારાનગરના 70 પરિવાર, સુબાપુરાના 50 પરિવાર, રાજપુરાના 20 પરિવાર, દુદખાના 30 પરિવાર, નાનીચંદુરના 20 પરિવાર, વાઘપુરાના 10 પરિવાર, વાવલના 10 પરિવાર એમ તાલુકાના કુલ 58 ગામોમાંથી 20 જેટલા ગામોમાં 280 માલધારી પરિવારોએ હિજરત કરવાની ફરજ પડી છે.

આ ગામોના માલધારી વસાહત માનવ વસ્તી વિહીન બનતાં માલધારીના વસવાટો સૂમસામ બની ગયા છે. ત્યારે તાલુકાના ગામડાઓમાં વહેલામાં વહેલી તકે ઘાસચારો મળતો થાય તેવી લોક માંગ છે. સમી તાલુકાના કોકતાના અગ્રણી રમેશજી ઠાકોરે જણાવ્યું કે, ગામડાઓમાં ઘાસચારાનું વિતરણ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે માલધારીઓ સાથે રહી આંદોલન કરીશું.

X
Migration of 20 villages without fodder and water
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી