મદદ / ફેનીનો કહેર વેઠનાર ઓરિસ્સાની મદદે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી રાહતનિધિમાંથી 5 કરોડ ફાળવ્યા

Gujarat government 5 crore help to Fani storm effected Orissa state from Chief Minister relief fund

  • જનજીવન પૂર્વવત કરવા બચાવ અને રાહત કામગીરી માટે રાજ્ય સરકારની મદદ

DivyaBhaskar

May 05, 2019, 06:07 PM IST

ગાંધીનગર: વાવાઝોડા ફેનીનો સામનો કરનાર ઓરિસ્સાને ગુજરાત સરકારે 5 કરોડની મદદ મોકલી છે. મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ઓરિસ્સામાં બચાવ અને રાહત કામગીરી માટે સહાય કરવા માટે 5 કરોડની મદદ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી.
ઓરિસ્સાની સ્થિતિ કફોડી: વાવાઝોડા બાદ ઓરિસ્સાના વિવિધ વિસ્તારોમાં કાટમાળ પડ્યો છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. જો કે, ભારત સરકારે લીધેલા પગલાંને લીધે યુનો દ્વારા તેના વખાણ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરીના ભાગરૂપે 11 લાખ લોકોને સ્થળાંતર કરાયું હતું. 1 કરોડ લોકોને ફેણીના કારણે લોકોનું જીવન પ્રભાવિત થયું હતું. ફેણીના પગલે ઓરિસ્સામાં 16 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. ઓરિસ્સાના 52 શહેરી અને 10 હજાર ગ્રામ્ય વિસ્તારોમાં રાહત અને પુનર્વસનની કામગીરી ચાલી રહી છે.
લોકોના જીવ બચાવવા બદલ ઈસરોના વખાણ: ઓરિસ્સાવાસીઓના જીવ બચાવવાની પાછળ ઈસરોની ભૂમિકાના પણ બહુ વખાણ થઈ રહ્યા છે. ઈસરાએ પોતના સેટેલાઇટ દ્વારા સમયસર વાવાઝોડું ઓળખ્યું ન હોત તો સ્થિતિ વધારે ગંભીર બની હોત.

X
Gujarat government 5 crore help to Fani storm effected Orissa state from Chief Minister relief fund
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી