પરિણામ / ધોરણ 10ની પરીક્ષાનું 21 મેએ રિઝલ્ટ, gsebની વેબસાઈટ પર 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે

gseb 2019 result:  standard 10 examination result declare on May 21 can be seen from 8pm on board website

  • રાજ્યભરમાંથી 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી

DivyaBhaskar

May 15, 2019, 02:02 PM IST

ગાંધીનગર: ધોરણ 10નું પરિણામ આગામી 21મી મેએ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામને જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે. ગાંધીનગરથી અધિકારીક રીતે શિક્ષણ મંત્રી સવારે 9 વાગ્યે પરિણામની જાહેરાત કરશે.
રાજ્યના સૌથી વધુ પરીક્ષાર્થી સુરતના: ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં હતા. જ્યારે સૌથી ઓછા 1,317 પરીક્ષાર્થઈ દિવમાં પરીક્ષા આપી હતી. તેમાં 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી.
માર્કશીટનું વિતરણ: ગુજરાત શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે. તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરાશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે.

X
gseb 2019 result:  standard 10 examination result declare on May 21 can be seen from 8pm on board website
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી