પાટણ / દીકરા-દીકરીને પરણાવી બીજા દિવસે પિતા પરલોક સિધાવ્યા

father died after son and daughter marriage function

  • સરસ્વતીના ખારેડા ગામની ઘટના, પરિવારમાં લગ્નનો ઉમંગ શોકમાં ફેરવાયો

divyabhaskar.com

May 16, 2019, 09:27 AM IST

ખારેડાઃ સરસ્વતી તાલુકાના ખારેડા ગામે દીકરા અને દીકરીના હરખભેર લગ્ન કરાવ્યાના બીજા દિવસે જ ઘરના મોભી એવા પિતાને છાતીમાં દુ:ખાવો ઉપડતાં મોત થયું હતું. આ ઘટનાને લઇ જ્યાં હમણાં સુધી ઘરમાં લગ્નના કારણે આનંદ અને ઉમંગનો માહોલ હતો ત્યાં શોક છવાઇ ગયો હતો.

સરસ્વતી તાલુકાના ખારેડા ગામે બાબરજી વાલાજી ઠાકોરના દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગ ધામધૂમથી સંપૂર્ણ થયા હતા. તેના બીજા દિવસે મંગળવારના રોજ સાંજના પાંચ વાગ્યાના સમયે બાબરજી ઠાકોરને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેમને પાટણની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતાં ત્યાં સારરવાર દરમિયાન મોત થયું હતું. તેમના મૃતદેહને વતનમાં લાવી બુધવારે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

X
father died after son and daughter marriage function
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી