ગુનો / ખંભીસરમાં દલિત યુવકના લગ્નમાં જતા પાલનપુરના 2 યુવકને મારતાં 4 સામે ફરિયાદ

Complaint against 4 for heat  man and other for attending marriage in Khambhisar of arvalli district

  • દલિત સમાજનાં લોકો પર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે

DivyaBhaskar

May 16, 2019, 11:23 AM IST

મોડાસા: તાલુકાના ખંભીસરમાં દલિત યુવકના વરઘોડા બાદ કોઈકને કોઇક મુદ્દે દલિત સમાજનાં લોકો પર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. રવિવારના રોજ ખંભીસરમાં દલિત પરિવારના યુવકના લગ્નમાં જતાં મોડાસા તાલુકાના પાલનપુર ગામનાં 30 વર્ષીય યુવક તેમજ તેણી સાથે મોટર સાઇકલ પર સવાર અન્ય એક વ્યક્તિને ખંભીસરનાં જ એક મહિલા સહિત શખ્સોએ રસ્તા વચ્ચે રોકી જાતી વિષયક અપમાનજનક શબ્દો બોલી માર મારતાં યુવકે મહિલા સહીત અન્ય 3 સામે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાતાં ચકચાર મચી હતી.
રવિવારનાં રોજ પાલનપુર ખાતે રહી ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા 30 વર્ષીય યુવક રાકેશ રમણભાઈ ચમાર મોડાસા તાલુકાના ખંભીસરમાં પોતાના સગાને ત્યાં લગ્નમાં જઇ રહ્યાં હતાં. દરમિયાન ખંભીસર ગામનાં તળાવ નજીક આ યુવકને ગામનાં 3 શખ્સો સહિત મહિલાએ રસ્તા વચ્ચે ઉભો રાખી આ રસ્તો અમારો છે. અહિંયાથી નીકળવું નહીં' તેમ કહી જાતી વિષયક અપશબ્દો બોલી યુવકને માર માર્યો હતો.
યુવકની સાથે રહેલા નટુભાઇ કચરાભાઇને પણ લાકડાના આડા વળે માર માર્યો હતો. ઉપરાંત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવકે મોડાસા પોલીસ મથકે એક મહિલા સહીત 3 શખ્સો વિરૂદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે 4 વ્યક્તિઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Complaint against 4 for heat  man and other for attending marriage in Khambhisar of arvalli district
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી