મિલન / MLA ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્નમાં અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી એકસાથે જોવા મળ્યા

DivyaBhaskar.com

May 10, 2019, 04:53 PM IST
Alpesh Thakor and Shankar Chaudhary were seen together in the marriage of MLA Geniben Thakore's son

  • ભાભરના તનવાડ ગામે ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્ન યોજાયા હતા
  • લોકસભા પરિણામ બાદ અલ્પેશ ભાજપમાં જોડાય તેવી અટકળો
  • થોડા દિવસ પહેલા પણ અલ્પેશ ઠાકોરના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાઈરલ થયા હતા

પાલનપુર: કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હવે અલ્પેશ ઠાકોરના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે. ત્યારે ભાજપના પૂર્વમંત્રી શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એકસાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. મળતી માહિતી મુજબ વાવની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના ભાભરના તનવાડ ગામે લગ્ન યોજાયા હતા. જ્યાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની ઔપચારિક મુલાકાત થઈ હતી.

અગાઉ અલ્પેશના ભાજપના નેતાઓ સાથે ફોટા વાઈરલ થયા હતા
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી પહેલા અન્યાય થતો હોવાનું કહીને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. છઠ્ઠી મેએ શહેરના રાણીપમાં અલ્પેશ ઠાકોરે તેના નવા ઘરનું વાસ્તુ પૂજન કર્યું હતું. તેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. સાથે જ વાસ્તુ પૂજન કરી ભાજપના નેતાઓની હાજરીમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. તેના ગૃહ પ્રવેશ સાથે હવે તેના ભાજપ પ્રવેશનો રસ્તો પણ સાફ થઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

લોકસભા પરિણામ બાદ અલ્પેશ ભાજપમાં જોડાય તેવી અટકળો
રાણીપ ખાતેના ‘રૂક્મિણી’માં વાસ્તુ પૂજનમાં ભાજપના ટોચના બે નેતાઓ જીતુ વાઘાણી અને પ્રદીપસિંહની હાજરી બાદ અલ્પેશ ઠાકોર લોકસભાના ચૂંટણી પરિણામો બાદ ભાજપ જોડાશે. અલ્પેશને અગાઉ પણ મંત્રી પદની ઓફર થઈ હોવાની વાતો વહેતી થઈ હતી. તેવી જ રીતે ફરી અટકળો તેજ થઈ છે કે પરિણામ બાદ વિજય રૂપાણી પરિણામ મંત્રીમંડળનું વિસ્તરણ કરી અલ્પેશનો પણ મંત્રીમંડળમાં કરે તેવી શક્યતા છે.

અલ્પેશનો બણગો બંને પક્ષોના નેતા તેના મિત્રો
નવા ઘરના વાસ્તુપૂજન સમયે અલ્પેશે જણાવ્યું હતું કે, સીએમ વિજય રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા અને જીતુ વાઘાણી મારા સારા મિત્રો છે. મારા ઘરે નાની પૂજા રાખી હોવાથી મેં પ્રદીપસિંહ અને જીતુભાઈને આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ મારા ઘરે હાજર રહ્યા હોવા અંગે મીડિયા જે અર્થઘટન કાઢવું હોય એ કાઢી શકે છે. કોને આમંત્રણ આપવું અને કોને ન આપવું એ મારે નક્કી કરવાનું હોય છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે પણ મારે સારા સંબંધો છે. ભાજપના બંને નેતાઓ મારા ઘરે હાજર રહ્યા તેનો આભાર.

X
Alpesh Thakor and Shankar Chaudhary were seen together in the marriage of MLA Geniben Thakore's son
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી