સસ્પેન્શન / અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી હટાવવા ધાનાણી સહિત 10 કોંગી MLA વિધાનસભા અધ્યક્ષને મળ્યા

10 Congress MLAs meet to vidhansabha speaker for  Alipesh Thakor as MLA in Assembly

  • કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી તેમાં મીડિયાને દૂર રખાયું
  • પબુભા માણેકને સસ્પેન્ડ કરવા મામલે પણ વિધાનસભા અધ્યક્ષને રજૂઆત
  • કોંગ્રેસના ધારાસભ્યોને રજાના દિવસે સસ્પેન્ડ કર્યા તો ભાજપના ધારાસભ્ય માટે કેમ મોડુ કરાયું: વિપક્ષ

DivyaBhaskar

May 08, 2019, 05:32 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા માટે કોંગ્રેસે રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યો આજે વિધાનસભા અધ્યક્ષને મળીને પબુભા માણેકના ધારાસભ્ય પદને પણ રદ કરવા માટે રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મામલે ઉગ્ર રજૂઆત કરવા માટે વિધાનસભા પહોંચ્યા હતા.
કોંગ્રેસ એપ્લિકેશન કરી: વિધાનસભા અધ્યક્ષની મુલાકાત બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસમાં એપ્લિકેશન પબુભા માણેક અને અલ્પેશ ઠાકોર અંગે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે અમારી રજૂઆતના અંતે વિધાનસભા અધ્યક્ષએ સ્પષ્ટતા કરી હતી કે, પબુભાના મામલે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ તેમના પગાર ભથ્થા તેમજ ધારાસભ્ય તરીકે મળતા તમામ લાભો હોદ્દા અને હક્કો અટકાવાના આદેશ કરવામાં આવ્યા હોવાનું મૌખિકમાં જણાવ્યું હતું.
પબુભા સામેની કાર્યવાહીની લેખિત માગ કરી: કોંગ્રેસે આ કાર્યવાહી ની લેખિત ઓર્ડર કોપીની માંગ કરી હતી પરંતુ અધ્યક્ષે તે નહીં આપ્યા હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ભગા બારડ અને ઉપેન્દ્ર ખાંટ મામલે પણ અધ્યક્ષ સમક્ષ વિવિધ પુરાવા રજૂ કરી તાત્કાલિક નિર્ણય કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં પબુભા માણેકના કેસમાં વિધાનસભા અધ્યક્ષ કોંગ્રેસ સાથે પક્ષપાતી વલણ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને પબુભા માણેકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય અધ્યક્ષ કરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
અલ્પેશ સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહીની માગ: અલ્પેશ ઠાકોર વિશેના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી જીત્યા છે. એટલું જ નહીં લોકસભાની ચૂંટણીમાં પણ તેમને હરીફ ઉમેદવારને જીતાડવા માટેના પ્રયાસો કર્યા હતા. એટલે અલ્પેશ ઠાકોર વિરોધ પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને તેમનું ધારાસભ્ય રદ કરવામાં આવે અને તેની સુનાવણી તાત્કાલિક અધ્યક્ષે કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
અલ્પેશ મામલે ખુલાસો: અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે પોતાના લેખિત રાજીનામા જ તમામ હોદ્દા ઉપરથી રાજીનામા આપ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે, એટલે કોઈ પ્રશ્ન રહેતો જ નથી તેમ જણાવ્યું હતું. એટલું જ નહીં કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે ખુલ્લો પ્રચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.
વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારનું નિવેદન: બંધારણના નિયમો કોંગ્રેસ માટે જ લાગુ કરવામાં આવે છે. ભાજપ ઉપર ગુજરાતમાં બંધારણના નિયમો લાગુ નથી પડતા. પબુભાને હાઇકોર્ટે ફોર્મ રદ્દ કર્યું છતાં સભ્યપદેથી હટાવાયા નથી. કોંગ્રેસના MLA ભગવાન બારડને તાત્કાલિક હટાવી દેવાયા હતા. અલ્પેશ ઠાકોર અને પબુભા માણેક અંગે અધ્યક્ષને રજૂઆત કરી છે. જ્યારે સત્યની વાત આવે ત્યારે પોલીસ ગોઠવી દેવામાં આવે છે. હું ઉપનેતા હોવા છતાં મારી ગાડી પણ રોકવામાં આવી હતી. કોંગ્રેસના MLA રાજીનામું આપે ત્યારે મીડિયા અંદર હોય છે. આજે મીડિયાને પણ બહાર રાખવામાં આવ્યું છે.
કામગીરીથી મીડિયાને દૂર રાખવાના પ્રયાસો: સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ પણ પબુભાને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે મુદ્દે અનેક આક્ષેપ વિપક્ષો દ્વારા થઇ રહ્યા છે. ત્યારે સમગ્ર કામગીરીથી મીડિયાને દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે, જે રીતે ભગવાનભાઈ બારડનું ધારાસભ્ય પદ રજાના દિવસે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ભાજપ દ્વારા આ સમગ્ર મામલે ઉતાવળ કરવામાં આવી હતી. તેવી રીતે જ ભૂપેન્દ્ર ખાંટના કિસ્સામાં પણ ભાજપે મીડિયાની સામેથી બોલાવીને જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. તો પછી સુપ્રીમ કોર્ટનો ચૂકાદો હોવા છતાં પણ પબુભા માણેક ને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં કેમ આવ્યા નથી તેનો હિસાબ અધ્યક્ષ પાસે માંગવામાં આવ્યો હતો.
25મી એપ્રિલે પણ બે ધારાસભ્ય અધ્યક્ષને મળ્યા હતા
અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી હતી. 25 એપ્રિલે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા અરજી કરી હતી. અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારબાદ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો.

X
10 Congress MLAs meet to vidhansabha speaker for  Alipesh Thakor as MLA in Assembly
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી