તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝામાં 60 લાખના વિદેશીદારૂ પર બુલડોઝર ફેરવાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝાઃ  શહેર અને તાલુકા પોલીસે વર્ષ 2018 અને 2019માં પકડેલ રૂ.59,95,506ના વિદેશી દારૂની 13848 બોટલોનો બુધવારે ઊંઝાના વણાગલા રોડ પર નગરપાલિકા ડમ્પિંગ સાઇટ પર  બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. મહેસાણા એસડીએમ, ઊંઝા મામલતદાર એ.પી. ઝાલા તેમજ પીએસઆઈ એસ.આર. પટેલ અને આર.કે. પાટીલ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. નાશ કરાયેલા દારૂમાં ઉનાવા પોલીસ સ્ટેશનનો 13,502 બોટલ રૂ.43,71,246નો તેમજ ઊંઝા પોલીસ મથકનો 9346 બોટલ રૂ.16,24,260નો દારૂ હતો.

અન્ય સમાચારો પણ છે...