તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા 1294 વિદ્યાર્થીઓને રૂ.1.41 કરોડની માણેકલાલ પટેલ મેમોરિયલ સ્કોલરશીપ અપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ સંસ્થા દાતા, સંચાલકો, શિક્ષકો અને છાત્રો એમ ચાર પાયા ઉપર ટકેલી હોય છે : વલ્લભભાઇ પટેલ

કડી: કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેન અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રથમ ફાઉન્ડર પ્રેસિડેન્ટ માણેકલાલ એમ. પટેલની આઠમી પુણ્યતિથિ નિમિત્તે કડી- ગાંધીનગરના 1294 વિદ્યાર્થીઓને રૂ.1.41 કરોડની સ્કોલરશિપ એનાયત કરાઇ હતી.કેળવણીકાર સ્વ. માણેકલાલ પટેલની સ્મૃતિમાં સંસ્થા દ્વારા માણેકલાલ એમ. પટેલ મેમોરિયલ સ્કોલરશીપ આપવામાં આવે છે. મેરિટ આધારિત 884 વિદ્યાર્થીઓને રૂ.69,10,300 માણેકલાલ એમ. પટેલ મેમોરિયલ મેરિટ સ્કોલરશિપ અને આર્થિક રીતે અસક્ષમ 410 વિદ્યાર્થીઓને રૂ.71,90,683ની માણેકલાલ એમ.પટેલ મીન્સ આર્થિક સહાય (ફી માફી) સંસ્થાના દાનવીરો વિષ્ણુભાઈ પટેલ અને ભગવાનભાઈ પટેલે નો સ્ટડી વિધાઉટ કડી સૂત્રને યાદ કરતાં એનાયત કરી હતી. 
સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલે પ્રસંગોચિત્ત ઉદબોધનમાં સંસ્થાની સ્થાપના સમયે પૂ. છગનભાએ ઘરે ઘરે ફરીને ભણતરનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તૈયાર કર્યા હતા. સ્વ.માણેકલાલ એમ. પટેલે સર્વ વિદ્યાલયના છોડને વટવૃક્ષ બનાવ્યું છે. સંસ્થા તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિનાં કારણે કેળવણી વિના રહે નહીં તે બાબતે સતત ચિંતિત રહી છે. સંસ્થાનું ચાલકબળ એ દાતાઓ છે. દાતાઓએ સંસ્થાની આ ચિંતાનું ચિંતન કરી કેળવણીના યજ્ઞને આગળ ધપાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સંસ્થાના મહત્વના ચાર પાયા એક દાતા, બીજા સંસ્થાના સંચાલકો, ત્રીજા શિક્ષકો અને ચોથા વિદ્યાર્થીઓ અને વાલીઓ છે. આ ચાર પાયા ઉપર સંસ્થા ટકેલી હોય છે. સર્વ વિદ્યાલયના પાયા ખૂબ મજબુત છે. સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતાં આગામી દિવસોમાં શતાબ્દી મહોત્સવ યોજાનાર છે તેમ ચેરમેને જણાવ્યું હતું. 
આ પ્રસંગે ડૉ.કનુભાઈ પટેલ, ડો.મણિભાઈ પટેલ, ડો.જયંતિભાઈ પટેલ, ડો. રમણ ભાઈ પટેલ સહિત સંસ્થાના હોદ્દેદારો, આચાર્ય, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર સૂર્યક્રિશ્ના મંત્રાલા સહિત સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો