તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલના ગુલ્લીબાજ તબીબોને ફરજ દરમિયાન હોસ્પિટલ નહીં છોડવા આદેશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડ્યુટી સમયે ઘરે રહેતા અને કોલ કર્યા બાદ હોસ્પિટલ આવતા હતા
  • ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ RMOએ ફરજપાલન અંગે આદેશ કર્યા

કડીઃ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરો ડ્યુટી દરમિયાન હોસ્પિટલમાંથી ગુલ્લી મારી બહાર જતા રહેતાં દર્દીઓને હેરાનગતિ વેઠવી પડતી હોવાની ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ થયેલી રજૂઆતને પગલે સ્થાનિક RMOએ ડ્યુટી દરમિયાન  હોસ્પિટલ કમ્પાઉન્ડ નહીં છોડવા આદેશ કર્યા હતા.

 કુંડાળ સ્થિત કડી સામૂહિક આરોગ્ય કેન્દ્રને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં રૂપાંતરિત થયા બાદ રોજિંદા 300 ઉપરાંત દર્દીઓની ઓપીડી રહે છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરો ફરજ પ્રત્યે બેદરકારી રાખી ચાલુ ફરજ દરમિયાન અન્ય કામ અર્થે હોસ્પિટલ બહાર નીકળી જતાં સારવાર માટે આવતા તેમજ ઈમરજન્સી દરમિયાન દર્દીઓ હેરાન પરેશાન થઈ ઉઠતા હતા. જેને પગલે દર્દીઓ રોષે ભરાયા હતા. કડી સિવિલ હોસ્પિટલના ગુલ્લીબાજ ડૉક્ટરો વિરુદ્ધ કેટલાક દર્દીઓએ ગાંધીનગર આરોગ્ય વિભાગમાં રજૂઆત કરતાં કડીનું તંત્ર હરકતમાં આવ્યું છે.
 
જે અંગે કડી સિવિલ હોસ્પિટલના નવનિયુક્ત RMO વિનોદભાઈ પટેલે કેટલાક ડૉક્ટરો ઈમરજન્સી ડ્યુટીમાં ઘરે રહેતા હતા અને કોલ કર્યા બાદ હોસ્પિટલમાં આવતા હતા. હવેથી ફરજ પરના ચાર ડૉક્ટરોને ડ્યુટી દરમિયાન હોસ્પિટલ કમ્પાઉન્ડ નહીં છોડવા તેમજ ઓનડ્યુટી કોલ પર ન રહેવા આદેશ કર્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...